ગુજરાતમાં ભાજપ પર કોરોનાનું ગ્રહણ, આ 6 નેતાઓ કોરોનાની ઝપેટમાં…
ભાજપના વધુ એક નેતા ડો. કિરીટ સોલંકીને થયું કોરોનાનું સંક્રમણ – એક જ દિવસમાં ભાજપના 6 નેતાઓ કોરોનાથી સંક્રમિત
સમગ્ર દેશમાં દિવસેને દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં રોજના સૌથી વધારે કોરોના સંક્રમિતોના કેસ સાથે ભારત પ્રથમ ક્રમે આવી ગયું છે જે એક મોટો ચિંતાનો વિષય છે. બીજી બાજુ લોકડાઉ પણ મહદઅંશે ખોલી દેવામા આવ્યું છે માટે સંક્રમણ વધવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. આ બધા વચ્ચે સામાન્ય લોકોની સાથે સાથે નેતાઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે.
ગઈ કાલે ગુજરાતના સાંસદ ડો. કિરીટ સોલંકીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. આમ ભાજપના ચાર-ચાર નેતાઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આમ છેલ્લા એક દિવસમાં જ ભાજપના 6 નેતાઓને કોરોનાનું સંક્રમમ લાગ્યું છે. આ બાબતે ડો. કિરીટ સોલંકીએ પોતાના ફેસબુક પર લખેલી એક પોસ્ટમાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને 20મી ઓગસ્ટ 2020થી થોડો થોડો તાવ આવી રહ્યો હતો અને થોડી શરદી પણ લાગતી હતી, ત્યારથી જ તેઓ આઈસોલેશનમાં રહ્યા હતા.
છેવટે લક્ષણો દૂર ન થતાં તેમણે કોવિડનો ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો, પણ લક્ષણો માઇલ્ડ હોવાથી તેમને દાખલ નહીં થઈને ઘરમાં સ્ટ્રીક્ટ હોમ ક્વોરેન્ટાઇન રહેવાની સલાહ ડોક્ટર દ્વારા આપવામા આવી છે. તેમણે એ પણ જણાવ્યું કે આ સમય દરમિયાન જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હોય તેમણે તબીબી સલાહ લેવી જોઈએ. આમ અત્યાર સુધીમાં અમિતશાહ, રમેશ ધડુક અને ડો. કિરીટ સોલંકી તેમજ 16 ધારાસભ્યો, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોના વયારસથી સંક્રમિત થઈ ચૂક્યા છે.
સૂરતના મજૂરા વિધાનસભા બેઠકના ધારા સભ્ય હર્ષ સંઘવી ગઈકાલે કોરોનાથી સંક્રમિત થયા હોવાનો અહેવાલ મળ્યો હતો. તમને જણાવી દઈ કે હર્ષ સંઘવીએ સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન જૂનાગઢના કેશોદના ચાર રસ્તા પર ગરબા રમ્યા હતા. જે ઘટના કેમેરામાં રેકોર્ડ પણ થઈ ગઈ છે. તમને એ પણ જણાવી દઈએ કે સી.આર. પાટીલના સૌરાષ્ટ્રની મુલાકાત વખતે કોરોનનો અત્યંત જરૂરી નિયમ એવા સોશિયલ ડિસ્ટન્સિંગની ભારોભાર અગણના કરવામા આવી હતી. અને તે વખતે તેના કારણે કોરોના સંક્રમણ ફેલાવાનો ભય પણ વ્યક્ત કરવામા આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ નેતાઓ કોરોનાગ્રસ્ત
સુરતના ધારાસભ્ય બાદ સુરેન્દ્રનગર ખાતેના ભાજપના નેતા પણ કોરોનાના સંક્રમણની જપેટમાં આવ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લા ખાતેના મહામંત્રી જગ્દીશ મકવાણાને પણ કોરોનાના લક્ષણો જણાતા કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય સુરેન્દ્ર નગર જિલ્લાના જ યુવા નેતા અને યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમારને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. ગઈકાલે સવારે જ તે બન્નેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા ત્યાર બાદ બપોરના સમયે દિલીપ પટેલ કે જે જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
કોંગ્રેસ નેતા ભરતસિંહ છેલ્લા 67 દિવસથી કોરોનાની સારવાર લઈ રહ્યા છે
ભરતસિંહ સોલંકી કે જે કોંગ્રેસના પૂર્વ પ્રમૂખ રહી ચૂક્યા છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે તેમને પણ લગભગ બે મહિનાથી કોરોનાનું સંક્રમણ લાગેલું છે. તેમને 22મી જૂને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. ત્યાંથી તેમને સારવાર માટે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા અને હાલ પણ તેમની સારવાર હોસ્પિટલમાં ચાલુ જ છે. તેમને હોસ્પિટલમાં દાખલ થયે 67 દિવસનો સમય પસાર થઈ ગયો છે. કોરોનાની માઠી અસર તેમના શરીર પર થઈ છે. તેઓ કેટલાક લોકોને તો ઓળખાતા પણ નથી તેવું નબળુ તેમનું શરીર દેખાવા લાગ્યું છે. જો કે થોડા દિવસો પહેલા તેમનો કોરોના રિપોર્ટ તો નેગેટિવ આવી ગયો છે અને તેમને આઈસીયુમાંથી બહાર ખસેડી દેવામા આવ્યા છે પણ ત્યારબાદની સારવાર હજુ ચાલુ છે.
રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ કોરોના વિશેની માહિતી જાતે ટ્વિટ કરીને આપી હતી. તેમણે પોતાની ટ્વિટમાં જણાવ્યું કે, ‘મારો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને મારી તબિયત સારી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન મારા સંપર્કમાં આવેલ તમામ લોકો સ્વેચ્છાએ હોમ કવોરન્ટાઇન થાય અથવા તો ડોક્ટર પાસે ટેસ્ટ કરાવવા વિનંતી. ભગવાન ભોળાનાથ તથા આપ સૌના આશીર્વાદથી હું ઝડપથી સ્વસ્થ થઈ જઈશ’
અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસના 20 નેતાઓ બન્યા કોરોના સંક્રમણનો શિકાર
તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષના 20 નેતાઓને કોરોનાનું સંક્રમણ લાગી ચૂક્યું છે. જેમાં ભાજપના હર્ષ સંઘવી જેમની સારવાર ચાલી રહી છે, કિશોર ચૌહાણ કે જેમને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે, નિમાબહેન આચાર્ય કે જે હજુ સારવાર હેઠળ છે. બલરામ થાવાણી તેમને પણ ડિસ્ચાર્જ આપી દેવામા આવ્યો છે.
પૂર્વેશ મોદી, જગ્દીશ પંચાલ, કેતન ઇનામદાર, વી.ડી. ઝાલાવાડિયા, રમણ પાટકર આ બધાને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યા છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના સી.જે. ચાવડા, ઇમરાન ખેડાવાલા, નિરંજન પટેલ, કાંતિ ખરાડી, ચિરાગ કાલરિયા, ગેનીબેન ઠાકોર, રઘુ દેસાઈ, શંકરસિંહ વાઘેલા, આ લોકોને પણ કોરોનાનુ સંક્રમણ લાગ્યું હતું જેમને સારવાર આપીને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. જ્યારે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની હાલ સારવાર ચાલી રહી છે, તો ભાજપના અમિતશાહ કે જે હાલ દેશના ગૃહ મંત્રી છે તેમને ડિસ્ચાર્જ આપી દેવામા આવ્યો છે. તો ડો. કિરીટ સોલંકી કે જે સંસદ સભ્ય છે તેમને હાલ હોમ ક્વોરેન્ટિન કરવામાં આવ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "ગુજરાતમાં ભાજપ પર કોરોનાનું ગ્રહણ, આ 6 નેતાઓ કોરોનાની ઝપેટમાં…"
ટિપ્પણી પોસ્ટ કરો