દુનિયાનો એ સૌથી અમીર વ્યક્તિ, જેની સંપતિનો આજ સુધી નથી લગાવી શકાયો અંદાજો, જાણો એ વ્યક્તિ વિશે..

ટિમ્બક્ટુનો રાજા મનસા મુસા ઇતિહાસનો સૌથી ધનિક વ્યક્તિ હતો. આજે, ટિમ્બક્ટુ એ આફ્રિકન દેશ માલીનું એક શહેર છે. એવું કહેવામાં આવે છે કે તે શહેર પાસે ખૂબ જ સંપત્તિ હતી, જેનું અનુમાન પણ લગાવવું મુશ્કેલ હતું.મુસાએ માલી ની સલ્તનત પર શાસન કર્યું ત્યારે ત્યાં સોનાના ભંડાર હતા.આ ઉપરાંત એમ પણ કહેવામાં આવે છે કે તેમના શાસનમાં એક વર્ષમાં લગભગ ૧૦૦૦ કિલો સોનાનું ઉત્પાદન થતું હતું.

image source

ખરેખર, માનસા મૂસાનું અસલી નામ મુસા કીટા પ્રથમ હતું, પરંતુ રાજા બન્યા પછી તેને મનસા કહેવાયા.મનસા એટલે બાદશાહ. બીબીસીના કહેવા પ્રમાણે, મુસાની સલ્તનત એટલી મોટી હતી કે તેના અંતનો અંદાજ લગાવી શકાય નહીં. આજના મોરિટાનિયા, સેનેગલ, ગામ્બિયા, ગિની, બુર્કિના ફાસો, માલી, નાઇજર, ચાડ અને નાઇજિરીયા તે સમયે મૂસાની સલ્તનતનો ભાગ હતા.

image source

ઇ.સ ૧૩૧૨માં મનસા મૂસા માલી સામ્રાજ્યનો શાસક બન્યો. લગભગ ૨૫ વર્ષ તેમના શાસનકાળ દરમિયાન, તેમણે ઘણી મસ્જિદો બનાવી હતી, જેમાંથી ઘણી મસ્જિદ આજે પણ હાજર છે. તિમ્બક્ટુની જીંગેબર મસ્જિદ એ જ મસ્જિદો છે જે મનસા મુસાના યુગ દરમિયાન બનાવવામાં આવી હતી.

image source

મનસા મૂસાને લગતી એક કથા વિશ્વભરમાં પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે ઈ.સ ૧૩૨૪માં મનસા મૂસા મક્કાની મુલાકાતે નીકળ્યા હતા. આ સમય દરમિયાન તેમના કાફલામાં આશરે 60 હજાર લોકો સમાવિત થયા હતા, જેમાંથી ફક્ત12 હજાર  તેના અંગત અનુયાયીઓ હતા. આ સિવાય મનસા મૂસા જે ઘોડા પર સવાર હતા તે ઘોડાની આગળ 500 લોકોની ટુકડી હતી અને દરેકના હાથમાં એક-એક સોનાની લાકડીઓ હતી.

image source

એવું કહેવામાં આવે છે કે મનસા મૂસાના કાફલામાં 80 ઈંટોનો જથ્થો પણ હતો અને દરેક ઈંટ પર 136 કિલો સોનું લાદવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે મનસા મૂસા એટલા ઉદાર હતા કે જ્યારે તે ઇજિપ્તની રાજધાની કૈરોથી પસાર થયો ત્યારે તેણે ગરીબોને એટલા પૈસા દાનમાં આપ્યા કે તેના વિષે તમે કલ્પના પણ ન કરી શકો.

image source

યુરોપમાં મનસા મુસાના યુગમાં ખનિજ કે સોનાનો ભંડાર નહોતો.મનસા મુસા પાસે અઢળક સંપતિનો ભંડાર હતો તે કરોડો રાજ્યોને દાન કરે તો પણ તેની સંપતિમાં કોઈ ખાસ ઘટાડો થાય એમ ન હતો.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "દુનિયાનો એ સૌથી અમીર વ્યક્તિ, જેની સંપતિનો આજ સુધી નથી લગાવી શકાયો અંદાજો, જાણો એ વ્યક્તિ વિશે.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel