ત્રિરંગા મોદક – નથી જરૂર ગેસ ચાલુ કરવાની આ મોદક બની જશે ફટાફટ…

કેમ છો ફ્રેન્ડસ..જય ગણેશ 🙏

આજે હું શ્રી ગણેશ નાં પ્રસાદ માં લાવી છું ત્રિરંગા મોદક.. બનાવવા માં એકદમ સહેલા છે અને ગેસ ની પણ જરૂર પડતી નથી… શું તમને ખબર છે કે આપણે ગણપતિ દાદા નું 10 દિવસ પછી વિસર્જન કેમ કરીએ છે ?

દરેક દેવી-દેવતાઓમાં ગણેશજીને સૌ પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. દરેક મંગળ કાર્યમાં ગણપતિને પ્રથમ મનાવવામાં આવે છે અને તેમની પૂજા પછી જ અન્ય દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. ગણેશોત્સવમાં ભક્તો ગણપતિને અનેક પ્રકારે લાડ લડાવે છે .

સનાતન ધર્મ મુજબ ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી શ્રી વેદવ્યાસજીએ ભાગવત કથા ગણપતિજીને સતત 10 દિવસ સુધી સંભળાવી હતી. જેને ગણપતિએ પોતાના દાંતથી લખી હતી. દસ દિવસ પછી જ્યારે વેદવ્યાસજીએ આંખ ખોલી તો જોયું કે 10 દિવસની મહેનત બાદ ગણેશજીનું તાપમાન ખૂબ વધી ગયું છે. તરત જ વેદ વ્યાસજીએ ગણેશજીને નિકટના કુંડમાં લઇ જઈને ઠંડા કર્યા હતા. તેથી ભાદ્રપદ શુકલ ચતુર્થીના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને ભાદ્રપદ શુક્લ ચતુર્દશી અર્થાત અનંત ચતુર્દશીના રોજ તેમને ઠંડા કરી વિસર્જન કરવામાં આવે છે.

ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે ગણપતિને બુદ્ધિનાં દેવ પણ માનવામાં આવે છે કારણ કે આ એક વૈજ્ઞાનિક તથ્ય છે કે મનુષ્યનાં મસ્તિષ્કમાં અધિકાંશ તરળ ભાગ જ છે. આ માટે તો ગણપતિને ગણેશોત્સવ બાદ જળમાં વિસર્જિત કરવામાં આવે છે કારણ કે જળ એ ગણપતિનું નિવાસ સ્થાન માનવામાં આવે છે.

તો આની સાથે સામગ્રી પણ જોઈ લેશું..

“ત્રિરંગા મોદક”

સામગ્રી –

  • 100 ગ્રામ – પનીર
  • 1વાટકી – મિલ્ક પઉડર
  • 1 વાટકી – કોપરાનું છીણ
  • અર્ધી વાટકી – પાઉડર સુગર
  • ઘી –
  • 1 ચમચી – ઈલાંયચી પાઉડર
  • 2 ચમચી – બદામ અને પીસ્તા ની કતરણ
  • ચપટી – કેસરી અને ગ્રીન કલર
  • એક સૂતી કપડું

રીત –

સૌ પ્રથમ પનીર ને મસળી લેવાનું પછી એક સુતિકાપડ માં નાખી બધું પાણી કાઢી નાખવું.

હવે એક બાઉલ માં કાઢી તેમાં મિલ્ક પાઉડર ,પીસેલી ખાંડ ,અને કોપરાનું છીણ મિક્સ કરવું.ખાંડ જોઇતા પ્રમાણ માં ઉમેરવી કેમ કે આપણે મિલ્ક પાઉડર ઉમેરવાનાં છે .

હવે તેમાં ઇલાયચી પાઉડર અને કાજુ બદામ ની કતરણ મિક્સ કરી દેવી.

હવે તેના ત્રણ ભાગ કરવા.એક માં ચપટી ગ્રીન કલર અને બીજા માં ચપટી કેસરી કલર અને ત્રીજું સફેદ રાખવું.

હવે મોલ્ડ ને ઘી લગાવી પેલા કેસરી મિશ્રણ ભરવું એકદમ દાબી ને ભરવું જેથી શેપ પ્રોપર આવે.કેસરી પછી સફેદ મિશ્રણ ભરવું.અને છેલ્લે ગ્રીન મિશ્રણ ભરવું. આવી રીતે બધા મોદક તૈયાર કરી લેવા …

તો તૈયાર છે બાપ્પા માટે ત્રિરંગા મોદક..

ફાયદા –

  • હાડકા અને દાંત મજબૂત બને છે.
  • સેલેનિયમ , ફાયબર, પણ મળે છે.
  • સેલેનિયમ એક ખનીજ છે જે શરીરમાં યેંજાઈમ તૈયાર કરવામાં મદત કરે છે.
  • ઇલાયચી શ્વસન ની શુદ્ધ રાખે છે અને સાથે સ્વાદિષ્ટ ટેસ્ટ પણ આપે છે

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

0 Response to "ત્રિરંગા મોદક – નથી જરૂર ગેસ ચાલુ કરવાની આ મોદક બની જશે ફટાફટ…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel