રિયા શબઘરમાં ગઈ હતી અને તેણે સુશાંતના ચરણસ્પર્શ કરી કહી હતી આ વાત

સુશાંત સિંહ રાજપૂત ની આત્મહત્યા કેસમાં અત્યાર સુધીમાં અનેક વળાંકો આવી ચૂક્યા છે. એક્ટરની આત્મહત્યા પછી બોલિવૂડમાં ચાલતા નેપોટેશિયમએ જોર પકડ્યું હતું. ત્યારબાદ આ કેસમાં કરોડોની હેરફેરની વાત સામે આવી અને ત્યાર પછી સુશાંતના ફેન્સ અને તેના પરિવાર નો ટાર્ગેટ બની ગઈ રિયા ચક્રવર્તી.

image source

અત્યાર સુધી સુશાંતસિંહ મામલે કોઇપણ પ્રકારનું નિવેદન ન આપનાર રિયા ચક્રવર્તીએ મીડિયા સમક્ષ એક મુલાકાત આપી હતી. જેમાં તેણે પોતાના પર લાગેલા તમામ આરોપો વિશે ખુલાસો કર્યો હતો. તેણે પહેલીવાર સુશાંત સાથેના સંબંધો અને તેના મોત પછી થઈ રહેલી ચર્ચાઓ વિશે વાત કરી હતી.

image source

જ્યારે રિયા ને પૂછવામાં આવ્યું કે તે સુશાંતના મૃત્યુ પછી તે શબઘરમાં ગઈ હતી.. તે વાતના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, 14 જૂને બપોરે બે વાગ્યે હું મારા ઘરમાં સૂતી હતી ત્યારે મારી એક મિત્રનો ફોન આવ્યો અને કહ્યું કે આવી અફવાઓ ચાલી રહી છે સાથે જ તેને કહ્યું કે સુશાંત ને કહેવામાં આવે તે એક સ્ટેટમેન્ટ બહાર પાડે અને કહે કે મને કંઈ જ થયું નથી અને આ બધી અફવાઓ છે. પણ ત્યાં જ 15 મિનિટમાં જ કન્ફર્મેશન આવી ગયું કે સુશાંતે આત્મહત્યા કરી છે.

image source

આગળ પ્રિયાએ કહ્યું કે સુશાંત ના મોતના સમાચાર આવ્યા બાદ તેના ઘરે ગઈ ન હતી આ સમાચાર સાંભળી તે સાવ તૂટી ગઈ હતી અને હાથમાં હતી ત્યારે તેને સમજાતું ન હતું કે શું કરવું આ સાથે જ તેને કહેવામાં આવ્યું કે સ્મશાન યાત્રા ની યાદીમાં તેનું નામ નથી જ્યારે ઇન્ડસ્ટ્રીના બીજા લોકોના નામ હતા. આ વાતથી સ્પષ્ટ થયું કે પરિવારના લોકો ઇચ્છતા નથી કે તે ત્યાં જાય. તેમ છતા શાંતિ અંતિમવિધિમાં જવા માટે રિયા તૈયાર હતી પરંતુ યુવાનો મિત્રોએ તેને સમજાવ્યું કે અંતિમ વિધિ માટેની યાદીમાં તેનું નામ નથી તેથી તે ત્યાં ન જઈ શકે.

image source

રિયા ની માનસિક સ્થિતિ બરાબર ન હતી તે જોઈ તેના બે મિત્રો એ સમજાવ્યું કે તે સુશાંત ની બોડી ને છેલ્લી વાર જરૂર જોઈ લે. આ કારણથી તે શબ ઘરમાં ગઈ હતી. શબઘરમાં ગયા બાદ સોરી બાબુ કહેવાનું કારણ પૂછતાં રિયાએ જવાબમાં જણાવ્યું હતું કે, આવી સ્થિતિ માં બીજું કોઈ શું કહે ? રિયા એ સ્પષ્ટતા કરી હતી કે સોરી બાબુ કહેવાનો અર્થ એવો હતો કે સોરી કે તમે તમારો જીવ ગુમાવ્યો… સોરી કે તમારા મોતને મજાક બનાવી દેવામાં આવ્યું…

image source

રિયા એ આગળ ઉમેર્યું હતું કે સબ ઘરમાં તે માત્ર ત્રણથી ચાર સેકન્ડ ઊભી રહી હતી. બોડીને અંતિમ યાત્રા માટે લઈ જવાની તૈયારીઓ થઇ ચૂકી હતી. ત્યારે રિયાએ સુશાંતના સન્માનમાં તેના ચરણસ્પર્શ પણ કર્યા હતા. ભારતીય તરીકે દરેક વ્યક્તિ સમજી શકે કે કોઇ વ્યક્તિ આવા સમયે પગે શા માટે લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "રિયા શબઘરમાં ગઈ હતી અને તેણે સુશાંતના ચરણસ્પર્શ કરી કહી હતી આ વાત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel