આ શહેરમાં અવાજથી થશે કોરોનાના દર્દીની ઓળખ, જાણો કેવી રીતે…
હવે કોરોનાના દર્દીને અવાજથી ઓળખી શકાશે, આ શહેરમાં શરૂ કરવામાં આવ્યા ટેસ્ટ.
આપ સૌ જાણો છો તેમ આખી દુનિયા હવે કોરોના વાયરસના ઝપેટામાં આવી ગઈ છે. કઈ કેટલાય લોકો કોરોના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે અને કેટલાય લોકોનો આ ખતરનાક વાયરસે જીવ લીધો છે. આ જીવલેણ કોરોના વાયરસને ઓળખવા તથા તેની સારવાર માટે અનેક પ્રયાસો દુનિયાના તમામ દેશમાં થઈ રહ્યા છે.
ભારતમાં પણ આ જીવલેણ વાયરસને નાથવાના પ્રયાસો જોરશોરથી ચાલી રહ્યા છે. જેને પગલે દેશમાં આજથી વધું એક પાયલટ પ્રોજેક્ટ શરુ થવા જઈ રહ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત દેશમાં કોરોનાની ઓળખ થશે. આ નવતર ટેસ્ટમાં કોરોનાના દર્દીને તેના અવાજથી ઓળખી શકાશે. તમને જણાવી દઈએ કે અમેરિકા અને ઈઝરાઈલમાં આ ટેક્નીકનો ઉપયોગ થઈ રહ્યો છે.
દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ આપણા દેશમાં પણ કોરોના વાયરસને લગતા અલગ અલગ પ્રયતનો થઈ રહ્યા છે. એવા માં દેશમાં પ્રથમવાર અવાજથી કોરોનાના દર્દીની ઓળખ થશે. આ નવા પ્રકારના ટેસ્ટનો સૌપ્રથમ ઉપયોગ મુંબઈમાં થશે. કોરોનાના દર્દીની ઓળખ મુંબઈમાં હવે અવાજથી થશે. અમેરિકન કંપની વોકલિસ દ્વારા આ ટેસ્ટ કરવામાં આવશે. 1000 લોકો પર પાઇલટ પ્રોજેક્ટ આધારે પરીક્ષણ કરવામાં આવશે.
આ 1000 લોકોમાં 50 % કોરોના પોઝિટિવ અને50% કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓ હશે. તમને જણાવી દઈએ કે ઈઝરાયલ અને અમેરિકા જેવા દેશોમાં આ ટેક્નિકથી ટેસ્ટ થઈ રહ્યા છે. અને આ ટેસ્ટને વિદેશમાં 85% સુધી ટેકનિક સફળ રહી છે. આ ટેક્નીક માટે હાલ કોરોના વાયરસની ઓળખ કરવા માટે જે તે વ્યક્તિના અવાજનો ટેસ્ટ લેવામાં આવશે. અવાજની સાથે સાથે RT-PCR ટેસ્ટ પણ કરાશે. પાઇલટ પ્રોજેક્ટ હેઠળ મુંબઈમાં BMC આ ટેસ્ટ ફ્રીમાં કરશે.
ભારતમાં 25 લાખથી વધુ કોરોના વાયરસના કેસ છે જેમાંથી ભારતમાં કુલ 19 લાખ 18 હજારથી વધુ સાજા થયા છે. અને 50 હજાર જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જુદા જુદા રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 5.95 લાખથી વધુ કેસ છે તો તમિલનાડુ 3.38 લાખથી વધુ કેસ છે. જ્યારે આંધ્રપ્રદેશમાં 2.89 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. કર્ણાટકમાં 2.26 લાખથી વધુ કેસ છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં 1.54 લાખથી વધુ કેસ નોંધાયા છે.
આપણા ગુજરાતમાં 76000ની આસપાસ કોરોના કેસ છે જેમાંથી 61512 લોકો રિકવર થઈ ગયા છે અને 2785 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે દેશ માટે સૌથી સારી વાતએ છે કે અન્ય દેશોની સરખામણીમાં કોરોનાનો મૃત્યદર ઓછો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ શહેરમાં અવાજથી થશે કોરોનાના દર્દીની ઓળખ, જાણો કેવી રીતે…"
ટિપ્પણી પોસ્ટ કરો