ખજૂરના મોદક – ગણપતિ બાપ્પાને તો ધરાવજો જ પણ રોજનું એક મોદક ખાશો તો હેલ્થ માટે પણ સારું રહેશે..
ખજૂરના મોદક
જય ગણેશ ! દોસ્તો ગણપતિદાદા એટલે વિઘ્નહર્તા જ્યારે પણ કઈ પણ સારું કામ કરીએ તો પહેલા આપને વિઘ્નહર્તા ગણેશજીને યાદ કરીએ.
ગણેશચુર્થી થી આનંદ ચૌદસ સુધી ગણપતિબાપા આપની બધાની વચ્ચે રહે છે એ દસ દિવસ માં આપને ગણપતિ દાદા નું પ્રિય ભોજન એટલે કે મોદક અથવા તો લાડુ બનાવીએ છે. મોદક અલગ અલગ પ્રકાર ના બનતાં હોય છે જેમ કે માવાના, ચોકલેટ ના, કોપરા ના, ખજૂર ના વગેરે મોદક બજાર માં અને મીઠાઈ ની શોપ માં જોવા મળે છે. તો આજે આપણે ખજૂર ના મોદક ની રેસીપી જોઈશું જેમાં આપને ખાંડ નો કે માવા નો ઉપયોગ નથી કર્યો.જે સહેલાઈથી ફટાફટ ઘરે બની જાય છે.
- ખજૂર ખાવાથી લોહીનો ઊણપ થતી નથી.
- તાજા ખજૂર નું પાણી પીવાથી જાડા ની તકલીફ દૂર થઈ જાય છે.
- દરરોજ ખાવા માં ખજૂર લેવા થી તન તદુરસ્ત રહે છે અને વજન વધે છે.
- દૂધ સાથે ખજૂર ખાવાથી હાડકા મજબૂત થાય છે.
- ખજૂર કબજીયાત ની તકલીફ માંથી છુટકારો અપાવે છે.
સામગ્રી
- ૧૫ થી ૨૦ નંગ પોચા ખજૂર
- ૧ બાઉલ કાજુ બદામ ની કતરણ
- ૨ ચમચી મિલ્ક પાવડર
- ૨ ચમચી ઘી
- ખસખસ ગાર્નિશ માટે
રીત
સૌ પ્રથમ ખજૂર ના ઠળિયા કાઢી લઈશું.
હવે એક કડાઈમાં ૨ ચમચી ઘી લઈશું.
ત્યારબાદ તેમાં ખજૂર એડ કરીશું.
ખજૂર એકદમ મિક્સ થાય ત્યાં સુધી સતત હલાવો.
હવે તેમાં મિલ્ક પાવડર અને કાજુ બદામ ની કતરણ એડ કરો.
હવે બધું બરાબર મિક્સ કરી લો.
મોદક ના મોલ્ડને ઘી થી ગ્રીસ કરી ને તેમાં ખજૂર નું મિશ્રણ એડ કરો.મોદક તૈયાર થાય એટલે તેના ઉપર ખસખસ લગાવી ગાર્નિશ કરી લો.
રસોઈની રાણી : રીના ત્રિવેદી
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
0 Response to "ખજૂરના મોદક – ગણપતિ બાપ્પાને તો ધરાવજો જ પણ રોજનું એક મોદક ખાશો તો હેલ્થ માટે પણ સારું રહેશે.."
ટિપ્પણી પોસ્ટ કરો