વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના બગીચામાં કયા છોડ ક્યાં રાખવા અને કયા છોડ ના રાખવા એ જાણો તમે પણ
વાસ્તુ મુજબ ઘર પર વૃક્ષ કે છોડ વાવવાથી સકારાત્મક ઉર્જા મળે છે. વૃક્ષ કે છોડ વાવવાથી શુભ પરિણામો પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે વૃક્ષોમાં ભગવાનનો વાસ હોય છે.
હિંદુ ધર્મમાં વૃક્ષ અને છોડનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એક તરફ, જ્યાં વૃક્ષ અને છોડની આજુબાજુની જગ્યા સ્વચ્છ અને સુંદર બને છે, તો બીજી બાજુ તે વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નસીબમાં પણ સારા ફેરફારો લાવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘર પર વૃક્ષ કે છોડ વાવવાથી સકારાત્મક ઉર્જાનો (Positive Energy) સંચાર થાય છે.
વૃક્ષો વાવવાથી શુભ પરિણામો પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે વૃક્ષો અને છોડોમાં ભગવાનનો વાસ હોય છે. વાસ્તુ મુજબ તુલસીનો છોડ, કેળાનો છોડ અને શમીનો છોડ ઘર પર લગાવવાથી શુભ ફળ મળે છે. ઘરમાં શાંતિ પ્રવર્તે છે અને નકારાત્મક વસ્તુઓ દૂર ભાગી જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જ્યાં કેટલાક છોડ વાવવાથી સારા પરિણામ મળે છે તો કેટલાક વૃક્ષો અને છોડ વાવવાનું યોગ્ય માનવામાં આવતું નથી. તો ચાલો જાણીએ કયા વૃક્ષો અને છોડને વાસ્તુ મુજબ રોપવા જોઈએ અને કયા વૃક્ષો અને છોડને ન રોપવા જોઈએ.
1. તુલસી
હિન્દુ ધર્મમાં તુલસીના પાન વિના કોઈ ધાર્મિક વિધિ કે પૂજાનો કાર્યક્રમ પૂર્ણ થતો નથી. વાસ્તુ મુજબ તુલસીનો છોડ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરે છે. ઘરની પૂર્વ દિશા અથવા પૂર્વ-ઉત્તર દિશામાં તુલસીનો છોડ રોપવો શુભ માનવામાં આવે છે.
2. કેળાનો છોડ
તુલસીનું જેટલું મહત્વ પૂજા પાઠમાં હોય છે, તેટલું જ મહત્વ કેળાના છોડનું પણ માનવામાં આવે છે. આ છોડને ઘરે લગાવવાથી મન શાંત રહે છે અને જીવનમાં સમૃદ્ધિ અને સુખ આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ કેળાના છોડને પૂર્વ-ઉત્તર દિશામાં વાવવું જોઈએ.
3. આમળાનું વૃક્ષ
એવું કહેવામાં આવે છે કે આમળા ના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. એવું માનવામાં આવે છે કે આ વૃક્ષને લગાવવાથી દરેક પ્રકારના પાપનો નાશ થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
4. અશોકનું વૃક્ષ
વાસ્તુ મુજબ અશોકના વૃક્ષથી તમામ પ્રકારના દોષો દૂર થાય છે અને ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. આ વૃક્ષને ઘરની ઉત્તર દિશામાં લગાવવું જોઈએ.
5. પીપળાનું વૃક્ષ
હિંદુ ધર્મમાં પીપળના વૃક્ષનું વિશેષ મહત્વ હોય છે. પીપળાના વૃક્ષને દેવતાઓ અને પૂર્વજોનો વાસ માનવામાં આવે છે, પરંતુ વાસ્તુ અનુસાર, ઘર ઓર પીપળનું વૃક્ષ ન વાવવું જોઈએ. ઘર પર પીપળા નું વૃક્ષ વાવવાથી અથવા આપમેળે ઉગવાથી દુર્ભાગ્ય પેદા થાય છે. જો કે, ઘરની બહાર અથવા મંદિરની આજુબાજુના વિસ્તારમાં પીપળાના વૃક્ષને ખૂબ જ શુભ માનવામાં આવે છે. પીપળાના વૃક્ષને પાણી અર્પણ કરવાથી અને દીવો પ્રગટાવવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે. આ સિવાય શનિ દોષથી પણ મુક્તિ મળે છે. તેમજ ઘર પર પીપળાના વૃક્ષનું ઉગવું શુભ માનવામાં આવતું નથી. પીપળાનું વૃક્ષ વૈરાગ્યનું પ્રતીક છે. આવી સ્થિતિમાં, પરિણીત જીવન માટે તે સારું માનવામાં આવતું નથી. આ ઉપરાંત વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘર પર પીપળાનું વૃક્ષ વાવવાથી બાળકો ખાસ કરીને બીમાર રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના બગીચામાં કયા છોડ ક્યાં રાખવા અને કયા છોડ ના રાખવા એ જાણો તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો