Jioની નવી ઓફર, 5 મહિના મફત ઇન્ટરનેટ, કોલિંગનો ઉઠાવો લાભ, જાણો કેવી રીતે

JIO આપી રહ્યું છે નવી ઓફર – 5 મહિના વાપરો મફત ઇન્ટરનેટ અને કોલિંગ – જાણો શું છે ઓફર

રિલાયન્સ જીઓ જ્યારથી ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યું છે ત્યારથી લોકોને પોતાની અવનવી સસ્તી ઓફરોથી આકર્ષી રહ્યું છે. અન્ય કંપનીઓની સરખામણીએ ખૂબ જ ઓછા ભાવમાં લોકોને તે ઇન્ટરનેટની સાથે સાથે કોલિંગની સુવિધા પણ પુરુ પાડી રહ્યું છે અને તેના કારણે દેશના શહેરો જ નહીં પણ ગામડે ગામડે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે. હવે ફરી પાછું જીઓ બજારમાં એક અત્યંત આકર્ષક ઓફર લઈને આવ્યું છે.

જીઓ પોતાનું JioFi નું ડીવાઇઝ ખરીદનાર લોકોને આપી રહ્યું છે આ ઓફર

image source

જે લોકો નવું જીઓફાઈ ડિવાઇઝ ખરીદવા માગે છે તેમને આકર્ષવા માટે જીઓએ પાંચ મહિના માટે મફત ડેટા તેમજ અનલિમિટેડ કોલિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જો તમે જીઓફાઈ ખરીદવા માગતા હોવ તો હાલ આ ડીવાઇઝ તમને 1999 રૂપિયામાં મળી રહ્યું છે. તેની ખરીદી કરતાં જ તમને પ્રથમ પાંચ મહિના માટે ડેટા તેમજ કોલિંગ મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સ્વતંત્રતા દિવસની આ ઓફર છે

image source

ભારતના 74માં સ્વતંત્રતા દિવસ નીમીતે જીઓ આ ઓફર પોતાના નવા ગ્રાહકો માટે લાવી રહ્યું છે. જે લોકો એક સાથે 1999 રૂપિયા ભરીને આ ડિવાઈઝ ખરીદવા ન માગતા હોય તે લોકો તેને EMI ભરીને પણ ખરીદી શકે છે. 94 રૂપિયાના શરૂઆતના ઇએમઆઈ ભરીને તમે આ ડિવાઈઝ ખરીદી શકો છો. ડિવાઇઝ ખરીદ્યા બાદ તમે જીઓ દ્વારા ઉપલબ્ધ ત્રણમાંથી કોઈ એક રિચાર્જ પ્લાન પસંદ કરી શકો છો.

હવે એ પણ જાણી લો કે જીઓ દ્વારા આ ત્રણ રિચાર્જ પ્લાન કયા કયા છે.

199 નો રિચાર્જ પ્લાન

Reliance Jio 1.5 GB 4G Data Plans Start At Rs 199 | આ ખાસ ...
image source

આ પ્લાન કંપની દ્વારા ઓફર કરવામાં આવતો સૌથી સસ્તો પ્લાન છે. આ પ્લાનમાં તમે 1.5 જીબી ઇન્ટરનેટ તમને 28 દિવસ માટે મળશે. આ પ્લાન કરાવવા માટે તમારે જીઓની પ્રાઇમ મેમ્બરશિપ લેવી આવશ્યક છે. જે તમારે 99 રૂપિયા ભરીને લેવાની રહેશે. 199ના આ પ્લાન હેઠળ તમે 140 દિવસ સુધી 100 એસએમએસ પ્રતિ દિવસ કરી શકશો.

249 રૂપિયાનો રિચાર્જ પ્લાન

image source

249 રૂપિયાના આ રિચાર્જ પ્લાનમાં તમને 28 દિવસ માટે 2 જીબી ઇન્ટરનેટ મળશે. આ રિચાર્જ પ્લાન શરૂ કરાવવા માટે પણ તમારે જીઓની પ્રાઈમ મેમ્બરશિપ લેવી જરૂરી છે. જેના માટે તમારે અલગથી 99 રૂપિયા ચુકવવાના રહેશે. આ પ્લાન હેઠળ તમે 112 દિવસ સુદી પ્રતિ દિવસ 100 એસએમએસ કરી શકો છો.

349 રૂપિયાનો રિચાર્જ પ્લાન

image source

આ રિચાર્જ પ્લાન હેઠળ તમને 28 દિવસ માટે 3 જીબી ઇન્ટરનેટ વાપરવા મળશે. આ ઓફર મેળવવા માટે તમારે સૌ પ્રથમ જીઓની પ્રાઇમ મેમ્બરશિપ લેવી પડશે જેના માટે તમારે 99 રૂપિયા ભરવાના રહેશે. આ પ્લાનમાં તમને પ્રતિ દિવસ 100 એસએમએસ 84 દિવસ સુધી કરવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "Jioની નવી ઓફર, 5 મહિના મફત ઇન્ટરનેટ, કોલિંગનો ઉઠાવો લાભ, જાણો કેવી રીતે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel