શરમજનક આ રિક્ષાચાલક જુઓ તો ખરા, જે પિતા-ભાઇની નજર સામેથી જ યુવતીને લઇને થઇ ગયો ફરાર
એક નરાધમ રિક્ષાચાલકે એક યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ! જાણો સંપૂર્ણ કિસ્સોજે બન્યો પિતા-ભાઇની નજર સામે
આપણે બધા જાણીએ છીએ કે આપણો દેશ હિન્દુસ્તાન તેના વિવિધ રીત-રિવાજો અને સંસ્કૃતિ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. પ્રાચીન કાળથી ભારતમાં એક પરંપરા છે કે મહિલાઓને સમાજમાં વિશેષ માન અને સન્માન આપવામાં આવે છે. ભારત એક એવો દેશ છે જ્યાં મહિલાઓની સુરક્ષા અને આદર માટે વિશેષ કાળજી લેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને દેવી લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જો આપણે એકવીસમી સદીની વાત કરીએ તો મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે મળીને કામ કરી રહી છે, પછી ભલે તે રાજકારણ હોય, બેન્કો, શાળાઓ, રમતગમત, પોલીસ, સંરક્ષણ ક્ષેત્ર, પોતાનો વ્યવસાય હોય કે આકાશમાં ઉડવાની ઇચ્છા. પરંતુ કેટલીકવાર મહિલા જાણે-અજાણે સામાજિક દુષ્કર્મનો ભોગ બની જતી હોય છે. આવો જાણીએ એવા જ એક કિસ્સા વિશે..

બિમારીથી કંટાળેલી યુવતી હોસ્પિટલની બહારથી પિતાને છોડી નીકળી જતાં હવસખોર રિક્ષાવાળાની ચુંગાલમાં સપડાઇ હતી.રિક્ષાચાલકે હાલોલ લઇ જઇ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.ગોત્રી વિસ્તારમાં રહેતી યુવતી માનસિક રીતે અસ્વસ્થ રહેતી હોવાથી તેની સારવાર ચાલતી હતી.ગઇકાલે સવારે પિતા સાથે યુવતી ગોત્રી હોસ્પિટલમાં સારવાર લેવા આવી હતી.ત્યાંથી બહાર નીકળતી વખતે પિતા રિક્ષા શોધતા હતા ત્યારે યુવતી પિતાને છોડી ચાલતી નીકળી ગઇ હતી.રેલવે સ્ટેશને આવેલી યુવતીને એક રિક્ષા ચાલકે રિક્ષામાં બેસાડી હતી અને ગોત્રી તરફ રિક્ષા હાંકી હતી.પરંતુ ચકલી સર્કલ સુધી રિક્ષા લઇ ગયા બાદ રિક્ષાચાલકે રિક્ષા ટર્ન કરી ફતેગંજ તરફના માર્ગે થઇ હાલોલ રોડ પર હંકારી હતી.

બીજી તરફ યુવતીના પરિવારજનો તેની શોધ કરી રહ્યા હતા અને આખરે ગોત્રી પોલીસ સ્ટેશને યુવતી ગૂમ થઇ હોવાની જાણ કરતાં પોલીસ પણ તપાસમાં જોડાઇ હતી.પરંતુ યુવતીનો પત્તો લાગ્યો નહતો.યુવતીએ પોલીસને કહ્યું છે કે,રિક્ષાવાળો મને હાલોલ તેને ઘેર લઇ ગયો હતો અને ત્યાં બળાત્કાર ગુજાર્યો હતો.ત્યારબાદ તેણે વડોદરા આવતી વખતે પણ ઝાડીમાં બળાત્કાર ગુજાર્યો હતો.રિક્ષાચાલક મને અમિતનગર સર્કલ પાસે છોડી દઇ ભાગી છૂટયો હતો.ગોત્રીના પીઆઇ એબી ગોહિલે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
યુવતીના પિતા અને ભાઇની સામે જ રિક્ષાવાળો યુવતીને લઇ ગયો

હવસખોર રિક્ષા ચાલક યુવતીના પિતા અને ભાઇની નજર સામે જ ફૂલસ્પીડે રિક્ષા દોડાવી યુવતીને ઉઠાવી ગયો હતો.પિતાને છોડી નીકળી ગયેલી પુત્રી ચાલતી રેલવે સ્ટેશન સુધી આવી હતી. પિતાએ આ બનાવની જાણ પુત્રને કરતાં તે સ્કૂટર લઇ આવી ગયો હતો અને ત્યારબાદ પિતા-પુત્ર બંન તેને શોધવા નીકળ્યા હતા.

તેઓ રેલવે સ્ટેશને આવ્યા ત્યારે તેને રિક્ષામાં બેઠેલી જોઇ હતી.રિક્ષા ચાલકે રિક્ષા રેસકોર્સ તરફ હંકારતા પિતા-પુત્રએ પીછો કર્યો હતો.આ વખતે રિક્ષાવાળાની દાનત જાણી ગયેલી યુવતીએ પાછળ આવતા પિતાને ઇશારો પણ કર્યો હતો.પરંતુ ચકલી સર્કલ પાસે ટ્રાફિકનો લાભ લઇ રિક્ષાવાળો ટર્ન લઇને ભાગી છૂટયો હતો.
સયાજીગંજ પોલીસ સ્ટેશને પહોંચેલા પિતાને પોલીસે પાછા કાઢ્યા

પોલીસ સ્ટેશને લાપત્તા યુવતીના પિતાને ખરાબ અનુભવ થયો હતો.રેલવે સ્ટેશન પાસેથી રિક્ષામાં બેઠા બાદ લાપત્તા થયેલી પુત્રીની શોધમાં નીકળેલા પિતા સયાજીગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા.પરંતુ ત્યાં તેમને આ બનાવ ગોત્રી પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોવાનું કહી ગોત્રી મોકલી આપ્યા હતા.ગોત્રી પોલીસે ત્યારબાદ તેમની અરજી લઇ શોધખોળ કરી હતી.પરંતુ યુવતીનો પત્તો લાગ્યો નહતો.

તે સો ટકા સાચું છે કે ભારતીય સમાજમાં મહિલાઓ દેવી લક્ષ્મીની જેમ પૂજાય છે. પરંતુ મહિલાઓ પ્રત્યેના નકારાત્મક પાસાને પણ અવગણી શકાય નહીં. ભારતની પસાર થતી ક્ષણોમાં રહેતી દરેક પ્રકારની સ્ત્રીનું શોષણ કરવામાં આવી રહ્યું છે, પછી ભલે તે માતા, પુત્રી, બહેન, પત્ની અથવા ૫ વર્ષની નાની છોકરી હોય. સગીર છોકરીઓનો સર્વત્ર છેડતી કરવામાં આવી રહી છે. તેમને પજવણી કરવામાં આવી રહી છે. માર્ગમાં અવગણીને કડક કરવામાં આવી રહી છે. રસ્તાઓ, જાહેર સ્થળો, રેલ્વે, બસો વગેરે અસામાજિક તત્વોના પાયા બની ગયા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "શરમજનક આ રિક્ષાચાલક જુઓ તો ખરા, જે પિતા-ભાઇની નજર સામેથી જ યુવતીને લઇને થઇ ગયો ફરાર"
ટિપ્પણી પોસ્ટ કરો