આ દેશના પ્રિન્સની દીલદારી પર તમને પણ થશે ગર્વ, જેમને પક્ષી માટે પોતાની SUVમાં બેસવાનું કરી દીધું બંધ

દૂબઈના પ્રિન્સે પક્ષી માટે પોતાની SUVમાં બેસવાનું બંધ કરી દીધું – નેટીઝન્સ પ્રિન્સની આ દીલદારી પર થઈ રહ્યા છે ફીદા

દુબઈ ક્રાઉન પ્રિન્સ, શેખ હમદન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ ઇન્સ્ટાગ્રામના કિંગ છે, જ્યાં તેમને દુનિયા ફઝાના નામથી ઓળખે છે. થોડા દિવસ પહેલાં તેમણે નેટીઝન્સનું દીલ જીતી લીધુ હતું. વાસ્તવમાં તેમની લક્ઝરી SUV કારના બોનેટ પર એક કબૂતરે માળો બનાવી લીધો છે. તેવામાં જો તેઓ પોતાની કાર વાપરે તો તેનો માળો હટાવવો પડે. માટે તેમણે પોતાની આ કારમાં બેસવાનું જ બંધ કરી દીધું.

image source

માત્ર આટલુ જ નહીં પણ તેમણે કારની ચારે તરફ લાલ ટેપથી એક સુરક્ષિત ઘેરો પણ બનાવી લીધો જેથી કરીને કોઈ કબૂતરને ડીસ્ટર્બ ન કરી શકે. તેમની આ મહેનત સફળ રહી અને હવે કબૂતરના ઇંડામાંથી બચ્ચા પણ નીકળી આવ્યા છે.

જુઓ તેમની આ વિડિયો. તેમણે આ વિડિયો 12મી ઓગસ્ટના રોજ ઇન્ટા પર શેર કરી હતી અને લખ્યું હતું, ‘ક્યારેક ક્યારેક જીવનમાં નાનીનાની વસ્તુઓ ઘણી પૂરતી થઈ રહે છે.’ અત્યાર સુધીમાં આ વિડિયોને લાખો વ્યૂઝ અને લાખો લાઇક્સ મળી ચૂકી છે. કબૂતરના માળાને સાંચવી રાખવા માટે દુબઈના પ્રિન્સે પોતાની એસયુવી થોડા સમય માટે વાપરવાનું બંધ રાખ્યું છે.

image source

4થી ઓગસ્ટે ખલીજ ટાઈમ્સે એક વિડિયો શેર કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે શેક હમદન મોહમ્મદ કેટલાક સમય સુધી પોતાની એસયુવી નહીં યુઝ કરે. કારણ કે તેમની કાર પર પક્ષિઓએ માળો બનાવી લીધો છે. તમને જણાવી દઈએ કે શેક હમદન દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમના બીજા દીકરા છે, જે મોટા ભાઈના રહેતા ક્રાઉન પ્રિન્સ બન્યા.

image source

શેખ હમદન બીન મોહમ્મદ બીન રાશિદ અલ મકતૌમ દુબઈના ક્રાઉન પ્રિન્સ છે, તેઓ ખાસ કરીને ફઝા નામથી જાણીતા છે અને આ નામ હેઠળ તેઓ પોતાની કવિતાઓને પ્રકાશિત કરે છે. તેમના આ નામનો અર્થ અરેબિકમાં થાય છે – એવી વ્યક્તિ કે જે મદદ કરે છે.

પ્રિન્સ શેખ હમદન સોશિયલ મિડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેઓ અવારનવાર પોતાની વિવિધ પ્રવૃત્તિઓની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતા રહે છે. ક્યારેક પોતાના પાલતુ ઇગલ્સ સાથે તો વળી ક્યારેક ઘોડા સાથે તો વળી ક્યારેક પોતાની બાળપણની તસ્વીર શેર કરે છે.

image source

તેઓ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 1 કરોડ કરતાં પણ વધારે ફોલોઅર્સ ધરાવે છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલી પંખી અને તેના ઇંડામાંથી બહાર આવતા બચ્ચાની વિડિયોને પહેલાં ચોવીસ કલાકમાં જ લાખો વ્યૂઝ મળી ગયા હતા. અને નેટીઝન્સ શેખ હમદનના આ વર્તનને ખૂબ વખાણી પણ રહ્યા છે.

image source

એક યુઝરે ઇન્સ્ટાગ્રામ પરની વિડિયો પર કમેન્ટ કરતા લખ્યું છે, ‘ખુબ જ સુંદર અને ટચીંગ.’ તો બીજા યુઝરે લખ્યું છે તમારી આ દયાળુતાને ધન્ય છે અને પંખીને નસીબદાર ગણાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આ દેશના પ્રિન્સની દીલદારી પર તમને પણ થશે ગર્વ, જેમને પક્ષી માટે પોતાની SUVમાં બેસવાનું કરી દીધું બંધ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel