ઉધાર માંગીને ભરી હતી દીકરીની ફી, આજે IAS બનીને કર્યું પિતાનું નામ ઉજ્વળ…
પહેલા ધોરણમાં છ વર્ષની ઉમરમાં જાણ્યા વગર જ યુપીએસસી અને આઈએએસની ફૂલ ફોર્મ યાદ કરનાર જીલ્લાના ગામ શેખુપુરાની રહેનાર દીકરી ભાનુ સિંહની પસંદગી આઈએએસમાં થયું છે. ભાનુ સિંહએ બીજા પ્રયત્નમાં આ સફળતા પ્રાપ્ત કરી છે. ભાનુ સિંહએ ૬૧૮મો રેંક પ્રાપ્ત કર્યો છે. ગામડાની દીકરીએ આખા જીલ્લાનું નામ રોશન કરી દીધું છે. ભાનુ સિંહની પસંદગી થવાથી તેમના પરિવારના સભ્યો ખુબ જ ખુશ છે.
ભાનુ સિંહના પિતા યશવંત સિંહ એલઆઈસીમાં એજન્ટ છે અને માતા ગૃહિણી છે. ભાનુનું સપનું શરુઆતથી જ આઈએએસ બનવાનું હતું અને ભાનુએ તેની પર જ ધ્યાન આપ્યું. શિક્ષણ પ્રત્યે જાગૃત પરિવારે હંમેશા તેમને પ્રોત્સાહિત કર્યા. ભાનુની મોટી બહેન સુપ્રિયા સિંહ એલએલબી ગ્રેજ્યુએટ છે અને પીસીએસ જેની તૈયારી કરી રહી છે. નાની બહેન આયુષી અહલાવત દૂન મેડીકલ કોલેજ દેહરાદુનથી એમબીબીએસ કરી રહી છે તો ભાઈ રાજકુમાર એમબીબીએસની તૈયારી કરી રહ્યા છે.
જીવનમાં ક્યારેય પણ પરીક્ષામાં ૯૦ % કરતા ઓછા માર્ક્સ નહી લાવનાર ભાનુ સિંહ દરરોજ ઓછામાં ઓછા ૧૦થી ૧૨ કલાક ભણતી હતી. યુપીએસસીની પ્રી- એક્ઝામ પણ તેમણે પાસ કરી લીધી હતી પરંતુ પછી તેઓ પરીક્ષા આપી નહી. ભાનુ સિંહ જણાવે છે કે, જયારે તે પહેલા ધોરણમાં હતી ત્યારે તેમના પિતાએ તેમને આઈએએસ બનવા માટે પ્રેરિત કર્યા હતા. ત્યારે તેમને ખબર પણ ના હતી કે, આઈએએસ શું હોય છે. પરંતુ તેમણે ત્યારે જ આઈએએસ અને યુપીએસસીના ફૂલ ફોર્મ યાદ કરી લીધા હતા. ભાનુ સિંહએ એન્ટરમાં ૯૫% માર્ક્સ મેળવ્યા હતા. ભાનુએ પોતાના માતાપિતાને સાયન્સમાં ભણવાનું કહ્યું તો માતાપિતાએ કોઈ વિરોધ કર્યો નહી.
૨૩મા વ્યક્તિ પાસેથી ઉધાર લઈને ભરવામાં આવી હતી સ્કુલની ફી.:
ભાનુ સિંહનું કહેવું છે કે, જો કોઈને આવું પ્રોત્સાહન મળે છે જેવું તેમને મળ્યું છે તો બાળક જરૂરથી સફળ થશે. ભાનુ સિંહ જણાવે છે કે, તે ખુબ જ સામાન્ય પરિવારથી છે. તેમના ઘરમાં આજે પણ ટીવી, ફ્રીઝ, કુલર નથી. મધ્યમ વર્ગના હોવા છતાં પણ તેમના પરિવારના સભ્યોએ ક્યારેય પણ તેમના ભણવામાં તકલીફ આવવા દીધી હતી નહી. તેમના પિતાએ ૨૨ વ્યક્તિઓ પાસે પૈસા ઉધાર માંગ્યા પરંતુ મળ્યા નહી. ૨૩મી વ્યક્તિ પાસેથી ઉધાર પૈસા મળ્યા તો તેમના સ્કુલની ફી ભરવામાં આવી. માતાપિતાના સમર્પણએ તેમને હંમેશા આગળ વધવા માટે પ્રેરિત કર્યા.
દીકરી પર દેશ કરશે માન :
ભાનુના પિતા યશવંત સિંહને તેની પર ખુબ જ ગર્વ છે. તેઓ કહે છે કે, તેમની દીકરીએ પરિવારની કોઇપણ સ્થિતિમાં નારાજગી દર્શાવી નથી અને જે કોઈ સુવિધા તેમને ભણવા માટે આપી એમાં જ એણે આગળ વધવાના પ્રયાસ કર્યા. તેઓ કહે છે કે, તેમની દીકરી દેશ અને દેશવાસીઓનું પૂરું માન રાખશે. તે દેશના સર્વોચ્ચ પદની ગરિમા પર ક્યારેય આંચ નહી આવવા દે. જ્યાં પણ જશે દેશની સેવા કરશે. દેશને પણ આવી દીકરીને ઓફિસર બનાવવા માટે માન થશે.
ભાનુ સિંહનું એજ્યુકેશન :
-સેંટ મેરી સ્કુલ બીજનૌરથી ધો. છ સુધી શિક્ષા મેળવી.
-સેંટ જુડ સ્કુલ દેહરાદુનથી ધો. ૧૦ પાસ કર્યું.
-સેંટ જોસેફ એકેડમીથી એન્ટર કર્યું.
-લેડી શ્રીરામ કોલેજ ફોર વુમન દિલ્લી વિશ્વ વિદ્યાલયથી બીએસસી કર્યું.
-કેમ્પસ લો સેંટર દિલ્લી વિશ્વ વિદ્યાલયથી એલએલબી કર્યું.
Source : amarujala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ઉધાર માંગીને ભરી હતી દીકરીની ફી, આજે IAS બનીને કર્યું પિતાનું નામ ઉજ્વળ…"
ટિપ્પણી પોસ્ટ કરો