ચોકલેટ મોદક – નાના મોટા દરેકને પસંદ ખુબ પસંદ આવશે બિસ્કિટના ટવીસ્ટ સાથેના આ મોદક…
કેમ છો ફ્રેન્ડસ..જય ગણેશ 🙏
આજે હું ગણપતિ દાદા નાં પ્રસાદ માટે લાવી છું ચોકલેટ મોદક..ચોકલેટ નું નામ આવે એટલે બધાય છોકરાઓ એકદમ ખુશ ખુશ..મોદક અને લાડુ સાથે આપણે શ્રી ગણેશ ને દુર્વા અર્પણ કરતા હોય છે .. તો આજે આપણે જોઇશું કે ગણેશજી પર દૂર્વા કેમ ચઢાવવામાં આવે છે ? અને ગણપતિ ભગવાન દુર્વા જોઈને વધારે ખુશ કેમ થાય છે.
દુર્વા એક પ્રકારનો ઘાસ છે જે ઘણીવાર બગીચામાં જોવા મળે છે. આ દુર્વા ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. ગણેશજીને દુર્વા અર્પણ કરવું ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે. એક ગણેશજી એવા દેવતા છે, જેના પૂજનમાં દૂર્વાનો ઉપયોગ થાય છે.દુર્વાને તેના મૂળથી તોડ્યા પછી પાણી થી સાફ કરી 21 દુર્વાઓને ભેગી કરીને એક ગાંઠ બાંધી પછી ગણતિદાદાને અર્પણ કરવામાં આવે છે.
હવે દુર્વા કેમ ચઢાવવા માં આવે છે તે આપણે જોઈ લયિયે. અનલાસૂર નામનો રાક્ષક હતો. તેનાં ક્રોધ થી બધા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તેના આ ક્રોધ થી ઋષિ મુની, દેવી દેવતા, માનવ પ્રાણીઓ, પક્ષીઓ બધા દુખી હતા. ઘણી વાર ગણેશ ભગવાન અવતાર ધારણ કરીને તેમની રક્ષા કરતાં હતા.
બધા સાથે મળીને આ આતંકને રોકવા માટે શિવજી પાસે ગયા અને વિનંતી કરે છે કે ભોલેનાથ આ ક્રૂર રાક્ષસથી અમને બચાવો. તેના આતંકને જલદીથી સમાપ્ત કરો.
ભગવાન શિવ વિનંતિ સાંભળીને બધાને કહે છે કે આનો ઉપાય ફક્ત ગણેશ પાસે છે.પછી બધા ગણપતિ દાદા પાસે અલાસુરનો વધ કરવા માટેની પ્રાર્થના કરવા જાય છે. અને ગજાનંદ સૌનું દુખ જોઈ વધ કરવા માટે તૈયાર થઈ જાય છે, ત્યારબાદ ગણેશ અને અલનાસુર વચ્ચે યુદ્ધ થાય છે જેમાં લમ્બોદર ગણેશ રાક્ષસને ગળી જાય છે. રાક્ષસને ગળી ગયા પછી ગણેશજી નાં પેટમાં બળતરાં થવા લાગે છે.ત્યારે બધા જ દેવી દેવતાઓ આ બળતરા શાંત કરવા માટેના ઉપાય શોધવા લાગે છે. અને ઘણા ઉપાયો અજમાવ્યા પરંતુ કોઈ ફેર પડ્યો નહી કે પીડા શાંત થઈ નહી,ત્યારે પછી કશ્યપ ઋષીએ દુર્વાની 21 ગાંઠ બનાવી શ્રી ગણેશને ખાવા આપી. આમ કરવાથી ભગવાન ગણેશના પેટમાં થતી અસહ્ય બળતરા શાંત થાય છે.આ પછી ભગવાન ગણેશ દુર્વાથી કે તેને જોઈને ખૂબ જ ખુશ થાય છે અને જે દૂર્વા ભગવાન ગણેશને અર્પણ કરે છે તેની સર્વ મનોકામના ભગવાન ગણેશ પૂરી કરે છે….
હવે ચોકલેટ મોદક માટે ની સામગ્રી જોઈ લઈએ..
“ચોકલેટ મોદક “
સામગ્રી :-
- 1 પેકેટ – મેરી ગોલ્ડ બિસ્કીટ
- 2 ચમચી – ચોકલેટ સીરપ
- 4 ચમચી – ઘી
- 1/2 વાટકી – બોર્નવિટા
- 1 ચમચી – મિલ્ક પાઉડર
- 10 નંગ – જેમ્સ
- મોદક મોલ્ડ અને ટુથપિક
રીત :-
સૌ પ્રથમ એક બાઉલ માં બિસ્કીટ નાં ટુકડા કરી લો. હવે એક મિક્સર જાર માં બિસ્કીટ નાં ટુકડા સાથે 3 ચમચી બોર્નવિટા અને 1 ચમચી મિલ્ક પાઉડર ઉમેરી ક્રશ કરી લેવા.
હવે એક બાઉલ માં કાઢી બીજું બોર્નવિટા ,ઘી, ચોકલેટ સીરપ ઉમેરી સરખું લોટ બંધાય એવું ડોવ તૈયાર કરી લેવો.
હવે મોદક નો મોલ્ડ લઈ ઘી થી ગ્રીસ કરી તેમાં ચોકલેટ નું મિશ્રણ ભરી અંદર જેમ્સ નાખી મોદક બનાવી લેવા.
ક્યારેક મોલ્ડ નાં હોય તો આપણે મોદક જેવો જ આકાર ટૂથપીક થી આપી શકી છે.
તે માટે લોટ હાથ માં લઈ તેને પેલા મોદક જેવું કરી લેવું હવે ટુથપીક થી લાઈન કરી લેવી. મોલ્ડ જેવો જ આકાર આવશે …
તો તૈયાર છે બાપ્પા માટે ચોકલેટ મોદક …
રસોઈની રાણી : નેહા આર. ઠક્કર
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.









0 Response to "ચોકલેટ મોદક – નાના મોટા દરેકને પસંદ ખુબ પસંદ આવશે બિસ્કિટના ટવીસ્ટ સાથેના આ મોદક…"
ટિપ્પણી પોસ્ટ કરો