જોઇ લો તસવીરોમાં દીકરાને જન્મ આપ્યા પછી સંધ્યા બિંદણી કેટલી થઇ ગઇ હતી જાડી…
‘દીયા ઔર બાતી હમ’ ફેમ એક્ટ્રેસ દીપિકા સિંહનું વજન દીકરા સોહમના જન્મ બાદ વધી ગયું હતું. જેના કારણે તે અવારનવાર ટ્રોલ થતી હતી. તેનું કહેવું છે કે, સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકોએ કરેલી બિભત્સ ટિપ્પણીએ તેને નિયમિત જિમમાં જવા માટે પ્રેરિત કરી હતી. ‘દિયા ઔર બાતી હમ’માં સંધ્યા બિંદણીનો કિરદાર નિભાવીને ઘરે-ઘરે ફેમસ થયેલી અભિનેત્રી દીપિકા સિંહ હવે ૩ વર્ષના દીકરાની માતા છે. ૨૦ મે ૦૧૭ના દિવસે દીપિકાએ દીકરા સોહમને જન્મ આપ્યો હતો.
પ્રેગનન્સી પીરિયડ દરમિયાન દીપિકાનું વજન વધી ગયું હતું અને તેના કારણે સોશિયલ મીડિયા પર લોકો તેની મજાક ઉડાવવા લાગ્યા હતા. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં દીપિકાએ બૉડી શેમિંગના કારણે ટ્રોલ થવા પર પોતાના એક્સપીરિયન્સ શેર કર્યો હતો. દીકરાના જન્મ સમયે તેનું વજન ૭૩ કિલો જેટલું થઈ ગયું હતું.
એક દિવસ તેણે પોતાના જન્મદિવસ પર એક ફોટો શેર કર્યો અને લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું અને નેગેટિવ કમેન્ટ્સ કરી હતી. ટોણા મારવા અને નેગેટિવ કમેન્ટ્સ કરતા લોકોને એ વાતનો પણ ખ્યાલ ન રાખ્યો કે તેઓ જેને ટ્રોલ કરી રહ્યા છે, તેનો જન્મ દિવસ છે. એક શખ્સે કહ્યું કે, તમે આટલા સારા અભિનેત્રી છો, તમારે રાહ જોવાની હતી, હવે તમને કોઈ કોલ નહીં કરે. જરા જુઓ, કેટલા ગંદા લાગી રહ્યા છો.
દીપિકાના પ્રમાણે, તેણે ટ્રોલર્સની વાતને ગંભીરતાથી લીધી અને એ બાદ નિર્ણય કર્યો કે હવે તે જીમ શરૂ કરીશ. જે બાદ તે રેગ્યુલર જીમ જવા લાગી. તેણે ટ્રૉલર્સના કમેન્ટ્સના સ્ક્રીન શોટ્સ મોબાઈલ પર રાખી લીધા હતા. દીપિકાના પ્રમાણે, તેને જ્યારે જીમ જવાની આળસ આવતી હતી તો તે કમેન્ટ્સ જોઈ લેતી હતી. જે બાદ તેની અંદર એક નવી ઊર્જા આવી જતી હતી. તેણે ખૂબ જ કાર્ડિયો અને સાઈકલિંગ કર્યું. જે બાદ તેણે જિમમાં વર્કઆઉટ કરવામાં મજા આવવા લાગી. સાથે જ તેણે ભોજનમાં ખૂબ જ ધ્યાન રાખ્યું.
ફાઈનલી, તેણે વજનને કંટ્રોલ કરીને એ ટ્રોલર્સને જવાબ આપ્યો. ઉલ્લેખનીય છે કે દીપિકાએ ૨ મે, ૨૦૧૪ના ડાયરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે લગ્ન કર્યા. હતા. લગ્નના ૩ વર્ષ બાદ એટલે કે મે, ૨૦૧૭માં તેણે દીકરા સોહમને જન્મ આપ્યો હતો. દીપિકા સિંહે ‘દિયા ઔર બાતી હમ’ શોથી એક્ટિંગની દુનિયામાં પગ રાખ્યો હતો.
જેમાં તેણે ૨૦૧૧ થી ૨૦૧૬ સુધી મુખ્ય કિરદાર નિભાવ્યો હતો. આ શોમાં તેણે સંધ્યા રાઠીની ભૂમિકા નિભાવી હતી, જે બાદ તે સંધ્યા બિંદણીના નામે જાણીતી થઈ ગઈ. ‘દિયા ઔર બાતી હમ’ની સાથે દીપિકાએ ‘નચ બલિએ-6’ અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘કવચ’માં પણ કામ કર્યું છે.
હાલમાં જ દીપિકાની માતાને કોરોના થઈ ગયો હતો, જેના પર તેણે વીડિયો શેર કરીને મદદ માંગી હતી. આ વાયરલ વીડિયોમાં દીપિકા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સંબોધિત કરી રહી છે. તેણે કહ્યું કે, સર, મારા મમ્મીની ઉંમર ૫૯ વર્ષ છે. તેઓ દિલ્હીમાં રહે છે, મારા પિતા તેમની સાથે છે. તેમનો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચાર દિવસ પહેલા તેમનો ટેસ્ટ થયો હતો, પણ તેમના હાથમાં હજી સુધી રિપોર્ટ સોંપવામાં આવ્યો નથી. માત્ર પિતાને કહ્યું કે, એ રિપોર્ટની તસવીર ક્લિક કરીને લઈ જાય. તેમની પાસે વોટ્સએપ પણ નથી. અમારા હાથમાં રિપોર્ટ ન હોવાથી અમે કોઈ પણ હોસ્પિટલને તેઓને બતાવી શક્તા નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જોઇ લો તસવીરોમાં દીકરાને જન્મ આપ્યા પછી સંધ્યા બિંદણી કેટલી થઇ ગઇ હતી જાડી…"
ટિપ્પણી પોસ્ટ કરો