આફતને અવસરમાં બદલી આ ખેડૂતે કર્યું અનોખું કાર્ય…
હાપુડ જિલ્લાના દત્તીયાના ખાતે રહેતા રજનીશ ત્યાગી નામના એક ખેડૂતે કોરોના સંકટ દરમિયાન પારંપરિક ખેતીવાડીથી હટીને સફળતા માટે નવો જ રસ્તો પસંદ કર્યો. રજનીશે કેળાની ખેતી અને છોડ વિકાસ શાળાનો ઓનલાઇન બિઝનેસ શરુ કર્યો અને હાલ તે પોતાની નર્સરીના કેળાના છોડ ઓનલાઇન વેંચે છે અને અન્ય ખેડૂતોને તેનું પ્રશિક્ષણ આપી સફળ થવા માટેની ટિપ્સ પણ આપે છે.
ખેડૂત રજનીશ ત્યાગી આ પહેલા શેરડીની ખેતી કરતા હતા. તેના જણાવ્યા મુજબ શેરડીનો પાક એક નિશ્ચિત આવક આપે છે અને દર વર્ષે તેને વેંચ્યા બાદ ચુકવણી માટે પડતી મુશ્કેલીઓને કારણે એણે ખેતીમાં બદલાવ કરવાનું નક્કી કર્યું.
કૃષિ નિષ્ણાંતોની સલાહ લઈને રજનીશે કેળાની ખેતી શરુ કરી. શરૂઆતમાં તેઓએ માંડ પાંચ વીઘા જમીનમાં કેળાનો પાક જમાવ્યો અને પ્રથમ સીઝનમાં તેને 50 હજાર રૂપિયા પ્રતિ વીઘાની આવક થઇ. ત્યારબાદ રજનીશે 60 વીઘા જમીનમાં કેળાની ખેતી કરી.
બન્ને દીકરાઓએ પણ કરી મદદ
કોરોનાના કપરા કાળમાં રજનીશ ત્યાગીએ કેળાની ખેતી કરવાની સાથે સાથે તેની નર્સરી પણ બનાવી અને નર્સરીમાં લગભગ સવા બે લાખ કેળાના છોડનો ઉછેર કર્યો. કેળાનો પાક જુલાઈમાં લગાવાય છે પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી લોકડાઉન અને અનલોકના સમયમાં જયારે બાકીના લગભગ વ્યવસાયો પ્રભાવિત થઇ ગયા હતા ત્યારે રજનીશ પોતાના ખેતરમાં કેળાના છોડ તૈયાર કરી રહ્યા હતા. કેળાના છોડને વેંચવા માટે તેઓએ સોશ્યલ મીડિયાનો ઉપયોગ પણ કર્યો.
રજનીશના બે દીકરાઓ દેવાંશ અને વેદાંશ ગ્રેજ્યુએશન કરે છે અને તેઓએ રજનીશ ત્યાગી નામથી એક ફેસબુક પેજ બનાવ્યું અને તે સિવાય કૃષિ સંબંધી વેબસાઇટ્સ, યુટ્યુબ ચેનલ પર પોતાની નર્સરીની ખેતીના વિડીયો અપલોડ કર્યા અને આ રીતે તેના છોડવાઓનું ઓનલાઇન શરુ થવા લાગ્યું.
આખા ઉત્તરપ્રદેશમાં વગાડ્યો ડંકો
બાગપત, મુરાદાબાદ, બરેલી અને અમરોહા સુધીના ખેડૂતો પણ રજનીશને ત્યાં તેની ખેતી, નર્સરી જોવા અને છોડવાઓ ખરીદવા આવે છે. રજનીશ કહે છે કે ખેડૂત હંમેશા ઋતુ અને પ્રકૃતિના નકારાત્મક પ્રભાવો વચ્ચે પણ જીવવા અને ખેતી બચાવવા માટે નવા નવા રસ્તાઓ શોધે છે. ખરાબ સમયમાં સંઘર્ષ કરવાની તેની આવડત તેને વારસામાં મળી છે. રજનીશ ત્યાગીને જિલ્લા સ્તરે કૃષિ, ઉદ્યાન વિભાગ તરફથી આયોજિત કિસાન સમ્માન સમારોહમાં પુરસ્કૃત પણ કરવામાં આવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આફતને અવસરમાં બદલી આ ખેડૂતે કર્યું અનોખું કાર્ય…"
ટિપ્પણી પોસ્ટ કરો