લેબેનોનની રાજધાની બેરુતમાં થયો એક મોટો વિસ્ફોટ, ૭૮ લોકોના મૃત્યુ અને ૪૦૦૦ થી વધારે લોકો થયા ઘાયલ..

લેબનોનની રાજધાની બેરૂતમાં એક મોટો વિસ્ફોટ થયો, જેમાં બંદરગાહનો મોટો ભાગ અને ઘણી બિલ્ડિંગોને નુકસાન થયું. ઓછામાં ઓછા 78 લોકો મૃત્યુ પામ્યા હતા અને 4,000 થી વધુ ઘાયલ થયા. લેબેનોનના વડા પ્રધાન હસન દિઆબે કહ્યું કે આ વિસ્ફોટ પાછળના જવાબદાર લોકોને છોડવામાં નહિ આવે..

ન્યૂઝ એજન્સીએ સુરક્ષાદળો અને ડોક્ટરોને ટાંકી જણાવ્યુ છે કે આ વિસ્ફોટમાં ઘણા લોકોના મોત થયા છે. આ વિસ્ફોટમાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે દૂરના અંતર સુધી તેની અસર દેખાઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વિસ્ફોટમાં વ્યાપક નુકસાન થયું છે. કેટલાક લોકોને ઈજા પણ થઈ છે. લેબેનોનની સ્થાનિક ન્યૂઝ એજન્સી NNA તથા સુરક્ષા સૂત્રોએ કહ્યુ છે કે વિસ્ફોટ પોર્ટ એરિયામાં થયો હતો.

image source

આ દરમિયાન લેબેનોનના આંતરિક સુરક્ષા બાબતના વડા અબ્બાસ ઈબ્રાહિમે કહ્યું છે કે આ વિસ્ફોટ ઉચ્ચ વિસ્ફોટક સામગ્રીમાંથી થયો છે અને અગાઉ આ પ્રકારના વિસ્ફોટની ઘટના બની નથી. બેલેનોના આરોગ્ય પ્રધાને જણાવ્યુ હતું કે આ વિસ્ફોટમાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે, જોકે તેમણે ચોક્કસ આંકડો આપ્યો ન હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટ થતા જ ધૂળની ડમરીઓ ઉઠી હતી અને વાતાવરણ સંપૂર્ણપણે ધૂંધળુ થઈ ગયુ હતું.

image source

કેટલાક લોકોને ઈજા પણ થઈ છે. લેબેનોનની સ્થાનિક ન્યૂઝ એજન્સી NNA તથા સુરક્ષા સૂત્રોએ કહ્યુ છે કે વિસ્ફોટ પોર્ટ એરિયામાં થયો હતો. જ્યાં ગોદામોમાં વિસ્ફોટક રાખવામાં આવ્યા હતા. જોકે એ સ્પષ્ટ થયુ નથી કે વિસ્ફોટ કેવી રીતે થયો અને ગોદામોમાં કેવા પ્રકારના વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા.

image source

અમુક સ્થાનિક ટીવી ચેનલે જણાવ્યું છે કે વિસ્ફોટ બેરુતના બંદરગાહ પાસે થયો હતો. શહેરના ઘણા વિસ્તારમાં ઘુમાડાના ગોટા જોવા મળ્યા. નજીક રહેતા લોકોનું કહેવું હતું કે વિસ્ફોટથી નજીકના રહેઠાણોને ભારે નુકસાન થયુ છે.

image source

આ ધડાકો એટલો પ્રચંડ હતો કે તેની 10 કિલામીટરના વિસ્તારમાં આવેલા મકાનોમાં નુકશાન થયું છે. બ્લાસ્ટના કારણે ત્રણ માળની ઇમારત પણ પળવારમાં ધરાશાયી થઇ ગઇ હતી. વિસ્ફોટના કારણે ૭૮ લોકોના મોત અને ૪૦૦૦ થી વધારે  લોકોને ઇજા થઇ. સાથે જ 10 કિલોમીટર વિસ્તારમાં આવેલા ઘરોમાં નુકશાન થયું છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "લેબેનોનની રાજધાની બેરુતમાં થયો એક મોટો વિસ્ફોટ, ૭૮ લોકોના મૃત્યુ અને ૪૦૦૦ થી વધારે લોકો થયા ઘાયલ.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel