ઇમ્યુનિટી વધારવા માટે ખાલી પેટ પીવું જીરાનું પાણી, સુતા પહેલા પીવું હળદર વાળું દૂધ

કોરોના વાઈરસ ના કેર થી બચવા માટે પોતાના ડાયેટમાં સ્વસ્થ વસ્તુઓનો સમાવેશ કરવો ખુબજ જરૂરી છે. આજે અમે જણાવીશું એવી કેટલીક વસ્તુઓ અને ડાયેટ પ્લાન વિશે જે ઇમ્યુનિટી વધારવામાં આપણી મદદ કરે છે.

image source

હાલમાં જે રોગચાળો ચાલી રહ્યો છે અને દિવસે ને દિવસે વધી રહ્યો છે તેનાથી બચવા માટે સૌથી પહેલા તો જરૂરી છે કે ઘરમાં રહેવું અને સ્વસ્થ ભોજન લેવું. બહાર ના નીકળવું, જંકફૂડ કે બહારની કોઈ પણ વસ્તુ ના ખાવી. આ રોગ થી બચવા માટે જેમ બને તેમ ઓછા લોકો ના સંપર્ક માં આવવું ખુબજ જરૂરી છે.

જે વ્યક્તિ ની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય એ લોકો ને કોઈ પણ રોગ સામે જલ્દી રક્ષણ મળે છે, તેથી આજે અમે જણાવીશું કોરોના થી બચવા માટે તમારે કેવો અને કેટલો ખોરાક લેવો જરૂરી છે. તો ચાલો જાણીએ.

image source
  • સવારે ભૂખ્યા પેટે : જીરું અથવા તજ નું પાણી, ૫ બદામ અને ૧ અખરોટ લઇ શકાય છે. આ પાણી નું સેવન હમણાં થોડા દિવસ દરરોજ કરવું ખુબજ જરૂરી છે.
  • નાસ્તો: પનીર સેન્ડવીચ, આમલેટ, ઓટ્સ, પુડલા, ચણા ના પુડલા, ઉપમા, પરાઠા વગેરે સવાર નાનાસ્તામાં લઇ શકાય છે.
  • ૧૦ થી ૧૨ વાગ્યા ની વચ્ચે : કીવી, સંતરા, મોસંબી અથવા સફરજન ખાઈ શકાય છે.
  • લંચ ની પહેલા : ફળ, વેજ. સલાડ અથવા કાળા ચણા સલાડ લેવું.

image source
  • લંચ માં : ભાત, સંભાર, રોટલી, પાલક ચણા દાળ, ખીચડી દહીં અથવા રાયતું લેવું.
  • ૪ થી ૫ વાગ્યે : તજ, આદુ વળી ચા અથવા આદુ- લસણ ની ગ્રીન ટી, સુરજમુખી, કડ્ડું, અથવા તરબૂચ ના બીજ.
  • ૫ થી ૬ વાગ્યા ની વચ્ચે : શાકભાજી અથવા ફાળો માંથી બનેલ રાયતું, એક નાની ચમચી ચિયા બીજ, વેજ. સૂપ, પનીર અથવા ટોફું લઇ શકાય.
  • ડીનર: સબ્જી, મગ દાળ ની ખીચડી, સલાડ, રોટલી, સબ્જી, અને દલીયા.
  • સુતી વખતે : હળદર વાળું દૂધ, તેનાથી ઊંઘ સારી આવે છે.
  • તેથી જો તમે પણ તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનાવવા ઈચ્છો છો તો આ મુજબ ડાયેટ પ્લાન અનુસરવાથી જરૂર લાભ થશે.

લેખન સંકલન: ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "ઇમ્યુનિટી વધારવા માટે ખાલી પેટ પીવું જીરાનું પાણી, સુતા પહેલા પીવું હળદર વાળું દૂધ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel