આ દુલ્હનના ઠુમકાનો છે અલગ જ અંદાજ, વિડીયો જોઇને તમે પણ બોલી ઉઠશો…
લગ્ન દરેક વ્યક્તિના જીવનનું એક સપનું હોય છે. યુવક હોય કે યુવતી દરેક વ્યક્તિ તે માટેની ખાસ તૈયારીઓ કરવા લાગે છે. લગ્નનું નામ બંને પરિવારના લોકોમાં આનંદનો માહોલ તૈયાર કરી લે છે. બંને પક્ષે આ માટેની ઉતાવળ પણ હોય છે.
લગ્ન હોય એટલે ડાન્સ અને સંગીત તો અચૂક હોય જ છે. આ જ કારણ છે કે યુવક અને યુવતીઓમાંથી કોઈ ક્યારેક એવી હરકત કરી લે છે જે ચર્ચાનો વિષય બને છે. યુવક અને યુવતીઓ બંનેને પોતાના લગ્નની ખૂબ જ ઉતાવળ હોય છે. પરંતુ યુવકોની તુલનામાં યુવતીઓ લગ્નને લઈને વધારે ઉત્સાહિત રહે છે. યુવતીઓ લગ્નના ઘણા દિવસો પહેલાથી જ લગ્ન વિશે ઘણી બધી બાબતો વિચારીને રાખે છે.
દુલ્હનના લગ્નની તૈયારીઓમાં વધારે સમય જતો હોવાથી તેઓ પહેલાથી જ નક્કી કરી લેતી હોય છે એ લગ્નનાં દિવસે કઈ ડિઝાઇનનો લહેંગો પહેરશે અને કયા મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ કરાવશે. કન્યાઓને દુલ્હન બનવાનો આનંદ અનેરો હોય છે. આજકાલ સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં દુલ્હન ડાન્સ કરતી હોય છે. આજકાલ આ એક ટ્રેન્ડ બની ગયો છે કે એન્ટ્રીના સમય પર દુલ્હનનો ડાન્સ ફરજિયાત હોય છે. તમને ખૂબ જ સરળતાથી ઇન્ટરનેટ પર હજારો દુલ્હનનાં ડાન્સના વીડિયો મળી જશે.
અહીં અમે તમારા માટે એક એવો વીડિયો લઈને આવ્યા છીએ જે એક લગ્નનો છે અને તેમાં તમે જોઈ શકશો કે વરમાળા બાદ દુલ્હન કઈ રીતે સની લિયોનીના હિટ ગીત “સૈયા સુપરસ્ટાર” પર ઠુમકા લગાવી રહી છે.
આસપાસના પરિવાર અને મિત્રો તથા દુલ્હેરાજા પણ પોતાની દુલ્હનને પણ નિહાળી રહ્યા છે. દુલ્હનનો ડાન્સ જોઈને વરરાજા શરમાઈ ગયા છે. પરંતુ સોશ્યલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ ચર્ચામાં છે. આ દુલ્હનનો ડાન્સ 3.5 કરોડ લોકોએ જોયો છે. આ વીડિયો વરમાળા બાદનો છે. દુલ્હનને ઠુમકા લગાવતી જોઈને દુલ્હેરાજા પણ વિચારમાં પડી ગયા હતા.
દુલ્હને ડાન્સ સમયે અનેક ક્યૂટ એક્સપ્રેશન આપ્યા છે અને તે જોવા લાયક છે. ફક્ત ડાન્સ નહીં પણ દુલ્હનના એક્સપ્રેશનને કારણે પણ આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દુલ્હનના લૂકની સરખામણીએ જાણીતી અભિનેત્રી ઉર્મિલા માતોંડકર સાથે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ક્યૂટ ડાન્સ વીડિયોને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો લાઈક કરી ચૂક્યા છે. અનેક લોકોએ તેને શેર પર કર્યો છે. જેને પણ આ વીડિયો જોયો છે તેઓ દુલ્હનના ડાન્સને એન્જોય કરી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ દુલ્હનના ઠુમકાનો છે અલગ જ અંદાજ, વિડીયો જોઇને તમે પણ બોલી ઉઠશો…"
ટિપ્પણી પોસ્ટ કરો