આ 4 અધિકારીઓને મળી હવે નવી જવાબદારી, જાણો શુ હશે તેમની કામગીરી
ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદના મનપા કમિશનર રહી ચૂકેલા અને દેશ વિદેશમાં અમદાવાદમાં કોવિડની પરિસ્થિતિને લઈને હાહાકાર મચાવી ચૂકેલા IAS અધિકારી વિજય નેહરા સહિત ચાર સચિવ કક્ષાના અધિકારીઓને પ્રભારી સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ કોરોનાને લઈને જે જવાબદારી વિજય નેહરાને સોંપવામાં આવી હતી તેને લઈને તેઓ ચર્ચામાં રહ્યા હતા. આ પછી તેમની બદલી કરી દેવામાં આવી હતી. કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અંદાજે 2 વર્ષ સુધી કાર્યભાર સંભાળનાર અધિકારી વિજય નેહરાની બદલી કરવામાં આવી હતી. તે સમયે વિજય નેહરાને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતે રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી હતી.
શું રહેશે તેમનું કામ?
ગુજરાત સરકારે IAS કેડરના સચિવ કક્ષાના 4 અધિકારીઓની સેક્રેટરી ઓફ ધી ડિસ્ટ્રીક્ટ એટલે કે પ્રભારી સચિવ તરીકે નીમણૂંક કરી છે. આ ચારેય પ્રભારી સચિવ તરીકે જિલ્લાઓની સમગ્ર વહિવટી કામગીરી ઉપર સંકલન અને દેખરેખ રાખશે.
કોને સોંપાઈ કઈ જવાબદારી?
મેરીટાઈમ બોર્ડના CEO અંવતિકાસિંગ આલોકને આણંદમાં પ્રભારી સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
ગ્રામ્ય વિકાસ સચિવ વિજય નેહરાને બનાસકાંઠામાં પ્રભારી સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
સહકાર સચિવ એન બી ઉપાધ્યાયને જામનગરમાં પ્રભારી સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
નગરપાલિકાઓના કમિશનર રાજકુમાર બનીવાલને પંચમહાલમાં પ્રભારી સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
વિજય નેહરાની ગ્રામીણ વિકાસ સચિવ તરીકે બદલી કરી નાખવામાં આવી છે અને ‘હંગામી ધોરણે’ પદભાર સંભાળી રહેલા મુકેશ કુમારને પૂર્ણકાલીન કમિશનર તરીકે નિમવામાં આવ્યા છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની બદલી કરવાના ગુજરાત સરકારના નિર્ણયની કૉંગ્રેસ ટીકા કરી છે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આ 4 અધિકારીઓને મળી હવે નવી જવાબદારી, જાણો શુ હશે તેમની કામગીરી"
ટિપ્પણી પોસ્ટ કરો