વિરાટ-અનુષ્કા બનવા જઈ રહ્યા છે માતાપિતા – બેબી બંપ સાથે સમાચાર શેર કર્યા અનુષ્કાએ
ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માને લાખલાખ બધાઈઓ ! આ સ્ટાર કપલ જાન્યુઆરી 2021માં પોતાનું પ્રથમ બાળક એસ્પેક્ટ કરી રહ્યું છે. અનુષ્કાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની એક પોસ્ટ પર કરી છે, જેમા તેણી પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે અને સાથે વિરાટ કોહલી પણ છે. તેણીએ તસ્વીર શેર કરતા લખ્યું છે, ‘અને હવે, અમે ત્રણ હોઈશું ! જાન્યુઆરી 2021માં આવી રહ્યું છે,’

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં અનુશ્કાના ઘણા બધા કલીગ્સે તેણીને શુભેચ્છાઓ પાઠવી છે, આલિયા ભટ્ટ, વરુન ધવન અને દીયા મિર્ઝાએ હાર્ટ ઇમોજી કમેન્ટ કર્યા છે. તો વળી પરિનિતિ ચોપરાએ ‘કોંગ્રેટ્સ સ્ટનર્સ’ લખ્યું છે. બીજા સ્ટાર્સમાં તાપસી પન્નુ, સાન્યા મલ્હોત્રા, કીયારા અડવાણી અને પૂજા હેગડેનો સમાવેશ થાય છે જેમણે તેમને શુભેચ્છા પાઠવતા મેસેજ લખ્યા છે. તો વળી રમત જગતની હસ્તીઓએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી છે જેમાં કે. એલ રાહુલ અને સાનિયા મિર્ઝાનો સમાવેશ થાય છે.
કેટલાક વર્ષોની રિલેશિનશીપ બાદ વિરાટ અને અનુશ્કાએ ખૂબજ અંગત લોકોની હાજીરીમાં ઇટાલી ખાતે 2017ના ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા. આ પહેલાં વિરાટ કોહલી જ્યારે ફૂટબોલ સ્ટાર સુનિલ છેત્રી સાથે ઇન્સ્ટા લાઇવ પર વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમણે ક્યારેય અનુષ્કાને ફોર્મલી પ્રપોઝ નથી કર્યું.
તેણે કહ્યું હતું, ‘અનુષ્કા સંપૂર્ણ સત્ય કહે છે, અમને ક્યારેય તેવું કરવાની જરૂર નથી પડી, અમને ખબર હતી કે અમે બન્ને એકબીજા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છીએ, તેમાં કોઈ જ શંકા ક્યારેય નહોતી. માટે અમને જ્યારે ખબર પડી કે બધું જ સ્મૂધ ચાલી રહ્યું છે, કે તરત જ અમે અમારું નવું જીવન એક સાથે શરૂ કરવા ખૂબ જ ઉત્સુક થઈ ગયા. અને પછી બસ બધું આગળ વધતું રહ્યું.’

તાજેતરમાં વિરાટ અને અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર ફન ક્વીઝ કર્યું હતું જેમાં તેમણે એકબીજાના ફીલ્ડ વિષે તેઓ કેટલું જ્ઞાન ધરાવે છે તેનો ટેસ્ટ લીધો હતો. તેમણે તેઓ એકબીજાને કેટલા ઓળખે છે તે વિષેના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.

અનુષ્કાના કામની વાત કરીએ તો અનુષ્કા છેલ્લે મોટા પરદા પર આનંદ એલ રાઈની ઝીરોમાં જોવા મળી હતી. ત્યાર બાદ અત્યાર સુધીમાં તેણે બીજો એક પણ નવો પ્રોજેક્ટ સાઇન નથી કર્યો. જો કે તેણીએ પોતાની પ્રોડક્શન કંપની દ્વારા ઘણી બધી વેબ સિરિઝ લોન્ચ કરી છે. જેમાં તાજેતરમાં જ એમેઝોન પ્રાઈમ વિડિયો પર પાતાલ લોક અને નેટફ્લીક્સ પર બુલબુલ રિલિઝ થઈ છે જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
Source: Hindustantimes, Instagram
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "વિરાટ-અનુષ્કા બનવા જઈ રહ્યા છે માતાપિતા – બેબી બંપ સાથે સમાચાર શેર કર્યા અનુષ્કાએ"
ટિપ્પણી પોસ્ટ કરો