Instant માવા મોદક – દૂધના પાવડરમાંથી બનતા આ મોદક ગણપતિ બાપ્પાને તો ખુશ કરશે જ સાથે પરિવારમાં પણ બધાને પસંદ આવશે…

ગણેશ ચતુર્થીના 7 દિવસ સમાપ્ત થયા છે. આ સમયે તમે ચુરમાના અને બૂંદીના લાડુ ભગવાનને ચઢાવી જ દીધા હશે. તો આજે કરી લો માવા મોદક ની તૈયારી. માનવામાં આવે છે કે ગણેશજીને મોદક ખૂબ જ પ્રિય હોય છે. તેમાં પણ જો તમે વેરાયટી ઈચ્છો છો તો તમે આ ખાસ મોદક બનાવી શકો છો.

ગણેશ જી ને ધરાવો એકદમ સરળતા થી બની જતા સ્વાદીષ્ઠ એવા માવા મોદક, મેં અહીં છેલ્લે બદામ ની સ્લાઇસ કરી ને મિક્સ કરી છે તમે પણ નાખી શકો…

Instant માવા મોદક

સામગ્રી

  • – 1 કપ મિલ્ક પાવડર
  • – 1 મોટી ચમચી ઘી
  • – 1 કપ દૂધ
  • – 5 – 6 કેસરના તાંતણા
  • – પા ચમચી એલચી પાવડર
  • – અડધો કપ ખાંડ

બનાવવાની રીત:

1…સૌપ્રથમ એક કડાઈમાં ધીમા ગેસ પર દૂધ અને મિલ્ક પાવડર મિક્સ કરીને સતત હલાવતા રહો થોડું ઘટ્ટ થવા આવે એટલે તેમાં કેસરના તાંતણા અને એલચી પાવડર અને ખાંડ ઉમેરીને તેને સતત હલાવતા રહો

2…હવે મિશ્રણ જ્યારે કડાઈ છોડી દે અને ઘટ્ટ થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢીને તેને નવશેકું ઠંડુ થવા દો

3..હવે તેના લૂઆ કરી દો એક સરખા હવે તેને હાથમાં લઈને બરાબર મસળતા જઈને ગોળ પેંડાનો શેપ આપી દો હવે તેને ઉપરની તરફ વાર્તા જઈને મોદકનો આકાર આપી દો

4…હવે કાંટા વાળી ચમચી ની મદદ થી તેને બરાબર ડિઝાઇન આપીને મોદક બનાવીને તૈયાર કરી લો તૈયાર છે

નોંધ :

  • – ઇન્સ્ટન્ટ માવા મોદક quick recipe છે .
  • – instant માવા મોદક માં તમે ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકો છો..
  • – પેન ને સઁલૉ રાખી ને હલાવું ….
  • – આ મોદક માં ગોડ અને કોપરા નું સ્ટુફીન્ગ ભરી ને પણ સેપ આપી શકો છો …
  • – મિલ્ક પાવડર ને ગરમ દૂધ માં ના ઉમેરવું નહિ તો ગાઠ્ઠ વળી જશે એટલે હમેશા ઠડા દૂધ માં મિલ્ક પાવડર ઉમેરવો …
  • – તમે ખાંડ અને માવો અડધી વાડકી એવી રીતે પણ લઇ શકો છો …ટેસ્ટ સરસ આવે છે …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

0 Response to "Instant માવા મોદક – દૂધના પાવડરમાંથી બનતા આ મોદક ગણપતિ બાપ્પાને તો ખુશ કરશે જ સાથે પરિવારમાં પણ બધાને પસંદ આવશે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel