તમારા ઘરમાં મુશ્કેલીઓ આવવાનાં એક કારણનો સબંધ ગણેશજીની મૂર્તિઓ સાથે પણ છે, જાણો કારણ

જો તમારા ઘરમાં પણ એક પછી એક મુશ્કેલી આવી રહી છે તો જાણી લો ગણેશ ભગવાન સાથે તેનો શું છે સબંધ

હિંદુ ધર્મમાં લગભગ ૩૩ કરોડ દેવી-દેવતાઓ છે લોકો જેની પૂજા-અર્ચના કરે છે. ભારત જ એકમાત્ર એવો દેશ છે જ્યાં અલગ-અલગ સંસ્કૃતિઓ અને ઘર્મ એક સાથે રહે છે.વાત કરીએ હિંદુ ધર્મની તો જેમ અમે જણાવ્યું કે હિંદુઓ નાં કુલ ૩૩ કરોડ દેવી-દેવતાઓ છે જેની પૂજા અર્ચના થાય છે. પરંતુ સૌથી પહેલા પૂજા ગણેશ ભગવાનની જ થાય છે. હિંદુ વ્યકિતને ત્યાં કોઈપણ શુભ કાર્ય પ્રથમ ગણેશજીની અર્ચનાથી જ શરૂ થાય છે.

ત્યાં સુધી કે ઘરમાં કોઈ પણ પૂજા હોય સૌથી પહેલા ગણેશજીને જ પૂજવામાં આવે છે. અહીં સુધી કે વિવાહમાં પણ સૌથી પહેલી કંકોત્રી ગણેશજીને જ સમર્પિત કરવામાં આવે છે. એ વું કહેવામાં આવે છે કે આમ કરવાથી દરેક કાર્ય સફળતાપૂર્વક થઈ જાય છે.જણાવી દઈએ કે દિવાળીનાં અવસર પર ગણેશ-લક્ષ્મી માની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે દરેક ઘરની અંદર નવા ગણેશ-લક્ષ્મી આવે છે અને વિધિ પૂર્વક તેમની પૂજા-અર્ચના થાય છે.પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં ગણેશજીની નવી મૂર્તિની સ્થાપના કર્યા બાદ જુની ગણેશ-લક્ષ્મીજીની મૂર્તિને હટાવી દેવી જોઈએ . કારણ કે ઘરનાં મંદિરમાં એકથી વધુ ગણેશજીની મૂર્તિઓ હોવી અશુભ માનવામાં આવે છે. તો આજ અમે તમને જણાવીશું આ જ અશુભ સંકેતોનાં વિષયમાં. જણાવી દઈએ કે ઘણીવાર એ વું થતું હોય છે કે લોકો ભેટ તરીકે લોકોને ગણેશજીની મૂર્તિ કે ફોટો ઉપહાર સ્વરૂપ આપી દેતા હોય છે. જેથી તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે પરંતુ એક જ કબાટમાં એકથી વધારે ગણેશ ભગવાનની મૂર્તિઓ રાખવી અશુભ હોય છે અને તેનો ઘર પર ઉલ્ટો પ્રભાવ જ પડે છે. ઘરમાં સુખ શાંતિની જગ્યા એ મુશ્કેલીઓ આવવાની શરૂ થઈ જાય છે. ઘરમાં કોઈને કોઈ બિમારી રહે છે. દરરોજ લડાઈ-ઝગડા થવા લાગે છે.જણાવી દઈએ કે આ બધા સંકેત ઘરમાં એ કથી વધારે ગણેશ ભગવાનની મૂર્તિઓ રાખવાથી થાય છે. જણાવી દઇએ કે જો તમારા ઘરમાં પણ ગણેશ ભગવાનની એ કથી વધારે મૂર્તિઓ છે તો તે બધાને એક સ્થાન પર ન રાખીને તેનું સ્થાન બદલી દો.આ જ સાથે જ એ કવાત બીજી ધ્યાન આપવા લાયક છે કે ઘર પર જો તમે ગણેશ ભગવાનની મૂર્તિ લગાવી પણ રહ્યા છો તો ધ્યાન આપો તમે જે તસ્વીર ચયન કરેલી હોય તેમાં ગણેશજી બેઠા હોય. ગણેશજીની બેઠેલી અવસ્થામાં તસ્વીરને વધારે શુભ માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "તમારા ઘરમાં મુશ્કેલીઓ આવવાનાં એક કારણનો સબંધ ગણેશજીની મૂર્તિઓ સાથે પણ છે, જાણો કારણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel