આ બાપ-દીકરીની જોડીએ જમીનમાંથી કાઢ્યુ કંઇક એવું કે, રાતોરાત બની ગયા પૈસાદાર
દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં જ એક ખોદકામ દરમિયાન બે વ્યક્તિઓને સોનાના બે કિંમતી ટુકડાઓ મળી આવ્યા હતા. આ સોનાના ટુકડાઓ એટલા કિંમતી છે કે તેની બજાર કિંમત 250,000 અમેરિકન ડોલર એટલે કે લગભગ એક કરોડ 87 લાખ રૂપિયા જેટલી થાય છે. બ્રેન્ટ શેનોન અને એથન વેસ્ટ નામના બે ખોદકામ કરનારા વ્યક્તિને આ ટુકડાઓ વિક્ટોરિયા રાજ્યના ટાર્નાગુલ્લા શહેરમાંથી મળી આવ્યા હતા અને તેઓની આ શોધને પ્રખ્યાત ટીવી શો ” ઓસ્ટ્રેલિયાઈ ગોલ્ડ હન્ટર્સ ” માં દેખાડવામાં આવી હતી.<
બ્રેન્ટ શેનોન અને એથન વેસ્ટની જોડીએ મેટલ ડિટેક્ટરોની મદદથી ઉપરોક્ત સ્થળે સોનુ હોવાની શોધ કરી અને ત્યાં ખોદકામ કરી સોનુ પણ કાઢ્યું હતું. સોનુ કાઢવાની આ આખી પ્રક્રિયા ટીવી પર પણ પ્રસારિત કરવામાં આવી હતી. સીએનએન સાથે વાત કરતા એથન વેસ્ટે જણાવ્યું હતું કે ” ચોક્કસપણે આ અમારી મહત્વપૂર્ણ શોધખોળ પૈકી એક શોધ છે. અને એક જ દિવસમાં સોનાના આવડા મોટા બે ટુકડાઓની શોધ કરવી ખરેખર આશ્ચર્યજનક જ છે. ”
આ કાર્યક્રમ પ્રસારિત કરનાર પ્રખ્યાત ડિસ્કવરી ચેનલ મુજબ એથન વેસ્ટ અને તેના પિતા બ્રેન્ટ શેનોનએ મળીને થોડા જ કલાકોમાં સોનાના આ કિંમતી ટુકડાઓ શોધી કાઢ્યા હતા જેનો વજન અંદાજે સાડા ત્રણ કિલો છે.
નોંધનીય છે કે ઉપરોક્ત ટીવી શોમાં ઓસ્ટ્રેલિયાના દૂરદૂરના વિસ્તારોમાં જઈ ત્યાં સોનાની શોધખોળ કરનાર બે વ્યક્તિઓની જોડીના કામને દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. કાર્યક્રમમાં એ પણ દેખાડાય છે કે શોધકર્તાઓ જમીન નીચે દટાયેલા સોનાને કઈ રીતે શોધી કાઢે છે. ઓસ્ટ્રેલિયાના ટીવી શો સનરાઈઝ સાથે વાત કરતા બ્રેન્ટ શેનોનએ જણાવ્યું કે ” અમે એક તકને અજમાવવા ઇચ્છતા હતા, એ ફક્ત એક ખાલી મેદાન હતું જેનો અર્થ એ હતો કે ત્યાં પહેલા ખોદકામ નહોતું કરવામાં આવ્યું.
એથન વેસ્ટના કહેવા મુજબ ચાર વર્ષના ખોદકામ કરવા દરમિયાન તેઓને સોનાના લગભગ હજારો ટુકડાઓ મળ્યા છે. ડિસ્કવરી ચેનલે એમ પણ કહ્યું કે સોનાની શોધ કરનાર સોનાની અંદાજિત રકમની સરખામણીમાં સોનાના ટુકડા માટે 30 ટકા વધુ રકમ આપી શકે છે. વર્ષ 2019 માં એક ઓસ્ટ્રેલિયાઈ વ્યક્તિએ મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરીને 1.4 કિલો સોનુ શોધી કાઢ્યું હતું અને તેની અંદાજિત રકમ લગભગ 69,000 અમેરિકન ડોલર એટલે કે 51 લાખ રૂપિયાથી પણ વધુ હતી.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં સોનાનું ખનન 1850 ના દશકમાં શરુ થયું હતું અને આજ સુધી ત્યાંના મહત્વના ઉદ્યોગો પૈકી એક છે. એક સ્થાનિક વેબસાઈટના જણાવ્યા મુજબ ટાર્નાગુલ્લા શહેરની સ્થાપના પણ વિક્ટોરિયા ગોલ્ડ રશ દરમિયાન થઇ હતી અને તેના કારણે આ એક ધનિક શહેર હતું અને અહીં ઘણા શોધકર્તાઓ પોતાના નસીબ અજમાવવા આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ બાપ-દીકરીની જોડીએ જમીનમાંથી કાઢ્યુ કંઇક એવું કે, રાતોરાત બની ગયા પૈસાદાર"
ટિપ્પણી પોસ્ટ કરો