આ છે ચમત્કારી શીતળા માતાનું મંદિર, જાણો કેમ લાખો ટન પાણીથી પણ નથી ભરાતો શીતળા માતાનો ઘડો ?
ભારતમાં દરેક જગ્યાએ એક અલગ મંદિર એની માન્યતા અને એની સાથે જોડાયેલા અદભુત રહસ્યથી ભરપૂર છે. જેને જાણવાની જિજ્ઞાસા દરેક વ્યક્તિમાં હોય છે પણ એની સાથે જોડાયેલા કેટલાક રહસ્ય એવા છે કે એમના વિષે વૈજ્ઞાનિક પણ જાણી શક્યા નથી. પણ આજે અમે તમને એક મંદિરના ઘડા વિષે જણાવીશું કે જે ક્યારેય પાણીથી નથી ભરાતો અને એ આજથી નહિ પણ સેંકડો વર્ષોથી ચાલતું આવે છે.

વર્ષમાં ફક્ત બે જ વાર થાય છે ઘડાના દર્શન
આ ચમત્કારી ઘડાના દર્શન માટે એને વર્ષમાં ફક્ત 2 જ વાર ભક્તોની સામે લાવવામાં આવે છે. આ ઘડો એક પથ્થરથી ઢાંકેલો છે અને એને વર્ષમાં ફક્ત 2 જ વાર શીતળા સાતમ અને જેઠ મહિનાની પૂનમના દિવસે જ હટાવવામાં આવે છે. આ બે દિવસોમાં માતાના ભક્તો કળશ ભરી ભરીને હજારો લીટર પાણી એમાં નાખે છે. ભક્તોનું માનવું છે કે આ ચમત્કારી ઘડામાં અત્યાર સુધી લાખો લીટર પાણી નંખાઈ ચૂક્યું છે પણ ઘડો છે કે ભરવાનું નામ જ નથી લેતો.
શીતળા માતાના મંદિરમાં રહેલા આ ઘડાની પહોળાઈ અડધો ફૂટ છે અને એટલો જ લગભગ ઊંડો પણ છે.ઘડામાં પાણી નથી ભરાતું એને ઘણા માતાનો ચમત્કાર માને છે તો ઘણા એ માન્યતા પર વિશ્વાસ કરે છે કે આ ઘડાનું પાણી રાક્ષસ પી જાય છે.
એવી માન્યતા છે કે આ જગ્યાએ લગભગ 800 વર્ષો પહેલા બાબરા નામનો એક રાક્ષસ હતો. જેનાથી આસપાસના બધા જ ગામના લોકો હેરાન હતા કારણકે જયારે ત્યાં રહેતા કોઈ પણ બ્રાહ્મણ ઘરમાં લગ્ન હોય તો રાક્ષસ વરરાજાને મારી નાખતો હતો. એ રાક્ષસથી મુક્તિ માટે અહીંયાના ગામના લોકોએ શીતળા માતાની પૂજા સાધના કરી. જેનાથી પ્રસન્ન થઈને શીતળાએ એક બ્રાહ્મણના સપનામાં આવીને કીધું કે જયારે એની દીકરીના લગ્ન થશે ત્યારે એ રાક્ષસનો સંહાર કરશે.
લગ્નના સમયે અહીંયા શીતળા માતા એક નાની કન્યાના રૂપમાં હાજર હતી અને એમણે પોતાના ઘૂંટણોથી રાક્ષસને પકડીને મારી નાખ્યો હતો. પોતાના અંત સમયમાં રાક્ષસે માં શીતળા પાસે એક વરદાન માંગ્યું કે ગરમીમાં એને ખુબ જ વધારે તરસ લાગે છે , માટે વર્ષમાં ફક્ત બે વાર માતાના ભક્તોના હાથે એને પાણી પીવડાવવામાં આવે. એ વાતે શીતળા માતાએ એની એ ઈચ્છા પૂરી કરવાનું વચન આપ્યું. કહેવાય છે કે ત્યારથી આ ઘડામાં વર્ષમાં બે વાર પાણી ભરવાની પરંપરા ચાલતી આવી રહી છે.
0 Response to "આ છે ચમત્કારી શીતળા માતાનું મંદિર, જાણો કેમ લાખો ટન પાણીથી પણ નથી ભરાતો શીતળા માતાનો ઘડો ?"
ટિપ્પણી પોસ્ટ કરો