જીરાનું રોજ સેવન કરવાથી થાય છે ગજબના ફાયદા, થઇ શકે છે ઘણા રોગ દુર..
જીરું દરેક ભારતીય રસોડામાં મળી રહે છે. જે ખાવાની સાથે સાથે ઔષધિમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. જીરાનું સેવન કરવાથી ઘણા રોગ માંથી છુટકારો મળે છે. કારણ કે, જીરામાં ઔષધીઓ ગુણો સમાયેલા છે. જેનાથી પેટની સમસ્યા સાથે જોડાયેલી બિમારીઓથી લાભ થઈ શકે છે. આ ઉપરાંત અનેક સમસ્યાઓથી છૂટકારો અપાવી શકે છે. આજે અમે તમને જીરાનું સેવન કરવાથી ક્યાં ક્યાં સ્વાસ્થ્ય ને લગતા ફાયદા થાય છે એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ જીરું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક માનવામાં આવે છે.
image source
પાચન શક્તિ માટે જીરૂ ફાયદાકારક
જીરૂ સ્વાસ્થ્ય માટે એક મહત્વનું કામ કરે છે. પેટ અને પાચન ક્રિયાને મજબૂત કરવા માટે એક ગ્લાસ પાણીમાં એક નાની ચમચી જીરાનો પાઉડર નાખી આ પાણી પી જવું. રોજ તેનું સેવન કરવાતી પેટ દર્દ, અપચો , ડાયરિયા, કબ્જ જેવી સમસ્યાથી છૂટકારો મળે છે.
image source
સોજામાં મળે છે રાહત
જીરામાં એન્ટી ઓક્સિડેંટના ગુણ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. આ ઉપરાંત ફાઈબર, આયરન, કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગેનીઝ, જિંક અને મેગનિશિયમ વગેરે ભરપૂર માત્રામાં હોય છે. જે સોજાને ઓછો કરે છે અને માંસપેશીઓને આરામ આપવામાં ઘણુ ઉપયોગી બને છે.
image source
હાડકાને કરે છે મજબૂત
ઘણા લોકોમાં કેલ્શિયમની ઉણપ હોય છે. આવા લોકો માટે જીરૂ ઘણુ ફાયદાકારક સાબિત થાય છે. જો તમને જીરાનું પાણી પસંદ નથી તો એક ચમચી જીરાના પાઉડરમાં કાળા મરી છાશમાં નાખીને પી જાવ.
image source
ગેસની સમસ્યામાંથી મળશે છૂટકારો
આંતરડામાં ગેસ થવાથી પીડિત વ્યક્તિ ખૂબ જ હેરાન થાય છે. ત્યારે આવા સમયે જીરાનો ઉપયોગ કરો. એક ગ્લાસ પાણીમાં ચપટી દળેલુ જીરૂ પાઉડર, થોડુ આદુ, મીઠુ નાખીને તેને હલ્કુ ગરમ કરો. ત્યાર બાદ ઠંડુ થયા બાદ તેને પીવાનું રાખો. તેનાથી ખૂબ રાહત મળશે. કારણ કે, જીરૂ પેટમાં થતાં દર્દને અને આંતરડાને ગેસને ખતમ કરે છે.
image source
પીરીયડ્સના દર્દમાં ફાયદો
માસિક ધર્મનું હોવુ એક પ્રાકૃતિક ક્રિયા છે. જેને રોકવુ અસંભવ છે. ત્યારે આવા સમયે દર મહિને યુવતીઓને આના કારણે અસહ્ય દર્દ સહન કરવાનો વારો આવે છે. જેના કારણે તેમને અનેક સમસ્યાઓ પણ આવે છે, જેમ કે, પેટ દર્દ, કમર દર્દ, ઉલ્ટીઓ પણ થતી હોય છે. જેમાં જીરૂ ઘણુ લાભકારક રહેશે. મેથી, અજમો, જીરૂને બરાબર માત્રામાં મિલાવીને પી જાઓ. જેનાથી કબજિયાત ની બિમારી દૂર થશે. સાથે જ પેટ દર્દમાં પણ આરામ મળશે. સૂતરાઉ કપડામાં જીરૂ નાખીને પેટ પર સેકો, જેનાથી પેટ દર્દમાં આરામ મળશે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "જીરાનું રોજ સેવન કરવાથી થાય છે ગજબના ફાયદા, થઇ શકે છે ઘણા રોગ દુર.."
ટિપ્પણી પોસ્ટ કરો