શરીરે જાડી હોવા છતાં પણ ઘણી પ્રખ્યાત છે ટીવીની આ અભિનેત્રીઓ, આજે ટીવીનું મોટું નામ બની ગઈ છે આ અભિનેત્રીઓ

નાનો પડદો હોય કે મોટો પડદો , બંને જગ્યાએ અભિનેત્રીઓ માટે સુંદરતાની સાથે સાથે જીરો ફિગર હોવું ઘણું જ જરૂરી હોય છે. અભિનેત્રીઓનું વજન, સાઈજ અને ફિગર એમના કરિયર માટે ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો અભિનેત્રીઓ પોતાને સ્લીમ અને ફીટ રાખે તો એમના સફળ થવાની તક વધી જાય છે. જો અભિનેત્રીઓ પ્લસ સાઈજ હોય છે, એમને કામ મેળવવામાં ઘણી સમસ્યાથી પસાર થવું પડે છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જેમને શરૂઆતમાં પોતાના ફિગરને કારણે ઇન્ડસ્ટ્રીમાં કામ ના મળી શક્યું, પણ પછીથી એમણે પોતાના ફિગરને સાચવ્યું અને પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી લાખો લોકોને ઘણા પ્રભાવિત કર્યા છે. ટીવી જગતમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જે પ્લસ સાઈજ હોવા છતાં ઇન્ડસ્ટ્રીમાં સારું એવું નામ કમાઈ રહી છે. વર્તમાન સમયમાં આ અભિનેત્રીઓ દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. આજે અમે તમને આ લેખ દ્વારા ટીવી ઇન્ડસ્ટ્રીની કેટલીક એવી પ્રખ્યાત અભિનેત્રીઓ વિષે જાણકારી આપવાના છે, જેમણે એ સાબિત કરી દેખાડ્યું છે કે ટેલેન્ટ સામે પ્લસ સાઈજ હોવી એ મહત્વની નથી.

ભારતી સિંહ


નાના પડદાની લાફ્ટર ક્વીન કહેવાતી ભારતી સિંહને કોણ નહિ ઓળખતું હોય? એ ટીવી જગતની પ્રખ્યાત કોમેડિયન છે. જયારે એમણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે એને કોઈ પસંદ નહતું કરતુ. પોતે પ્લસ સાઈજની હોવાને કારણે ઘણી સમસ્યાથી પસાર થવું પડ્યું હતું, પણ ભારતી સિંહે પોતાના ફિગરને પોતાના લક્ષ્ય આગળ ના આવવા દીધું. ધીમે ધીમે એમનો જાદુ દર્શકો પર ચાલવા લાગ્યો અને એ બધા દર્શકોની ચાહીતી બની ગઈ છે. વર્તમાન સમયમાં પણ ભારતી સિંહને લોકો લલ્લીના નામે ઓળખે છે.

રિતાશા રાઠોર


રિતાશા રાઠોરએ એન્ડ ટીવીની સૌથી પ્રખ્યાત સીરીયલ ‘બઢો બહુ’ માં મુખ્ય રોલ કર્યો હતો. આ સીરીયલમાં એમણે કોમલનો રોલ કર્યો, જેનાથી એમને ઘણી લોકપ્રિયતા મળી હતી. રિતાશા પ્લસ સાઈજ હોવા છતાં સોશ્યલ મીડિયા પર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. ફેંસ એમની તસ્વીરોને પણ ઘણી પસંદ કરે છે.

અંજલિ આનંદ


ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રીઓમાં એક અંજલિ આનંદ પણ છે. જેમને પ્લસ સાઈજ અભિનેત્રીના રૂપમાં સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. અંજલિ આનંદે પોતાના કરિયરની શરૂઆત સ્ટાર પ્લસના ધારાવાહિક ઢાઈ કિલો પ્રેમથી કરી હતી. શરૂઆતના દિવસોમાં એમના લુક્સ અને એમના મોટાપાને લઈને લોકો સંતુષ્ટ ન હતા, પણ એમણે પોતા ટેલેન્ટના દમ પર એ સાબિત કરી દેખાડ્યું કે પ્લસ સાઈજ કોઈ મહત્વ નથી ધરાવતું.

ચાંદની ભગવાની


ચાંદની ભગવાની ખુબસુરત હોવાની સાથે સાથે ટેલેન્ટેડ પણ છે. એ નાના પડદાની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. એક સમય પહેલા એ પ્લસ સાઈજ હતી, પણ એમણે પછી પોતાનું વજન ઘણું ઘટાડી લીધું. એમની શ્રેષ્ઠ એક્ટિંગને દર્શક ઘણી પસંદ કરે છે.

ડેલનાજ ઈરાની


ટીવી જગતની પ્રખ્યાત અભિનેત્રી ડેલનાજ ઈરાનીએ જીરો ફિગરને લઈને બધા લોકોની વિચારને બદલી દીધા છે. એમણે ટીવીના ઘણા શો સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. એમણે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગના દમ પર ફિલ્મ જગતમાં સારું એવું નામ કમાયું છે.

0 Response to "શરીરે જાડી હોવા છતાં પણ ઘણી પ્રખ્યાત છે ટીવીની આ અભિનેત્રીઓ, આજે ટીવીનું મોટું નામ બની ગઈ છે આ અભિનેત્રીઓ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel