રશિયામાં જે 100 લોકોને આપવામાં આવી હતી કોરોના રસી, તેમનું સ્વાસ્થ્ય સર્ટીફીકેટ આવ્યું સામે
રશિયા ના સ્ટેટ રીસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ વેક્ટર દ્વારા વિકસિત કરેલ કોરોના વાઈરસ ની રસી ના કલીનીકલ પરીક્ષણ માં વેક્સીન લેનાર દરેક દર્દીઓ નું સ્વાસ્થ્ય એકદમ સારું છે. અને તેઓ ખુબજ સારું મહેસુસ કરી રહ્યા છે. રશિયાના સંગઠને શુક્રવારે કહ્યું હતું કે “ આ પરીક્ષણ માં શામેલ દરેક પ્રતિભાગી દર્દીઓ ને વેક્સીન આપવામાં આવેલ છે”
image source
હાલ જયારે પુરા દેશમાં સ્થિતિ એવી ને એવી જ છે ત્યારે દરેક દેશો રસી શોધવા માટે ની હોડ માં છે, ત્યારે રશિયા ના દવા અનુસાર તેણે આ રસીનું પરીક્ષણ પૂરી રીતે કરી લીધેલ છે. પ્રથમ તબક્કામાં, 14 લોકોને રસી આપવામાં આવી હતી અને બીજા તબક્કામાં 43 વધુ સ્વયંસેવકોને રસી આપવામાં આવી હતી. આ ઉપરાંત, પ્લેસિબો કંટ્રોલ જૂથના વધુ 43 સ્વયંસેવકોને રસી આપવામાં આવી હતી. ” રોસ્પોટ્રેબનાડજરે કહ્યું કે 100 માંથી 6 સ્વયંસેવકોને ઈન્જેક્શન સાઇટ પર થોડો દુખાવો લાગ્યો હતો, પરંતુ અન્ય સ્વયંસેવકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહીં.
image source
રોસ્પોટ્રેબનાડઝારે કહ્યું “અમે આ વર્ષે સપ્ટેમ્બરમાં ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ,”. રશિયામાં કોરોનાના 4870 નવા કેસો, 90 લોકોના મોત.. બીજી તરફ, રશિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસ (કોવિડ -19) ના 4870 નવા કેસ નોંધાયા પછી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 946,976 થઈ ગઈ છે.રશિયાના કોરોના વાયરસ સર્વેલન્સ સેંટે શુક્રવારે આ માહિતી આપી. મોનિટરિંગ સેંટે એક નિવેદનમાં જણાવ્યું છે કે, “રશિયાના 85 પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 4870 નવા કેસોની પુષ્ટિ થઈ છે. તેમાંથી, 1,292 લોકોને ચેપનાં કોઈ ચિહ્નો નથી. ”
image source
કોરોના વાયરસ દ્વારા છેલ્લા 24 કલાકમાં રશિયામાં 90 લોકો માર્યા ગયા છે, ત્યાર બાદ તેના ચેપને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 16,189 થઈ ગઈ છે. રશિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન મોસ્કોમાં સૌથી વધુ 690 કેસ કોરોના નોંધાયા છે. આ પછી સેન્ટ પીટર્સબર્ગમાં 181 અને મોસ્કો ક્ષેત્રમાં 151 છે. આ સમયગાળા દરમિયાન, 5,817 દર્દીઓ તંદુરસ્ત બન્યા પછી હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવ્યા છે, જે પછી હવે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 761,330 થઈ ગઈ છે.
0 Response to "રશિયામાં જે 100 લોકોને આપવામાં આવી હતી કોરોના રસી, તેમનું સ્વાસ્થ્ય સર્ટીફીકેટ આવ્યું સામે"
ટિપ્પણી પોસ્ટ કરો