સોશિયલ મીડિયા પર અનુષ્કાને પૂછવામાં આવ્યો અતરંગી સવાલ જાણો…
અભિનેત્રી અનુષ્કા શર્માને બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી વર્સેટાઈલ કલાકાર તરીકે ગણતરી કરવામાં આવે છે તે પછી અભિનયમાં હોય કે પછી પ્રોડ્યુસર તરીકે ફિલ્મો અને વેબ સીરીઝમાં નાણાનું રોકાણ કરવાનું હોય, અભિનેત્રી અનુષ્કા શર્મા દરેક બાબતમાં આગળ વધતી જોવા મળે છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો અભિનેત્રી અનુષ્કા શર્મા બની ગઈ છે.
પોતાના કામથી દર્શકોના દિલ જીતી લેનાર અભિનેત્રી અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કરી લીધા છે. હાલના સમયમાં અભિનેત્રી અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ સક્રિય રહે છે. હાલમાં જ અભિનેત્રી અનુષ્કા શર્માએ પોતાના ફેંસની સાથે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લાઈવ ચેટ કરી છે. અનુષ્કા શર્માના ફેંસ દ્વારા વિરાટ કોહલી સાથે સમય વિતાવવાથી લઈને ફેમીલી પ્લાનિંગ વિષે પણ વાત કરી છે.
અભિનેત્રી અનુષ્કા શર્માએ કરેલ લાઈવ ચેટમાં અનુષ્કા શર્માને તેમના ફેંસ દ્વારા પૂછવામાં આવ્યું છે કે, શું આપને આપના પરિવારના અને નજીકના વ્યક્તિઓ આપને બેબી પ્લાનિંગ વિષે નથી પૂછી રહ્યા ? આપની અને વિરાટ કોહલીના લગ્નને હવે ઘણો સમય થઈ ગયો છે. પોતાના ફેંસ દ્વારા પૂછવામાં આવેલ આ પ્ર્સશ્ન પર અભિનેત્રી અનુષ્કા શર્મા કહે છે કે, નહી, કોઈ પણ નથી પૂછી રહ્યું. હા ફક્ત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ લોકો પૂછતાં હોય છે. આની સાથે જ અભિનેત્રી અનુષ્કા શર્માએ એક સ્વીટ ઈમોજી બનાવ્યું છે.
અભિનેત્રી અનુષ્કા શર્માના વર્કફ્રંટની વાત કરીએ તો આ સમયમાં અભિનેત્રી અનુષ્કા શર્મા એક પછી એક ફિલ્મ અને વેબ સીરીઝ પ્રોડ્યુસ કરી રહી છે. અનુષ્કા શર્માએ હાલમાં જ પોતાની ફિલ્મ ‘બુલબુલ’ રીલીઝ થઈ છે.
અનુષ્કા શર્મા ફિલ્મ ‘બુલબુલ’ને દર્શકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. અભિનેત્રી અનુષ્કા શર્માની ફિલ્મ ‘બુલબુલ’ને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ ઓરીજનલ’ પર રીલીઝ કરવામાં આવી છે. અનુષ્કા શર્માએ ફિલ્મ ‘બુલબુલ’ પહેલા એમેઝોન પ્રાઈમ વિડીયો પર વેબ સીરીઝ ‘પાતાલલોક’ને પણ ખુબ સફળતા મળી હતી.
અભિનેત્રી અનુષ્કા શર્મા છેલ્લીવાર બોલીવુડ ફિલ્મ ‘ઝીરો’માં બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન અને અભિનેત્રી કેટરીના કૈફ સાથે જોવા મળી હતી. તા. ૨૪ જુન, ૨૦૨૦ના રોજ રીલીઝ થયેલ વેબ સીરીઝને અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લિટ હેઠળ કરવામાં આવ્યું છે. અનુષ્કાની આ ફિલ્મમાં અવિનાશ તિવારી, તૃપ્તિ ડીમરી અને રાહુલ બોસ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે.
Source : Livehindustan.com
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "સોશિયલ મીડિયા પર અનુષ્કાને પૂછવામાં આવ્યો અતરંગી સવાલ જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો