આ રીતે ઘરના લડ્ડુ ગોપાલ માટે બનાવો સફેદ માખણ, બનાવવાની રીત છે સાવ સરળ

લડ્ડુ ગોપાલને માખણ ખુબ જ પસંદ હોય છે. ધામિક માન્યતાઓ મુજબ લડ્ડુ ગોપાલને માખણ એટલું વધારે પસંદ છે કે, તેઓ માખણની ચોરી પણ કર્યા કરતા હતા, જેના કારણે તેમને માખણ ચોર પણ કહેવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે લડ્ડુ ગોપાલને વિશેષ રૂપથી માખણનો ભોગ લગાવવામાં આવે છે. આ વર્ષે દેશમાં જન્માષ્ટમી ૧૧ ઓગસ્ટ અને ૧૨ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. દેશના કેટલાક ભાગોમાં ૧૧ ઓગસ્ટ અને કેટલાક ભાગોમાં ૧૨ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે.

image source

જન્માષ્ટમીના દિવસે લડ્ડુ ગોપાલને ઘણા પ્રકારની વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે. લડ્ડુ ગોપાલના ભોગમાં માખણને સામેલ કરવું જોઈએ. જો આપ પણ વિચારી રહ્યા છો કે, ઘરમાં સફેદ માખણ કેવી રીતે બનાવી શકાય તો આજે અમે આપને જણાવીશું કે આપ ઘરે જ માખણ કેવી રીતે બનાવી શકો છો. ઘરે માખણ બનાવવું ખુબ સરળ હોય છે. ચાલો જાણીએ માખણ બનાવવાની વિધિ…

માખણ બનાવવાની વિધિ :

સ્ટેપ 1 :

image source

સૌથી પહેલા આપે કેટલાક દિવસો સુધી મલાઈને એક વાસણમાં એકઠી કરવાની છે. આ મલાઈને ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી લો. જે દિવસે આપ માખણ બનાવવા હોવ તે દિવસે ફ્રીઝરમાં સ્ટોર કરેલ મલાઈને બહાર કાઢી લો.

સ્ટેપ 2 :

image source

થોડાક સમયમાં રૂમ ટેમ્પરેચરમાં આવી જાય પછી મલાઈને ફૂડ પ્રોસેસરમાં નાખી દો અને ફૂડ પ્રોસેસરને ચલાવો. આપે માખણ અને છાશને અલગ થાય ત્યાં સુધી તેને ચલાવવાનું છે.

સ્ટેપ 3 :

image source

જયારે માખણ અને છાશ અલગ થઈ જાય ત્યારે માખણને એક લાકડીની મદદથી અલગ કરી લો. આ સરળ સ્ટેપ્સને ફોલો કરતા આપ આપના ઘરે જ માખણ બનીને તૈયાર થઈ જશે.

હવે જાણીશું માખણ ક્યાં સુધી ખરાબ થશે નહી..

એક અઠવાડિયા સુધી ખરાબ નહી થાય. :

image source

આપ આ માખણને બનાવીને ફ્રીઝમાં રાખી દેવું જોઈએ. આપે આ માખણને ફ્રીઝમાં રાખી દીધા પછી એક અઠવાડિયા સુધી આ માખણ ખરાબ થશે નહી.

image source

આ સરળ રીતથી આપ આપના ઘરે જ લડ્ડુ ગોપાલને પ્રિય એવું સફેદ માખણ બનાવીને ભોગ લગાવી શકો છો. આ સાથે જ તહેવારોના દિવસો દરમિયાન બજારમાં મળી આવતું સફેદ માખણ ઘણી વાર ભેળસેળ વાળું હોય છે. એટલા માટે આપે આપની આસ્થા સાથે કોઈ ચેડા ના કરી શકે તે માટે આપે શક્ય હોય તો ઘરે જ મલાઈ એકઠી કરીને સફેદ માખણ બનાવવું જોઈએ. જેથી કરીને આપની આસ્થા સાથે અને પરિવારના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા કરી શકે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આ રીતે ઘરના લડ્ડુ ગોપાલ માટે બનાવો સફેદ માખણ, બનાવવાની રીત છે સાવ સરળ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel