કૃષ્ણ જન્મોત્સવ પર ઘરમાં લાવો આ ૪ વસ્તુ, ક્યારેય નહિ આવે ધનની પરેશાની અને આર્થિક સમસ્યાથી મળશે છુટકારો

આપણા દેશમાં કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ માટે દરેક લોકો ને ઉત્સાહ હોય છે.  લોકો ઘરે ઘરે ઉત્સાહથી કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવે છે.  કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીનો તહેવાર. આ વખતે કૃષ્ણ જન્મોત્સવ 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટે ઉજવવામાં આવશે. પરંતુ આ વખતે કોરોનાને કારણે ભવ્યાતિભવ્ય ઉજવાતા આ તહેવારમાં થોડી ઝાંખપ આવે તેવી શક્યતા છે. આ સંકટના કારણે પણ ભક્તોના ઉત્સાહમાં કોઇ ઉણપ નહી આવે.

મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને આ વાત કહી હતી કે આ વસ્તુઓ જન્માષ્ટમીએ લાવશો તો ઘરમાં ક્યારેય આર્થિક સમસ્યા નહી આવે. એટલા માટે ઘરમાં હંમેશા માતા લક્ષ્મીજીનો વાસ રહે એ માટે જન્માષ્ટમીએ આ વસ્તુઓ લાવવી જોઇએ.

image source

ચંદન

ઘરમાં ચંદન રાખવું શુભ માનવામાં આવે છે. વાતાવરણની નકારાત્મક ઉર્જા તેની સુગંધ દ્વારા દૂર થાય છે. ચંદન તમામ દેવી-દેવતાઓની પૂજામાં વિશેષ મહત્વનું છે. ચંદનનું તિલક લગાવવાથી મનને શાંતિ મળે છે. કારણ કે માથા પર જ્યાં તિલક કરાય છે ત્યાં આજ્ઞા ચક્ર હોય છે. એટલા માટે જન્માષ્ટમીના દિવસે આ ચંદન ઘરે ખરીદીને લઇ આવવું જોઈએ.

image source

વીણા

વીણા એ માતા સરસ્વતીની પ્રિય છે જેથી એને ઘરમાં રાખવાથી એમની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી તમારી દરેક સમસ્યાઓ નો આપમેળે ઉકેલ આવી જશે. વીણાને ઘરની શાંત અને એકાંત જગ્યાએ રાખવી જોઈએ. ઘરમાં પૈસાની કમી ક્યારેય થતી નથી.

image source

વાંસળી

આપણે જાણીએ જ છીએ કે ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે. જે ઘરમાં વાંસળી હોય છે ત્યાં ધન અને પ્રેમની ઉણપ આવતી નથી. જન્માષ્ટમી ના ઉત્ય્સવ પર એને લઇ આવવાથી વધારે લાભ મળે છે. વાસ્તુ અનુસાર પણ તેને ઘરમાં રાખવાથી લાભ થાય છે. વાંસની વાંસળી ઘરમાં રાખવાથી ગૃહક્લેશની સમસ્યા પણ દૂર રહે છે.

image source

મધ

આ જન્માષ્ટમીએ મધ ન હોય તો તેને ખરીદી લાવવું જોઇએ. ઘરમાં મધ ખરીદી લાવવાથી વાસ્તુના તમામ દોષ શાંત થાય છે. તેમજ પૂજામાં મધ મહત્વપૂર્ણ છે. તે તમામ દેવી-દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. જે ઘરોમાં દરરોજ પૂજા કરવામાં આવે છે એમણે ભગવાનને ભોગ ધરાવતી વખતે મધનો ઉપયોગ કરવો જોઇએ. જેનાથી ભગવાનની વિશેષ કૃપા બની રહે છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "કૃષ્ણ જન્મોત્સવ પર ઘરમાં લાવો આ ૪ વસ્તુ, ક્યારેય નહિ આવે ધનની પરેશાની અને આર્થિક સમસ્યાથી મળશે છુટકારો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel