જાણી લો ઓગસ્ટની આ ખાસ તારીખો, જેમાં બારે મેધ ખાંગા થવાની છે આગાહી
જન્માષ્ઠમી અને નોમના પારણાના દિવસે ગુજરાતમાં રહેશે મેઘમહેર – 12મી તેમજ 13મી ઓગસ્ટ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી – છેલ્લા 24 કલાકમાં વરસ્યો પુષ્કળ વરસાદ
હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસું સાર્વત્રિક રીતે બેસી ગયું છે. અને રાજ્યના લગભગ દરેક ભાગમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક અત્યંત ભારે વરસાદ છે તો ક્યાંક ભારે વરસાદ છે તો વળી ક્યાંક છુટ્ટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્રના પોરબંદરના કેટલાક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ઉઠી છે. છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. આવનારા બે દિવસો એટલે કે જન્માષ્ઠમી અને નોમના પારણાના દિવસે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા તેની અસર ગુજરાત પર પડશે અને તેના કારણે 12મી ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તો વળી 13મી ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. સાથે સાથે 13મી ઓગસ્ટે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.

અત્યાર સુધીમાં ચોમાસાની સીઝનનો રાજ્યમાં 57 ટકા સરેરાશ વરસાદ નોંધાઈ ચુક્યો છે. ગત 24 કલાકમાં પણ અમદાવાદના 158 તાલુકામાં ખૂબ વરસાદ વરસ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ તાપીના ડેલવણમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો ડેડિયાપાડામાં 2.5 ઇંચ વરસાદ, દાંતામાં 2.5 ઇંચ,

દાંતિવાડામાં 2 ઇંચ, ભાવનગરના મહુવામાં 2.25 ઇંચ વરસાદ અને સરસ્વતીમાં પણ 2.25 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતના સિદ્ધપુરમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે. તો પોશીમાં 2 ઇંચ વરસાદ, વાંસદામાં 1.75 ઇંચ વરસાદ, વાલોડમાં 2 ઇંચ વરસાદ નોઁધાયો છે અને માણસામાં 1.75 ઇંચ વરસાદ નેંધાયો છે. તો હિંમતનગર, વઘઈ અને આહવામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે.

ઉત્તર ગુજરાતના પાલનપુરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે બાયડમાં દોઢ ઇંચ, મહુવામાં દોઢ ઇંચ, સૌરાષ્ટ્રના કોડિનારમાં 1.5 ઇંચ વરસાદ, પ્રાંતિજમાં 1.5 ઇંચ વરસાદ, અમિરગઢ તેમજ પલસાણામાં પણ 1.5 – 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વ્યારા, પારડી, સવા, વિજયનગર, માલપુર, ગઢડા બોટાદ, કપડવંજ, વિજાપુર, બોટાદ અને ધાનેરામાં 1.25 – 1.25 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે.

પોરબંદરના કેટલાક ગામોમાં સ્થિતિ એટલી ખરાબ છે કે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને મગફળના વાવેતરને ભારે નુકસાન થયું છે. તે માટે અહીંના ખેડૂતોએ સરકારને મદદની અપિલ પણ કરી છે. આ વર્ષે ચોમાસાની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં થઈ છે. અહીંના દરિયા કિનારાના વિસ્તારોમાં અત્યંત વરસાદ પડી ચૂક્યો છે. જેની અસર ખેતી પર પણ થઈ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જાણી લો ઓગસ્ટની આ ખાસ તારીખો, જેમાં બારે મેધ ખાંગા થવાની છે આગાહી"
ટિપ્પણી પોસ્ટ કરો