આ તારીખોમાં રાજ્યના આ જિલ્લામાં થશે ભારેથી અતિભારે વરસાદ, જાણો નહિં તો પાણી ઘુસી જશે ઘરમાં

ગુજરાતમાં છેલ્લા 1 સપ્તાહથી વરસાદે જોર પકડ્યું છે. રાજ્યમાં ઠેરઠેર હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. આ સપ્તાહમાં શરુ થતા તહેવારોની મજા પણ વરસાદ બગાડી શકે છે. કારણ કે હવામાન વિભાગે આગામી દિવસોને લઈને મહત્વની આગાહી કરે છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી તહેવારો પણ ભીના ભીના થઈ જશે.

image source

રાજ્યમાં હાલ જોવા મળતા વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ નવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ગુજરાતમાં આગામી 14 ઓગસ્ટ સુધી વરસાદી વાતાવરણ યથાવત રહેશે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ હવામાન વિભાગે 8 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી હતી જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.

image source

હવામાન વિભાગે આગામી 14 ઓગસ્ટ સુધીની આગાહી અનુસાર આ સમય દરમિયાન બનાસકાંઠા ,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે. નવસારી, ડાંગ, આહવા અને અમરેલી, ભાવનગર સહીતના જિલ્લામાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે.

image source

વાત કરીએ વડોદરા શહેરની તો અહીં ધોધમાર 4 ઈંચ વરસાદ નોંધાયો છે. મેઘમહેર થતાં વડોદરા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો અને વડોદરામાં સરેરાશ 4 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય વિસ્તારના વરસાદના આંકડા જોઈએ તો અહીં પાદરામાં 5 ઈંચ, વાઘોડિયામાં 3 ઈંચ વરસાદ, સાવલી અને ડેસરમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જો કે વરસાદના કારણે ઠેકઠેર ભૂવા પડતાં વાહન ચાલકોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

image source

તો બીજી તરફ અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદમાં બોડકદેવ, થલતેજ, એસ. જી. હાઈવે પર વરસાદ નોંધાયો હતો. આ સાથે શાહપુર, દરિયાપુર, ગીતા મંદિર વિસ્તારમાં પણ સારો એવો વરસાદ થયો.

image source

હવામાન વિભાગના જણાવ્યાનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર એક્ટિવ થયું છે જેના કારણે આગામી 12થી 16 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, રાજકોટ, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે વલસાડ અને નવસારીમાં પણ વરસાદની શક્યતા છે. આ સાથે જ રાજ્યમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આ તારીખોમાં રાજ્યના આ જિલ્લામાં થશે ભારેથી અતિભારે વરસાદ, જાણો નહિં તો પાણી ઘુસી જશે ઘરમાં"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel