દાડમ ખાવાથી આ રોગમાંથી મળે છે છુટકારો, જાણીને રહી જશો દંગ..

દાડમ ના દરેક નાના દાણા ઘણા ગુણોથી સમૃદ્ધ હોય છે. દાડમ સો રોગોની એક દવા છે. દાડમ ખાવા અને દાડમનું જ્યુસ પીવાથી ઘણાં લાભ મળે છે. પરંતુ દાડમ ખાવાથી તમે અનેક રોગોને દૂર કરી શકો છો, દાડમ અનેક રોગોમાં ફાયદાકારક છે. દાડમમાં ફાઇબર. વિટામીન કે, સી અને બી, આયરન, પોટેશિયમ, ઝિંક જેવા તત્વો રહેલાં છે. દાડમનું દરરોજ સેવન કરવાથી લોહીની ઉણપ નહી થાય. તો ચાલો જાણી લઈએ એના ફાયદા વિશે..

image source

આયુર્વેદ મુજબ

કોઇપણ દ્રવ્યનો દવા તરીકે ઉપયોગ કરવા માટે આયુર્વેદ પાંચ ભૌતિક્ત્વનાં સિદ્ધાંતને અનુસરે છે. આ માટે જે તે દ્રવ્યની વિશિષ્ટતા તેમાં રહેલા રસ-ટેસ્ટ ખાટો, મીઠો વગેરે, ગુણ-દીપન, પાચન, સ્નીગ્ધ, ગ્રાહી વગેરે, વીર્ય-શીતવીર્ય, ઊષ્ણવીર્ય-એક્ટીવ પ્રિન્સીપલ અને વિપાક-શરીરમાં પાચન થયા બાદ તે દ્રવ્યનો રસ, પાચકરસો સાથે સંયોજાયા બાદ કેવો પરિણમે છે. આવી વિશિષ્ટ બાબતોને ધ્યાનમાં રાખી રોગ મટાડવા માટે વાપરવામાં આવે છે.

આયુર્વેદ કહે છે, દાડમમાં તુરો, ખાટો, અને મીઠો રસ હોય છે. દાડમનાં ગુણ દીપન-એન્જાયમેટિક, પાચક-ડાયજેસ્ટીવ, રૂચિકર-પેલેટેબલ, તૃપ્તિ કરાવે તેવું, બળ વધારે તેવું, ગ્રાહી-શ્વસનતંત્ર કે આંતરડામાં થતાં વધુ પડતા મ્યૂક્સને અટકાવે તેવું તથા ત્રણેય દોષને મટાડે તેવા ગુણો ધરાવે છે.

image source

જુનો મરડો કે ઝાડા ની સમસ્યા માટે

જેઓને પેટમાં ખૂબ ચૂંક આવીને, દુખાવા સાથે ઝાડા થતાં હોય, જૂનો મરડો હોય-વારંવાર ઊપચાર કરવા છતાં, એન્ટીડિસેન્ટ્રીક દવાઓનો કોર્સ પુરો કરવા છતાં મરડાનો રોગ ઊથલો મારતો હોય, તેવા રોગીઓએ દાડમનાં ફળની છાલ અને લવિંગને પાણીમાં પલાળી, પાણી ઉકળીને અડધું થાય તેવો ઉકાળો બનાવી તેમાં મધ કે સાકર નાખી દિવસમાં એકવાર પીવું. થોડો લાંબો સમય આ ઊપચાર કરવાથી જૂનો મરડો મટે છે.

image source

અપચાની સમસ્યા માટે

અપચાની સમસ્યાથી પરેશાન હોવ તો દાડમના ચાર ચમચી રસમાં થોડું શેકેલા જીરાનો પાવડર મિક્સ કરીને લેવાથી રાહત મળશે.

image source

દાંતના પેઢા અને ખરાબ દુર્ગંધ ની સમસ્યા

દાંતના પેઢાની તકલીફથી પરેશાન હોવ તો દાડમની છાલને સૂકવીને તેનો પાવડર બનાવી લોઅને તેનાથી દાંત સાફ કરો. તેનાથી દાંત ચમકશે અને પેઢા મજબૂત બનશે. મોઢામાં ખરાબ દુર્ગંધ આવતી હોય ત્યારે દાડમની છાલના પાવડર ના કોગળા કરવાથી દુર્ગંધ દુર થઇ જાય છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "દાડમ ખાવાથી આ રોગમાંથી મળે છે છુટકારો, જાણીને રહી જશો દંગ.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel