પોપ ગાયક જેવા દેખાવાની ઘેલછામાં આ યુવકે આટલા બધા રૂપિયા ખર્ચીને કરાવી પ્લાસ્ટિક સર્જરી, તસવીરો જોઇને ઉડી જશે હોંશ

અમુક લોકોમાં કઈંક કામ કરી નાખવા માટે ભારોભાર ઝનૂન ભરેલું હોય છે અને અંતે તેઓ પોતાનું ધાર્યું કામ કરીને જ જંપે છે. આવો જ એક કિસ્સો અમેરિકાનો પણ છે. અમેરિકાનો એક 30 વર્ષીય યુવક ઓલિવર ફ્રોસ્ટએ પૉપ આઇડલ જેવા દેખાવા માટે છેલ્લા સાત વર્ષોથી પોતાની કમાણીનો મોટોભાગ પ્લાસ્ટિક સર્જરી કરાવવા પાછળ ખર્ચ કરી નાખે છે. ઓલિવરનું એક નામ ઓલી લંડન પણ છે વર્ષ 2013 માં તે કોરિયાના એક પૉપ સિંગરથી ખુબ પ્રભાવિત થયો હતો અને તેના જેવો લુક પોતે મેળવવા છેલ્લા સાત વર્ષોથી પ્રયત્ન કરી રહ્યો છે.

image source

અમુક સમય પહેલા ઓલી જયારે દક્ષિણ કોરિયામાં હતો તે દરમિયાન કોરિયાના બોય બેન્ડ મેમ્બર જિમીન (જેને BTA પણ કહેવામાં આવે છે) નો ફેન બની ગયો. પૉપ સેલિબ્રિટી જિમીનને જોઈને ઓલી એટલો બધો પ્રભાવિત થયો કે તેણે પોતે પણ જિમીન જેવો જ દેખાશે તેવું નક્કી કરી નાખ્યું. તેને જિમીનનો અવાજ, ચેહરો અને અને તેનો શેપ બધું એકદમ પરફેક્ટ લાગે છે કારણ કે તે કોરિયન ઢીંગલી જેવો દેખાય છે.

image source

જિમીન જેવો લુક દેખાય તે માટે ઓલી અનેક વખત પ્લાસ્ટિક સર્જરી કરાવી ચુક્યો છે અને હજુ પણ કેટલીક ટ્રીટમેન્ટ બાકી છે. ઓલીના નાકની પાંચ વખત પ્લાસ્ટિક સર્જરી થઇ ચુકી છે સાથે જ તેણે સ્કિન વ્હાઇટનિંગ, ગાલના હાડકાને નાનું કરાવવા સહીત આંખોનો શેપ પણ બદલાયો. ગાલના શેપ બદલવા માટે ઓલીએ બે વખત પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી અને જડબાનું હાડકું પણ સેટ કરાવ્યું.

image source

એટલું જ નહિ ઓલીએ પોતાની છાતીનો શેપ પણ ચેન્જ કરાવ્યો. આંખ, ગાલ અને પાંપણને શેપ આપવા માટે તે હંમેશા નોન સર્જીકલ ઇન્જેક્શન પણ લે છે. આઈબ્રોને પરફેક્ટ કરાવવા એણે તેને લિફ્ટ પણ કરાવ્યા.

image source

ઓલી લંડનના કહેવા મુજબ મોટા નાક અને ચેહરા પર ખીલના કારણે તેને શરમ અનુભવાતી હતી. તેણે કહ્યું કે જયારે મેં મારી સરખામણી જિમીન સાથે કરી તો તે મને પરફેક્ટ વ્યક્તિ લાગ્યો અને આ રીતે મને પોતાને પણ જિમીનની જેમ દેખાવવાનો વિચાર આવ્યો. ઓલી અત્યાર સુધીમાં 1 કરોડ 12 લાખ રૂપિયા વિવિધ પ્લાસ્ટિક સર્જરી કરાવવા માટે ખર્ચ કરી નાખ્યા છે. આટલી રકમ ખર્ચ કર્યા બાદ પણ હજુ ઓલીની કેટલીક ટ્રીટમેન્ટ બાકી પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "પોપ ગાયક જેવા દેખાવાની ઘેલછામાં આ યુવકે આટલા બધા રૂપિયા ખર્ચીને કરાવી પ્લાસ્ટિક સર્જરી, તસવીરો જોઇને ઉડી જશે હોંશ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel