દાવો: સુસાઈડ પહેલા રાત્રે સુશાંતે કરી હતી પાર્ટી, ત્યાં હાજર હતો એક નામી રાજનેતાનો દીકરો

સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી એને દોઢ મહિના જેવું થઇ ગયું છે. ફેંસ હજી પણ એક્ટરના જવાના દુઃખને ભૂલ્યા નથી. નોંધપાત્ર છે કે ૧૪ જુને સુશાંતે પોતાના મુંબઈના બાંદ્રાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોસ્ટમોર્ટમમાં પણ એવું જ જણાવ્યું છે કે એમનું મૃત્યુ શ્વાસ ઘૂંટાવાને કારણે થયું હતું. જોકે, સુશાંતના ચાહનારા કેટલાક લોકો એ વાત માનવા તૈયાર નથી. એમનું કહેવું છે કે સુશાંતે આત્મહત્યા નહિ પણ એ મર્ડર હતું. હવે હકીકત શું છે એ તો સમય આવે જ ખબર પડશે. અત્યારે આ કેસને લઈને પોલીસમાં તપાસમાં લાગેલી છે. આ સંબંધમાં હજી સુધી મુંબઈ પોલીસ ૪૦ થી વધારે લોકોના નિવેદન લઇ ચુકી છે.

આ બધાની વચ્ચે પોલીસ પણ સુશાંત કેસની તપાસમાં સક્રિય થઇ ગઈ છે. હાલમાંજ સુશાંતના પિતા કે કે સિંહએ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તી સહીત ચાર લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી છે. એમનો આરોપ છે કે રિયાએ સુશાંતને પોતાના પ્રેમની જાળમાં ફસાવી અને પછી એને બ્લેકમેલ કરીને એની પાસેથી કરોડો રૂપિયા ઉઠાવી લીધા. બીજી બાજુ ,પોલીસે સુશાંતની બેંકની માહિતી ચેક કરી તો ખબર પડી કે રિયા પોતાના ઘણા ખર્ચ સુશાંતના ક્રેડિટ કાર્ડથી કરતી હતી. એટલે સુધી કે એને એના એટીએમનો પીન પણ ખબર હતી. આ રીતે સુશાંતના કેસમાં રોજ નવા નવા રહસ્ય ખુલી રહ્યા છે.

પાર્ટીમાં હાજર હતો નેતાનો દીકરો


હવે એક મીડિયા રીપોર્ટ એ દાવો કરી રહી છે કે સુશાંતની મોતની એક રાત પહેલા જ એમના ઘરે એક પાર્ટી થઇ હતી. ટાઈમ્સ નાવના એક રીપોર્ટ અનુસાર આ પાર્ટીમાં એક નામી નેતાનો દીકરો પણ શામેલ હતો. પછી એક ખબર એવી પણ આવી રહી છે કે પાર્ટીમાં સુશાંતની દલીલ પણ થઇ હતી. એવામાં એ પાર્ટી છોડીને ચાલ્યા ગયા હતા. હવે એ સંભાવના બતાવાઈ રહી છે કે કદાચ મુંબઈ પોલીસ દ્વારા તપાસમાં ઢીલ કરવાનું કારણ આ નામી નેતાનો દીકરો પણ હોઈ શકે છે. એવું જણાવાઈ રહ્યું છે કે પાર્ટી પછી સુશાંતે ઓનલાઈન ગેમ પણ રમી હતી. બીજી બાજુ, પાર્ટીની રાત્રે બિલ્ડીંગના સીસીટીવી કેમેરા પણ કામ નહતા કરતા.


તો બીજી બાજુ,પોતાના વિરુદ્ધ એફઆઈઆર દાખલ થયા પછી રિયા ચક્રવર્તીએ પણ પોતાની તરફથી એક યાચિકા દાખલ કરી છે. એમનું કહેવું છે કે સુશાંતની આત્મહત્યામાં એમનો કોઈ હાથ નથી. રિયા તો એવો પણ દાવો કરી રહી છે કે સુશાંતની પાછળ કેટલાક તાકતવર લોકો પડ્યા હતા, કે હવે મને ફસાવવા માટે એના (સુશાંત)ના પરિવારને ભડકાવી રહ્યા છે. રિયાએ એવું પણ કહ્યું કે એવા લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે જે મારા વિરુદ્ધ ગવાહી આપે.

0 Response to "દાવો: સુસાઈડ પહેલા રાત્રે સુશાંતે કરી હતી પાર્ટી, ત્યાં હાજર હતો એક નામી રાજનેતાનો દીકરો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel