કેવી રીતે પ્રાપ્ત થશે PM મોદી ડિજિટલ હેલ્થ મિશન યોજનાનો ફાયદો, કંઈ સુવિધાઓ પ્રાપ્ત થશે, કેવી રીતે કામ કરશે હેલ્થ બોર્ડ, જાણો સંપૂર્ણ વિગત
ભારત દેશ નાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM)ની નવી શરૂઆત કરી. હવે ભારત ની જનતા ને તેમનો હેલ્થ રેકોર્ડ યાદ રાખવાની ખાસ જરૂર નહિ પડે, પ્રિસ્ક્રિપ્શન લેટરથી આઝાદી મળશે. તમારા સ્વાસ્થ્ય ની દરેક વાત હેલ્થ કાર્ડમાં લખવામાં આવશે. દેશ નાં દરેક ખૂણા માં આ કાર્ડ થી સારવાર થઈ જશે. જાણો શું છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અને તેનો ભારત નાં લોકો ને શું થશે ફાયદો.
1) મોદી હેલ્થ કાર્ડ ની શું છે યોજના?
આ યોજના મુજબ, દેશના દરેક લોકો નાં સ્વાસ્થ્યની માહિતી ફકત આ એક કાર્ડમાં લખવામાં આવશે. તેને હેલ્થ કાર્ડ નાં નામે ઓળખવામાં આવશે. તેમાં માણસ ની દરેક પ્રકારના પ્રિસ્ક્રિપ્શન અને ટેસ્ટ માહિતી હશે, જેને ગમે ત્યારે ગમે ત્યાં ઉપયોગ માં લઇ શકાશે.
2) કેવી રીતે તૈયાર થશે આ ડિજિટલ રેકોર્ડ?
દરેક માણસ નો ડેટા ડોક્ટર જોડે આપવામાં આવશે અને સર્વર નાં મદદ થી આને કાર્ડ માં રજીસ્ટર કરવામાં આવશે. આ યોજનાં દેશના માણસો અને હોસ્પિટલો માટે સ્વૈચ્છિક રહેશે. એટલે કે, આ યોજના નો લાભ કોઈપણ માણસ ની ઈચ્છા થી સમાવેશ થશે. તેમાં પ્રાઈવેસીનું ખુબ ધ્યાન રાખવામાં આવશે. કાર્ડ બનાવવા પર તમને એક સિંગલ યુનિક ID મળશે. આ IDથી તમે લોગિન કરી શકશો. આ કાર્ડ ચોક્કસ રૂપે કઈ રીતે બનશે તેની હજુ સુધી ચોક્કસ માહિતી આપવામાં આવી નથી.
3) આ યોજનાની ખાસિયત શું છે?
આ યોજનાને ચાર ફીચરની સાથે ચાલુ કરવામાં આવશે. તેમાં હેલ્થ ID, હેલ્થ રેકોર્ડ, ડિજી ડોક્ટર, અને હેલ્થ વિશે જાણકારી જોવા મળશે. આ યોજનામાં ઈ-ફાર્મસી અને ટેલીમેડિસિન નો પણ લાભ મળશે.
પર્સનલ હેલ્થ રેકોર્ડઃ કોઈ પણ માણસ ની સારવાર કરતી વખતે ડૉક્ટર ને તેની ચોક્કસ માહિતી મળશે. તેનાથી ડોક્ટરને તમારી સારવાર કરવામાં સરળતા રહેશે. જો કોઈ દવા તમને નુકસાન કરી રહી હશે તો તે આ હેલ્થ માં તેને સમાવેશ કરવામાં આવશે
ડિજી ડોક્ટરઃ સુવિધા થી આખા દેશ માં પ્રાઇવેટ અને સરકારી ડોક્ટર પોતાની જાતને રજિસ્ટર્ડ કરાવી શકશે
ટેલિમેડિસિનઃ તેની મદદથી તમે આ પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ કોઇપણ ડોક્ટર જોડે ગયા વગર સારવાર કરી શકશે
ઈ-ફાર્મસીઃ આ કાર્ડ ની મદદ થી ઓનલાઇન દવા પણ મગાવી શકશો.
ફીઃ પૈસા જમા કરવાના હોય, હોસ્પિટલમાં પ્રિસ્ક્રિપ્શન બનાવવા માટેની ભાગદોડ હોય વગેરે જેવી મુશ્કેલીઓમાંથી આરામ મળશે. આ તમામ વસ્તુઓ હવે ફક્ત એક જ કાર્ડ થી થઇ જશે.
4) આ કાર્ડ કેવી રીતે કામ કરશે.
જ્યારે પણ તમે ડોક્ટરની જોડે અથવા હોસ્પિટલમાં જશો તો અગાઉની સારવાર સંબંધિત પ્રિસ્ક્રિપ્શન અને ટેસ્ટ રિપોર્ટ લઈ જવાની જરૂર નહીં પડે. તમારે આખા દેશમાં ક્યાંય પણ સારવાર કરી શકાશે. તમારે ફક્ત તમારું આ ID બતાવવાનું રહેશે અને ડોક્ટર કોઈપણ જગ્યાએ બેસીને તમારો તમામ મેડિકલ રેકોર્ડ જોઈ શકશે. આનો ફાયદો એ છે કે તમારે ટેસ્ટ જોડે લઈને ફરવા નહિ પડે.
5) ક્યાર થી આ યોજનાનો લાભ લોકો નેમળશે?
યોજનાના શરૂવાત નાં તબક્કામાં હેલ્થ ID, પર્સનલ હેલ્થ રેકોર્ડ્સ, ડિજી ડોક્ટર અને હેલ્થ ફેલિસિટી રજિસ્ટર જેવા લાભ જોવા મળશે. ટેલિમેડિસન અને ઈ-ફાર્મસીની સુવિધાઓ પછી જોડવામાં આવશે.
આ યોજના શરૂ થતાં થોડો સમય લાગશે. હકીકતમાં સરકારે તેનું નામ, લોગો અને ટેગલાઈન માટે લોકો પાસેથી ચોક્કસ રૂપે સૂચનો મંગાવ્યા છે. 6 ઓગસ્ટ સુધીમાં સૂચનો આપવાના હતા. તેમાં 2604 લોકોએ સૂચનો આપ્યા છે. તેના વિજેતાને 25 હજાર રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
0 Response to "કેવી રીતે પ્રાપ્ત થશે PM મોદી ડિજિટલ હેલ્થ મિશન યોજનાનો ફાયદો, કંઈ સુવિધાઓ પ્રાપ્ત થશે, કેવી રીતે કામ કરશે હેલ્થ બોર્ડ, જાણો સંપૂર્ણ વિગત"
ટિપ્પણી પોસ્ટ કરો