નાની ઉંમરમાં જ માં-બાપને અલગ થતા જોઈ ચુકી છે કાજોલ, જુઓ એમના પરિવારની જૂની તસ્વીરો

કાજોલનું નામ બોલીવુડની સૌથી જાણીતી અભિનેત્રીઓમાં શામેલ છે. ૫ ઓગસ્ટ, ૧૯૭૪ ના જન્મેલી કાજોલ અત્યારે ૪૬ વર્ષની છે. અત્યારે તો એ ફિલ્મોમાં બહું ઓછી જોવા મળે છે, પણ એક જમાનો હતો જયારે એ દર વર્ષે બે ત્રણ હીટ ફિલ્મો આપતી હતી. કાજોલના ફિલ્મી કરિયર અને પ્રોફેશનલ લાઈફ વિષે તો તમે બધા ઘણું જાણો છો પણ આજે અમે તમને એમની પર્સનલ લાઈફ વિષે કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.

કાજોલના પિતાનું નામ સોમૂ મુખર્જી છે. એ પોતાના જમાનાના મશહુર નિર્માતા-નિર્દેશક હતા. તો કાજોલની માં તનુજા પણ પોતાના સમયની ફેમસ અભિનેત્રી હતી. કાજોલની એક બહેન પણ છે, જેનું નામ તનીશા મુખર્જી છે. એ પણ ફિલ્મોમાં અભિનય કરે છે. એક રીતે તો આપણે કહી શકીએ કે કાજોલનો આખો પરિવાર જ ફિલ્મી છે.

કાજોલની માસી નૂતન, નાની શોભના સમર્થ અને પરનાની રતન બાઈ પણ પોતાના સમયની જાણીતી અભિનેત્રી રહી ચુકી છે. તો રાની મુખર્જી, મોહનીશ બહલ, શરબની મુખર્જી અને અયાન મુખર્જી કાજોલના ભાઈ બહેન છે. એમના દાદા અને બધા કાકા પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ ને કોઈ રૂપે જોડાયેલા હતા.

એક ફિલ્મી પરિવારમાં મોટી થઇ હોવાને નાતે એમણે સ્કુલના દિવસોમાં જ એ નક્કી કરી લીધું હતું કે એ પોતાની માં તનુજા અને માસી નૂતનની જેમ ફિલ્મોમાં અભિનેત્રી બનશે. ડાન્સ કરવામાં એને બાળપણથી જ રસ રહ્યો છે. એ બોર્ડીંગ સ્કુલમાં ભણી છે. એમના સ્કુલનું નામ સેંટ જોસેફ કોન્વેન્ટ સ્કુલ (પંચગની)છે.

કાજોલના માતાપિતા (તનુજા અને સોમૂ મુખર્જી) એ ૧૯૭૩ માં લગ્ન કર્યા હતા. જયારે કાજોલ નાની હતી ત્યારેજ બંને અલગ થઇ ગયા હતા. એવામાં કાજોલ અને એમની બહેન પોતાની મમ્મી તનુજા સાથે રહેવા લાગ્યા હતા. એ પણ એક કારણ છે કે કાજોલ પોતાના ઓનસ્ક્રીન નામ આગળ પોતાના પિતાની અટક ‘મુખર્જી’ નથી લગાવતી. ૧૦ એપ્રિલ ૨૦૦૮ ના એમના પિતા સોમૂ મુખર્જી ની વિદાઈ થઈ હતી.

કાજોલની પોતાની મમ્મી તનુજા સાથે સારી બનતી હતી. એ પોતાની માં નું ખુબ જ ધ્યાન રાખે છે. જયારે હમણા થોડા સમય પહેલા તનુજા બીમાર થઇ ગઈ હતી તો કાજોલે જ એની દેખભાળ કરી હતી.

કાજોલે બોલીવુડમાં ૧૯૯૨ ‘બેખુદી’ ફિલ્મથી પ્રવેશ કર્યો હતો.એ સમયે એમની ઉંમર ફકત ૧૬ વર્ષની હતી. ફિલ્મોમાં કરિયર આગળ વધારવા માટે એમણે પોતાની સ્કુલ પણ છોડી દીધી હતી.

કાજોલની ડેબ્યુ ફિલ્મ ‘બેખુદી’ તો ફ્લોપ રહી પણ એની બીજી ફિલ્મ ‘બાજીગર’ બોક્સ ઓફીસ પર છવાઈ ગઈ. આ ફિલ્મમાં એ શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. ફિલ્મમાં બનેની જોડી ઘણી પસંદ કરાઈ હતી.

પોતાની શકલ સૂરત અને ડાર્ક કલરને કારણે કાજોલની ઇન્ડસ્ટ્રીમાં ઘણી મજાક ઉડાવવામાં આવતી હતી. જોકે, તેમ છતાં એમણે હાર માની નહિ અને સતત મહેનત કરતી રહી. આખરે ૧૯૯૫ માં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ એ એમને એક સુપરસ્ટાર બનાવી દીધી. એ પછી એમની પાસે ફિલ્મોની લાઈન લાગી ગઈ. દિલ્લગી, કરણ અર્જુન, દુશ્મન, ગુપ્ત, ઈશ્ક, પ્યાર કિયા તો ડરના ક્યા, જેવી ઘણી ફિલ્મોએ એમના કરિયરમાં ચાર ચાંદ લગાવી દીધા.

0 Response to "નાની ઉંમરમાં જ માં-બાપને અલગ થતા જોઈ ચુકી છે કાજોલ, જુઓ એમના પરિવારની જૂની તસ્વીરો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel