ગુજરાતની ઐતિહાસિક દ્વારકા નગરી જે આજે પણ સમુદ્રની ઊંડાઈમાં હાજર છે.
ભારત દેશ સાથે જોડાયેલ સમુદ્ર પોતાનામાં જ કેટલાક રહસ્યો સમેટી રાખ્યા છે. સમુદ્રની નીચે આજે પણ એવી કેટલીક સાઈટ્સ દબાઈ ગયેલ છે જેના વિષયમાં કોઈને ખબર નથી. કેટલાક વર્ષો પહેલા એક આવી જ જગ્યાની શોધ થઈ હતી જેના વિષે જાણીને બધા જ હેરાન થઈ ગયા હતા. અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના ઐતિહાસિક દ્વારકા નગરીની. જે આજે પણ સમુદ્રની ઊંડાઈમાં હાજર છે.
જાણીએ શું છે એની સાથે જોડાયેલ કથા.:
દ્વારકા ધામ હિંદુ ધર્મના ચાર ધામો માંથી એક ધામ છે. દ્વારકા નગરી ગુજરાતના કાઠીયાવાડ ક્ષેત્રમાં અરબ સાગરના દ્વીપ પર આવેલ છે. દ્વારકા નગરીનું ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ છે. એવી માન્યતા છે કે, મથુરા છોડી દીધા પછી શ્રી કૃષ્ણ પોતાના પરિવારના સભ્યો અને યાદવ વંશની રક્ષાના ઉદ્દેશથી ભગવાન શ્રીકૃષ્ણ અને ભાઈ બલરામ તથા યાદવોએ સાથે મળીને દ્વારકા નગરીના નિર્માણ વિશ્વકર્મા પાસે કરાવ્યું હતું.
યાદવ વંશનો નાશ થતા અને ભગવાન શ્રીકૃષ્ણની જીવનલીલા પૂર્ણ થતા જ દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હોવાનું માનવામાં આવે છે. આ ક્ષેત્રનું પ્રાચીન નામ કુશસ્થલી હતું. ધાર્મિક દ્રષ્ટિકોણથી દ્વારકા નગરીને સપ્તપુરીઓમાં ગણતરી કરવામાં આવે છે. વર્તમાન સમયમાં આપણે જે દ્વારકા નગરી જોઈએ છીએ તેને ગોમતી દ્વારકાના નામથી જાણવામાં આવે છે.
અહિયાં આઠમી સદીમાં સનાતન ધર્મની રક્ષા અને પ્રસાર કરવા માટે આદિ શંકરાચાર્યએ દ્વારકાપીઠની સ્થાપના કરી હતી. આધુનિક શોધમાં પણ આ ક્ષેત્રમાં રેટ અને સમુદ્રની અંદરથી પ્રાચીન દ્વારકા નગરીના અવશેષ પ્રાપ્ત થયા છે. દ્વારકા નગરીની સ્થિતિ અને બનાવટ સમુદ્રની વચ્ચે દ્વીપ પર બનાવવામાં આવેલ કિલ્લા સમાન છે.
દ્વારકા નગરી પરથી પાણી હટાવવું ખુબ જ મુશ્કેલ છે કેમ કે, દ્વારકા નગરી સમુદ્ર કિનારાથી ૪૦ કિલોમીટર દુર છે અને અંદાજીત ૧૨૦ થી ૧૩૦ ફૂટ જેટલી ઊંડાઈ પર આવેલ છે. એટલા માટે દ્વારકા નગરી પરથી પાણી હટાવવું ખુબ મુશ્કેલ છે.
સરકારને આપના આ વિષે ખબર પડી જાય છે. નદીના મુખ્ય સ્થળથી ૪૦ કિલોમીટર દુર અને તાપી નદીના મુખ્ય સ્થળની નજીક અરબ સાગરના ઉત્તર- પશ્ચિમ ક્ષેત્રમાં પ્રાચીન નગરના અવશેષો મળ્યા હતા.
ત્યારે તે ૧૩૦ ફૂટ ઊંડાઈમાં ૫ માઈલ લાંબી અને અંદાજીત ૨ માઈલ પહોળાઈ ધરાવતું પ્રાચીન નગર મળ્યું હતું. મરીન આર્કિયોલોજી ડીપાર્ટમેન્ટએ બે વર્ષની રિસર્ચમાં એક હજાર નમુના શોધવામાં આવ્યા, જેમાંથી ૨૫૦ પુરાત્વ મહત્વની ખાસિયત ધરાવે છે.
કેટલાક વર્ષો પહેલા નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓસિયનોગ્રાફીના સમુદ્રની અંદર પ્રાચીન સમયની દ્વારકાના અવશેષો પ્રાપ્ત થયા હતા. અનેક દ્વારોનું શહેર હોવાના કારણે આ નગરનું નામ દ્વારકા પાડવામાં આવ્યું. દ્વારકા નગરીને ચારે તરફથી ઘણી લાંબી દીવાલો હતી, જેમાં ઘણા બધા દરવાજા હતા. આ દીવાલ આજે પણ સમુદ્રના ઊંડાણમાં છે.
દક્ષિણ ગુજરાતના સમુદ્રમાં ૧૩૦ ફૂટના ઊંડાણમાં શોધકારોને મળેલ નગરની સંરચના વિલુપ્ત થઈ ગયેલ ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીનો એક ભાગ છે. દ્વારકા નગરની રચના ૯ હજાર વર્ષ જૂની દ્વારકા નગરીની જ છે. વર્ષ ૧૯૮૮માં આ સમુદ્ર ક્ષેત્ર્મ ઓર્કીયોલોજી એન્ડ ઓશન ટેકનોલોજી વિભાગને સમુદ્રના ગર્ભમાં એક પર્વત મળ્યો હતો.
આ પર્વત સમુદ્ર મંથન કરવા સમયે ઉપયોગમાં લેવામાં આવેલ શિખરનો એક ભાગ હોવાનું જણાવાઈ રહ્યું છે. રીસર્ચ ટીમના આગેવાનીમાં તપાસ દળના સભ્યો પુરાતત્વ વિશેષજ્ઞ સમુદ્રમાં ૮૦૦ ફૂટ સુધી ઊંડાણમાં ગયા. તેમણે આ પ્રાચીન નગરને જોયું. રીસર્ચ ટીમનું કહેવું છે કે, દ્વારકા એક મોટું રાજ્ય હતું. ખંભાત અને કચ્છની ખાડી હતી નહી. ત્યાં પહેલા જમીન હતી. વર્તમાન સમયની દ્વારકાથી લઈને સુરત સુધીના આખા સમુદ્ર ક્ષેત્રમાં એક દીવાર જોવા મળી જાય છે.
Source : dailyhuntnews
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગુજરાતની ઐતિહાસિક દ્વારકા નગરી જે આજે પણ સમુદ્રની ઊંડાઈમાં હાજર છે."
ટિપ્પણી પોસ્ટ કરો