ઘર માટે બ્રોડબેન્ડ પ્લાન લેવાનું વિચારી રહ્યા છો? તો આ 4 પ્લાનસ પર કરી લો એક વાર નજર

બ્રોડબેન્ડ

છેલ્લા ઘણા સમયથી દેશમાં જ નહી પણ આખી દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી છે. ત્યારે મોટાભાગના દેશોમાં કોરોના વાયરસ સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટે આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે જેના કારણે દેશના મોટાભાગના વ્યક્તિઓને જરૂરી કામ હોય અને જો ઘરે રહીને કામકાજ કરવાનું હોવાથી ઈન્ટરનેટની ખુબ જ જરૂરિયાત ઉભી થાય છે.

image source

સામાન્ય રીતે આપણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર ઉપલબ્ધ હોય છે તેમ છતાં એ જાણવું પણ ખુબ જરૂરી છે કે, આપના માટે કઈ કંપનીનો પ્લાન સસ્તો અને સારો છે.? તો ચાલો જાણીએ જીયો ફાયબર, એરટેલ એકસ્ટ્રીમ, ACT ફાયબર અને ટાટા સ્કાય આ બધી કંપનીઓ માંથી આપના માટે કઈ કંપનીનો પ્લાન સૌથી સસ્તો અને સારો છે તેના વિષે જાણીશું.

Airtel Xstream Fiber.:

image source

આપણા દેશના મોટાભાગના શહેરોમાં એરટેલની ફાયબર સેવા ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એરટેલ એકસ્ટ્રીમ ફાયબરના બેઝીક પ્લાનની કીમત ૭૯૯ રૂપિયા છે. એરટેલ એકસ્ટ્રીમ ફાયબરનો આ પ્લાન આપને ૧૦૦ MBPSની સ્પીડ આપતા ૧૫૦ GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાનની વેલીડીટી સમય એક મહિનાનો હોય છે.

ACT Fibernet :

image source

ACT Fibernet કંપનીના બ્રોડ બેંડ પ્લાનની કીમત ૭૧૦ રૂપિયા છે. ACT Fiber નો ACT Swift પ્લાન છે. આ કિમતમાં ગ્રાહકને ACT Fiber કંપની ૪૦ MBPSની સ્પીડ ઉપલબ્ધ કરાવતા ૨૦૦ GB ડેટા પ્રતિ માસ ઉપલબ્ધ કરાવે છે.

Tata Sky :

image source

ટાટા સ્કાય કંપનીનો સૌથી સસ્તો પ્લાનની કીમત ૭૯૦ રૂપિયા છે. ટાટા સ્કાય કંપની ગ્રાહકને ૫૦ MBPS ની સ્પીડ ઉપલબ્ધ કરાવતા પ્રતિ માસ ૧૫૦ GB ડેટા આપે છે. આ સાથે જ ગ્રાહકને કનેકશનની સાથે જ રાઉટર ફ્રીમાં ઉપલબ્ધ કરાવે છે પણ આ રાઉટરનો ઇન્સ્ટોલેશન ચાર્જ ટાટા સ્કાય કંપનીને ચૂકવવાનો રહે છે.

Jio Fiber :

image source

કેટલાક સમયથી Jio Fiber વિષે ઘણી ચર્ચા થઈ રહી છે. Jio Fiber નો બ્રોડબેન્ડમાં શરુઆતનો પ્લાનની કીમત ૬૯૯ રૂપિયા છે. આપને Jio Fiberના આ પ્લાનમાં પ્રતિ માસ ૧૦૦ MBPSની સ્પીડ ઉપલબ્ધ કરાવતા જીયો કંપની ૧૦૦ GB ડેટા ગ્રાહકને આપવામાં આવે છે પરંતુ જો આપ પહેલીવાર Jio Fiber લઈ રહ્યા છો તો આપને પેહલા મહિનાની ઓફર તરીકે ગ્રાહકને ૩૫૦ GB ડેટા પ્રોવાઈડ કરે છે. ઉપરાંત આ પ્લાનમાં આપને કોલિંગ કરવાની સાથે જ ટીવી વિડીયો કોલિંગ જેવી કેટલીક ઓફર્સ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "ઘર માટે બ્રોડબેન્ડ પ્લાન લેવાનું વિચારી રહ્યા છો? તો આ 4 પ્લાનસ પર કરી લો એક વાર નજર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel