અભિષેકની આ ભૂલથી ઉડી હતી ઐશ્વર્યાના છુટાછેડાની વાતો, ક્યાંક તમે પણ આ જ ભૂલ તો નથી કરી રહ્યા ને..

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બોલીવુડના ફેમસ કપલ છે. આ બંનેની જોડી ખુબ જ પસંદ કરવામાં આવે છે. આજે બંને એક હંસી ખુશી સુખી જીવન જીવી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે એમના જીવનમાં એક એવો સમય પણ આવ્યો હતો જયારે બંનેના છૂટાછેડા અને લડાઈ ઝગડાની ખબરો ચરમ સીમાએ પહોચી હતી. આ ખબરને હવા અભિષેકની એક ભૂલને કારણે મળી હતી.

આ ભૂલથી ઉડી હતી ઐશ અભિષેકના છુટાછેડાની ખબર


આ વાત ૨૦૧૬ ની છે, જયારે ઐશ્વર્યાની ‘સરબજીત’ ફિલ્મની સ્ક્રીનીંગ હતી. અહિયાં એમની સાથે અભિષેક બચ્ચન પણ હતા. જયારે મીડિયાએ બંને કપલનો એક સાથે ફોટો લેવાની વિનંતી કરી તો અભિષેકે ઐશ્વર્યાને હાથ લગાવી આગળ કરી દીધી હતી. અભિષેકે આવુ કરતા કહ્યું હતું કે તમે આમનો ફોટો લો. બસ અહિયાથી જ અફવાહો તેજ થઇ ગઈ કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે બરાબર નથી ચાલી રહ્યું. જોકે, પછીથી અભિષેકએ એક ઈન્ટરવ્યુમાં છૂટાછેડા અને લડાઈ ઝગડાની ખબર ખોટી છે એમ જણાવ્યું હતું. એમણે કહ્યું હતું કે અમારી વચ્ચે બધું જ ઠીક છે.

તો તમે જોયું ને કે કેવી રીતે જાહેરમાં અભિષેકની એક નાનકડી ભૂલે એમના સંબંધને બદનામ કરી દીધો. એવું જ કાંઈક તમારી સાથે પણ થઇ શકે છે. એટલે જો તમે સમાજ અને મિત્રો વચ્ચે તમારા સંબંધની ઈમેજ બગડવા ના ઇચ્છતા હોવ તો આ ભૂલો કરતા બચો.

તમે ના કરો ભૂલો


૧. આજના સમયમાં સોશ્યલ મીડિયાના જમાનામાં દરેક વ્યક્તિ સક્રિય રહે છે. એવામાં તમે ઓનલાઈન કાઈ પણ એવું કરતા બચો જેનાથી તમારા સંબંધ પર કલંક લાગે. જેમ કે તમારા પાર્ટનરનું ખરાબ બોલવું, એને નીચું દેખાડવું, બીજી છોકરી કે છોકરા સાથ ફલર્ટ કરવું,વોટ્સએપ ગ્રુપ પર ઝગડવું, ચેટમાં પાર્ટનર વિષે ખરાબ બોલવું, કે પછી કોઈ પણ એવી કમેન્ટ કરવી જેનાથી લોકોને શંકા જાય કે તમારા સંબંધમાં કાઈ ઠીક નથી ચાલી રહ્યું.

૨. જો તમે કોઈ પાર્ટીમાં, લગ્નમાં કે કોઈ પારિવારિક પ્રોગ્રામમાં છો તો ત્યાં તમારા પાર્ટનર જોડે દલીલથી બચો. ઘરમાં ભલે ગમે એટલા ઝગડા થતા હોય પણ બધાની સામે પોતાના પર નીયંત્રણ રાખવું. એકબીજા સાથે સારી રીતે વર્તન કરો. જો તમે લડશો તો સમાજમાં તમારી મજાક ઉડી શકે છે.

૩. જ્યાં સુધી બની શકે તમારા ઘરની સમસ્યા જાતે જ ઉકેલવાના પ્રયત્ન કરો. જો તમે તમારા નાખુશ લગ્નજીવન વિષે કોઈ સાથે ચર્ચા કરો છો તો એ તમારો ફાયદો ઉઠાવી શકે છે.

0 Response to "અભિષેકની આ ભૂલથી ઉડી હતી ઐશ્વર્યાના છુટાછેડાની વાતો, ક્યાંક તમે પણ આ જ ભૂલ તો નથી કરી રહ્યા ને.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel