સુશાંતે બહેનના લગ્નમાં કર્યો હતો હીરોની જેમ પ્રવેશ , સોશ્યલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

સુશાંત સિંહ રાજપૂતના નિધનને બે મહિનાથી વધારે સમય થઇ ગયો છે, પણ એના ચાહકો એને ભૂલતા જ નથી. સુશાંતના ઘણા જૂના વિડીયો અને ફોટા હજી પણ વાયરલ થઇ રહ્યા છે. સુશાંતની બહેનો પણ અવારનવાર પોતાના ભાઈને યાદ કરીને કોઈ ને કોઈ પોસ્ટ શેર કરતી રહે છે. ખાસ તો સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિ એને સૌથી વધારે યાદ કરી રહી છે. ક્યારેક એ સુશાંત માટે ગ્લોબલ પ્રેયર મીટ કરી રહી છે, તો ક્યારેક આખી દુનિયાને ગાયત્રી મંત્રનો જાપ કરવા માટે વિનંતી કરી રહી છે.

આ બધામાં સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં સુશાંત સિંહ રાજપૂત પોતાની બહેન શ્વેતા સિંહ કીર્તિના લગ્નમાં જોરદાર પ્રવેશ કરતો દેખાઈ રહ્યો છે. વાયરલ થયેલ આ વિડીયોમાં સુશાંત પોતાના જીજાજી વિશાલ કીર્તિને બુકે આપતા દેખાઈ રહ્યા છે. બુકે આપ્યા પછી તરત સુશાંતના ગળે મળે છે. વિડીયોમાં સુશાંત એકદમ ખુશ દેખાઈ રહ્યા છે. સુશાંતના આ વિડીયોને એના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વિડીયો જોવા પછી એક વાર ફરી સુશાંતના ચાહકોની આંખો ભીની થઇ ગઈ છે.

જયારે અંકિતાને પહેરાવ્યું હતું મંગળસૂત્ર

સુશાંતના નિધન પછી એના ઘણા ફોટા અને વિડીયો વાયરલ થયા છે. વીતેલા દિવસોમાં સુશાંત અને અંકિતાનો એક વિડીયો ઘણો વાયલર થયો હતો, જેમાં એ અંકિતાને મંગળસૂત્ર પહેરાવી રહ્યા હતા. આ એક રીયાલીટી શો ઓ વિડીયો હતો. શો માં બંને પોતાના ટીવી શો ‘પવિત્ર રિશ્તા’ નું પ્રમોશન કરવા ગયા હતા, જ્યાં એમને આવું એક ટાસ્ક આપવામાં આવ્યું હતું.

શો ના હોસ્ટ હતા કૃષ્ણા અભિષેક , અને એમણે અંકિતા સુશાંતને એક મિનીટ લગ્નનું ટાસ્ક આપ્યું હતું. આ એક મીનીટના ટાસ્કમાં અંકિતા અને સુશાંતને વાર વધુના કપડામાં તૈયાર થઈને લગ્ન કરવાના હતા. આ ટાસ્ક દરમિયાન સુશાંતને અંકિતાને મંગળસૂત્ર પણ પહેરાવવાનું હતું. બંને જલ્દી જલ્દી પોતાના આ ટાસ્કને એક મિનીટમાં પૂરું કરી લે છે.

૧૦૧ દેશોએ કર્યો ગાયત્રી મંત્રનો પાઠ


હાલમાં જ સુશાંતની બહેન શ્વેતાએ પોતાના ભાઈને ન્યાય અપાવવા માટે સુશાંત માટે એક વૈશ્વિક પ્રાથના સભાનું આયોજન ૧૫ ઓગસ્ટના રોજ કર્યું હતું. બધા લોકોને આ પ્રાથના સભામાં હિસ્સો બનવા માટેની અપીલ શ્વેતાએ કરી હતી. શ્વેતાની અપીલ પછી લાખો લોકો આ વૈશ્વિક પ્રાથના સભામાં હજાર રહ્યા હતા. તો જયારે ૨૨ ઓગસ્ટના ગણેશ ચતુર્થીના દિવસે શ્વેતાએ પોતાના ભાઈના પ્રશંસકોને ન્યાયની પ્રાથના કરી તો ૧૦૧ દેશોના લોકોએ આમાં ભાગ લીધો. હિંદુ, મુસ્લિમથી લઈને સીખ ઈસાઈ , બધા ધર્મોના લોકોએ એકસાથે મળીને સુશાંત માટે ગાયત્રી મંત્રનો પાઠ કર્યો.

બહેને વ્યક્ત કર્યો આભાર

આખા દેશમાંથી મળેલ સહયોગ પછી શ્વેતાએ એક વિડીયો ટ્વીટ કર્યો, જેમાં એમણે લખ્યું કે ૧૦૧ દેશોના લોકો અમારી સાથે જોડાયા. મુસ્લિમ, હિંદુ, ઈસાઈ જે પણ હતા, એનાથી કોઈ ફર્ક નથી પડતો. બધા આપણા પ્રેમાળ સુશાંત માટે ગાયત્રી મંત્રનો જાપ કરી રહ્યા હતા. આશા છે કે ભગવાન આ લડાઈ માટે સત્ય, અને ન્યાય માટે આવીજ એકતા જાળવી રાખે. #GayatriMantra4SSR #JusticeForSushant #GodIsWithUs” શ્વેતાએ કહ્યું કે આ આયોજનથી એમનું દિલ ગદગદિત થઇ ગયું. આ આયોજનથી એમને ઘણી તાકાત મળી અને આસપાસ સકારાત્મક ઉર્જાનો અનુભવ થયો. સાથેજ શ્વેતાએ આ મીટીંગનું આયોજન કરવાવાળા અને એમાં શામેલ થયેલ લોકોનો આભાર પણ માન્યો.

0 Response to "સુશાંતે બહેનના લગ્નમાં કર્યો હતો હીરોની જેમ પ્રવેશ , સોશ્યલ મીડિયા પર વાયરલ થયો વિડીયો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel