મેંગલોરી બનાના પુરી – આ પુરીની અંદર થોડી જાળી પડતી હોવાથી તેને મેંગ્લોર બનાના બન પણ કહેવામાં આવે છે, પણ તે દેખાવમાં પુરી જેવા હોય છે.
મેંગલોરી બનાના પુરી..
સામાન્ય રીતે લોકો જમાવામાં રોટલી, ભાખરી, પરોઠા, થેપલા કે પુરી લેતા હોય છે. જો કે એ બધું ટ્રેડિશનલ હોય છે. પોત પોતાના ગામ,રાજ્યો કે દેશ પ્રમાણે આહારમાં લેવાતી વાનગીઓ અલગ અલગ હોય છે. તેઓ જુદા જુદા અનાજમાંથી પણ રોજિંદા આહારની વાનગીઓ બનાવતા હોય છે. જે અનાજ કે ફળો પોતના ગામ, રાજ્ય કે દેશમાં વધારે પ્રમાણમાં બનતા હોય તેને રોજિંદા આહારમાં પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. વધારે પ્રમાણમાં બનતા આનજ કે ફળોમાંથી જે તે સ્થળોએ તે તે વસ્તુની અનેક પ્રકારની વાનગીઓ વધારે ફેમસ હોય છે. જેમકે ગુજરાતમાં ઘઉં વધારે ખાવાતા હોય છે.
કેસર કેરી ફેમસ છે. એ રીતે જોઇએ તો કર્ણાટકમાં કેળા વધારે પ્રમાણમાં થાય છે. તો ત્યાં કેળાના કોમ્બીનેશન વાળી વાનગીઓ વધારે પ્રમાણમાં ખવાતી હોય છે. આજે હું અહીં મેંગલોરની બનાના પુરીની રેસિપિ આપી રહી છું. આ બનાનાપુરીને બ્રેક્ફાસ્ટમાં લેવામાં આવે છે. તે પુરીની અંદર થોડી જાળી પડતી હોવાથી તેને મેંગ્લોર બનાના બન પણ કહેવામાં આવે છે, પણ તે દેખાવમાં પુરી જેવા હોય છે. જે ગુજરાતી પુરી કરતા સ્વાદમાં અને બનાવવાની રીતમાં એકદમ અલગ પડે છે. છતાં પણ બધાને ભાવે તેવી ખૂબજ સ્વાદિષ્ટ છે. મારી આ મેંગલોરી બનાના પુરીની રેસિપિ ફોલો કરીને ચોક્કસથી એકવાર ટ્રાય કરજો.
મેંગલોરી બનાના પુરી બનાવવા માટેની સામગ્રી :
- 2 પાકા નાના કેળા
- 1-2 ટેબલ સ્પુન સુગર પાવડર ( સ્વાદ મુજબ)
- ¼ કપ યોગર્ટ
- 1 ટી સ્પુન આખુ જીરું
- પિંચ બેકીંગ પાવડર
- ½ ટી સ્પુન મીઠું
- 1 ટી સ્પુન ઓઇલ
- 2 ½ કપ મેંદો
મેંગલોરી બનાના પુરી બનાવવાની રીત :
એક મિક્ષિંગ બાઉલમાં 2 પાકા કેળાની છાલ કાઢી તેને ફોર્કથી ક્રશ કરી લ્યો.
હવે તેમાં2 ટેબલ સ્પુન સુગર પાવડર ઉમેરો. એકદમ સ્મુધ ટેક્ષ્ચર થાય ત્યાં સુધી સાથે મેશ કરો.
¼ કપ યોગર્ટ ઉમેરી તેમાં સાથે 1 ટી સ્પુન આખુ જીરું ઉમેરો.
ત્યારબાદ તેમાં પિંચ બેકિંગ સોડા ઉમેરો. સાથે તેમાં ½ ટી સ્પુન મીઠું ઉમેરો.
હવે બધીજ સામગ્રી એકરસ થાય તેમ બીટર વડે સરસથી મીક્ષ કરી લ્યો.
2 ½ કપ મેંદો લઇ થોડો થોડો કેળાના મિશ્રણમાં ઉમેરતા જઇ મિક્ષ કરી લ્યો.
બાંધેલા બેટર પર 1 ટી સ્પુન ઓઇલથી ગ્રીસ કરી લ્યો.
હવે તેને એર ટાઇટ રહે તે રીતે ઢાંકીને 6-7 કલાક રેસ્ટ આપો. મેં અહીં પીકચરમાં બતાવ્યા પ્રમાણે ક્લિંગ ફીલ્મથી બાઉલ કવર કર્યું છે.
6-7 કલાક રેસ્ટ આપ્યા પછી બેટર ફરમેન્ટ થઇ, ફ્લફી થઇને સાઇઝમાં ડબલ થઇ જાશે.
હવે ફરમેંટ થયેલા બેટરને થોડો હલકા હાથે મસળી લ્યો.
જરુર પડે તો થોડો લોટ છાંટીને જરા મસળો. વધારે મસળવાનો નથી.
તેમાંથી થીક – જાડી પુરી બને તેવા એકસરખા 13- 15 લુવા બનાવી લ્યો.
હવે તેની જાડી પુરી બનાવી લ્યો. આ પુરીઓ જાડી હોય છે તેથી તેને ફ્રાય કરવાથી તેમાં અંદર ફરતે બોર્ડરમાં થોડી બ્રેડ કે બન જેવી જાળી પડે છે. તેથી આ પુરીઓને મેંગલોરી બનાના બન પણ કહેવામાં આવે છે.
પુરી બનાવવામાં જરુર પડે તો વણવા માટે થોડા પ્લેઇન મેંદાના લોટનો ઉપયોગ કરી શકાય છે.
બનાના પુરીને ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ મૂકો.
પુરી બનતી જાય – વણાતી જાય એટલે સાથે જ હોટ ઓઇલમાં પુરી ડીપ ફ્રાય કરવાની છે. ડ્રાય થઇ ગયા પછી ફ્રાય કરવાથી બનાના પુરી ફુલશે નહી.
ઓછા ગરમ ઓઇલમાં ડીપ ફ્રાય કરવાથી આ પુરી ફુલશે નહી.
બન્ને બાજુ પફી અને ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાંસુધી બનાના પુરીને ડીપ ફ્રાય કરો.
પુરી ફુલશે એટલે તેમાં પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે જાળી પડશે.
સરસ સ્મુધ અને પફી પુરી બનશે.
તો હવે સર્વ કરવા માટે ગરમા ગરમ સ્વાદિષ્ટ મેંગલોરી બનાના પુરી-મેંગલોરી બન રેડી છે.
આ બનાના પુરીને કોકોનટ ચટણી સાથે સર્વ કરવાથી ખૂબજ ટેસ્ટી લાગે છે.
કર્ણાટકના મેંગલોરમાં આ ટેસ્ટમાં બેસ્ટ મેંગલોરી બનાના પુરી કે મેંગલોરી બનાના બનને બ્રેક્ફાસ્ટમાં કોકોનટ ચટણી સાથે ખાવામાં આવતી હોય છે.
તમે પણ મારી આ રેસિપિને ફોલો કરીને ચોક્કસથી બનાવજો. બધાને ખૂબજ ભાવશે.
રસોઈની રાણી : શોભના વણપરિયા
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
0 Response to "મેંગલોરી બનાના પુરી – આ પુરીની અંદર થોડી જાળી પડતી હોવાથી તેને મેંગ્લોર બનાના બન પણ કહેવામાં આવે છે, પણ તે દેખાવમાં પુરી જેવા હોય છે."
ટિપ્પણી પોસ્ટ કરો