આ ખાસ રીતે N95 માસ્કને કરો સેનિટાઇઝ, નહિં તો મુકાશો ભારે મુશ્કેલીમાં
દેશમાં N-95 માસ્કનો મર્યાદિત જથ્થો જ હોવાને કારણે નિષ્ણાતો એવું માની રહ્યા છે કે બજારમાં મળતા સર્જિકલ માસ્ક અને રેસ્પિરેટર હેલ્થકેર કામદારો માટે રિઝર્વ રાખવામાં આવે. કારણ કે કટોકટીના સમયમાં તેમની સેવાની વધારે જરૂરીયાત રહે છે. કોરોના મહામારી આવી ત્યારથી માસ્ક લોકોના જીવન સાથે જોડાઇ ગયું છે. જો કે, તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવો મેસેજ વાયરલ થઇ રહ્યો છે કે, N-95 માસ્ક કૂકરમાં સેનેટાઈઝ થઇ શકે છે.
કોરોના વાયરસની મહામારીમાં માસ્ક એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વસ્તુ છે. બહાર જતાં પહેલાં, કોઇની મુલાકાત સમયે માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. મહામારીના સમયમાં જેટલું માસ્ક પહેરવું મહત્ત્વનું છે તેટલું જ જરૂરી છે તેને સેનેટાઇઝ કરવું.. લોકો માસ્કને સેનેટાઇઝ કરવા માટે સાબુ અને પાણીનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે માસ્કને ઇલેક્ટ્રિક કુકરમાં પણ સેનેટાઇઝ કરી શકાય છે.
એક અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે કે N-95 માસ્કને ઇલેક્ટ્રિક કુકરમાં ૫૦ મિનિટ સુધી ડ્રાઇ હીટમાં રાખવામાં આવે તો તે કીટાણુરહિત થઇ શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ દરમિયાન N-95 માસ્કના ફિલ્ટરને પણ કોઇ પ્રકારનું કોઇ નુકશાન થતું નથી.
આ અભ્યાસ બાદ અમેરિકાના શોધકર્તાનું કહેવું છે કે કોઇ પણ માસ્કને કીટાણુરહિત કરવાની કેટલીય અલગ-અલગ પદ્ધતિ છે. જો કે માસ્ક સેનેટાઇઝેશન બાદ મોટાભાગના માસ્કના ફિલ્ટર્સ ખરાબ થઇ જાય છે. તેમનું કહેવું છે કે ઇલેક્ટ્રિક કુકરમાં માસ્કને સેનેટાઇઝ પણ કરી શકાય છે અને તેનું ફિલ્ટર પણ સુરક્ષિત રહે છે. ઇ-કૂકરમાં માસ્ક સેનિટાઇઝેશન કરનાર શોધકર્તાનું કહેવું છે કે ડ્રાઇ હીટ ત્રણેય માપદંડોને પૂરા કરે છે. તેમનું કહેવું છે કે તેના માટે કોઇ પણ પ્રકારના ખાસ રસાયણ અથવા પદાર્થની જરૂર હોતી નથી. અભ્યાસકર્તાઓએ કહ્યુ કે તેમને એક એવી વસ્તુ જોઇતી હતી જે લોકોના ઘરે જ સરળતાથી ઉપલ્બધ હોય એટલા માટે તેમણે ઇલેક્ટ્રિક કુકરનો ઑપ્શન શોધ્યો.
N-95 માસ્ક ઇલેક્ટ્રિક કૂકરમાં સેનિટાઇઝ કરવાની પ્રોસેસ
ઇલેક્ટ્રિક કૂકરમાં પાણી ન રાખો.
ત્યારબાદ કૂકરમાં જાડા રૂમાલને ડબલ ફોલ્ડ કરીને પાથરી દો જેથી, માસ્ક સુધી સીધી ગરમ હવા ન પહોંચે.
હવે કૂકરનું તાપમાન 50 મિનિટ માટે 100 ડિગ્રી સેલ્સિયશ સુધી કરી દો.
50 મિનિટ પછી માસ્ક ઠંડો પડવા દો. હવે માસ્ક રિયુઝ કરવા માટે તૈયાર છે.
ફરીવાર ઉપયોગ કરવાલાયક બનાવી શકાય છે
એન્વાયર્મેન્ટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, N-95 માસ્કને આ રીતે સેનિટાઇઝ કરીને તેને ફરીવાર ઉપયોગ કરવાલાયક બનાવી શકાય છે. સંશોધક હેલેન નગુયેનના જણાવ્યા મુજબ, કાપડવાળો અથવા સર્જિકલ માસ્ક અપણને ડ્રોપલેટ્સથી બચાવે છે પરંતુ રેસ્પિરેટર માસ્ક એટલે કે N-95 વાઇરસના ખૂબ જ સૂક્ષ્મકણોથી પણ સુરક્ષિત રાખે છે.
રોગચાળામાં માસ્કની અછતનો ઉકેલ
સંશોધકોના મતે, આ રોગચાળામાં માસ્કની ડિમાન્ડ વધવાથી હેલ્થ વર્કર્સ તેની ઊણપથી પીડાઈ રહ્યાં છે. જો માસ્ક ફરીથી વાપરવાલાયક બનાવી શકાય તો તેની અછતને પહોંચી વળાશે
ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ સૌથી સુરક્ષિત
સરકાર તરફથી જાહેર કરેલી એડવાઈઝરીના મતે કોરોનાથી બચવા માટે ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ સૈથી વધુ સુરક્ષિત છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ વોલ્વવાળા માસ્ક કરતા ટ્રિપલ લેયર માસ્કને વધુ સુરક્ષિત બતાવ્યુ છે અને આ સંબંધમાં સંગઠને દુનિયાભરના દેશોને દિશા નિર્દેશ પણ જાહેર કર્યો છે. આ કારણ છે કે હવે ચિકિત્સક અને સ્વાસ્થ્ય કર્મચારી N-95ની સાથે ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ ખાસ રીતે N95 માસ્કને કરો સેનિટાઇઝ, નહિં તો મુકાશો ભારે મુશ્કેલીમાં"
ટિપ્પણી પોસ્ટ કરો