મુંબઇમાં ભારે વરસાદ: જાણો મુંબઇના કયા વિસ્તારના શું છે હાલ…
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક તરફ કરોના વાઇરસ કહેર વર્તાવી રહ્યો છે. તેવામાં ગઈકાલ રાતથી અહીં ભારે વરસાદ શરૂ થયો છે. જેના કારણે સવાર સુધીમાં મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા અનેક વાહન પાણીમાં ફસાયેલા જોવા મળ્યા હતા.

મુંબઇમાં વરસાદી પાણીના કારણે સૌથી વધુ ખરાબ સ્થિતિ હિંદમાતા, સાયન, માટુંગાની જોવા મળી હતી. અહીં રસ્તા પર બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. અરબી સમુદ્રમાં સક્રિય થયેલ સિસ્ટમના કારણે સોમવારથી જ મુંબઈમાં ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. તેવામાં હવામાન વિભાગે આજે અહીં વરસાદની સાથે હાઈ ટાઈડની ચેતવણી પણ આપી છે.

હાઈ ટાઈડ ના સમયે દરિયાના મોજા ચાર મીટરથી ઊંચા ઊછળી શકે છે તેથી દરિયાની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ઘરની બહાર ન નીકળવા હવામાન વિભાગે સૂચના આપી છે. આ સાથે જ બાંદ્રા ચર્ચગેટ વચ્ચે બસ સેવા પણ રોકી દેવામાં આવી છે.

ભારે વરસાદના કારણે પાણી ભરાતા મુંબઈની લોકલ સર્વિસ ઠપ્પ થઈ છે. મુંબઈના 8 રૂટ પર બસો નો રસ્તો ફેરવવામાં આવ્યો છે. આ સાથે જ ઇમરજન્સી સેવાઓને બાદ કરતાં દરેક ઓફિસ પણ બંધ રાખવાનો આદેશ બીએમસીએ કર્યો છે.

હવામાન વિભાગે આગામી 48 કલાક માટે મુંબઈ અને થાણે માટે રેડ એલર્ટ જાહેર કર્યો છે.

સોમવારે મોડી રાતથી શરૂ થયેલા વરસાદના કારણે સાન્તાક્રુઝ, પરેલ, મહાલક્ષ્મી, મીરારોડ, કોલાબા સહિતના વિસ્તારોમાં પણ ગોઠણડૂબ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "મુંબઇમાં ભારે વરસાદ: જાણો મુંબઇના કયા વિસ્તારના શું છે હાલ…"
ટિપ્પણી પોસ્ટ કરો