નાની ઉંમરમાં માતા બની ગઇ હતી આ અભિનેત્રીઓ, કોઈએ 20 તો કોઈએ 22 વર્ષની ઉંમરમાં જ આપ્યો બાળકને જન્મ
બોલીવુડમાં હાલ જેટલી પણ અભિનેત્રીઓ છે એમાંથી મોટાભાગની અભિનેત્રીઓ 30 વર્ષ પછી લગ્ન કરે છે. પણ એક સમય એવો હતો જ્યારે બોલીવુડની અભિનેત્રીઓ નાની ઉંમરમાં જ લગ્ન કરી લેતી હતી. એટલું જ નહીં વહેલા લગ્ન કરી લેવાના કારણે એમને બાળક પણ જલ્દી આવી જતું હતું.પણ આજે સમય ઘણો બદલાયો છે હાલ પરિસ્થિતિ પહેલા જેવી નથી.

હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને જ જોઈ લો. બંને એ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. હવે હાલમાં જ એમના ઘરે એક નાનું મહેમાન આવવાના સારા સમાચાર એમને આપ્યા છે. આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમને નાની ઉંમરમાં જ લગ્ન કરી લીધા અને નાની ઉંમરમાં જ માતા બની ગઈ હતી. તો ચાલો જોઈએ કોણ કોણ સામેલ છે આ લિસ્ટમાં.
નીતુ સિંહ

નીતુ સિંહ એક જમાનામાં બોક્સ ઓફીસ પર રાજ કરતી હતી. એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે. નીતુ સિંહે એમનું કરિયર જ્યારે સફળતાનાં શિખરો પર હતું ત્યારે અભિનેતા ઋષિ કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. નીતુ સિંહે 20 વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા અને 21 વર્ષની ઉંમરમાં એમને પોતાની મોટી દીકરી રિદ્ધિમાને જન્મ આપ્યો હતો.
ડિમ્પલ કપાડીયા

બૉલીવુડ અભિનેત્રી ડિમ્પલ કપાડીયાએ ફક્ત 16 વર્ષની ઉંમરમાં જ ફિલ્મ જગતમાં પગ મુક્યો હતો. અને એ જ સમયે એમને એ વખતના સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે પ્રેમ થઈ ગયો હતો અને બન્ને એ લગ્ન કરી લીધા બતા. લગ્ન પછી ફક્ત 17 વર્ષની ઉંમરમાં જ ડિમ્પલ કપાડીયાએ પોતાની મોટી દીકરી ટ્વીનકલ ખન્નાને જન્મ આપ્યો હતો.
ભાગ્યશ્રી.

બોલીવુડમાં પહેલી જ ફિલ્મથી સુપર સ્ટારના લિસ્ટમાં આવી જનારી અભિનેત્રી ભાગ્યશ્રીએ પોતાની પહેલી ફિલ્મ પછી લગ્ન કરી લીધા હતા. અને એ પછી જલ્દી જ એમના બે બાળકો પણ થઈ ગયા હતા. હાલમાં જ એમના દીકરા અભિમન્યુએ પણ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે.
શર્મિલા ટાગોર.

બોલીવુડની જાણીતી અભિનેત્રી શર્મિલા ટાગોરે ભારતીય ક્રિકેટર નવાબ પટોડી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી શર્મિલા ટાગોરે ફક્ત 25 વરસની વયે જ પોતાના મોટા દીકરા અને અભિનેતા સૈફ અલી ખાનને જન્મ આપ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "નાની ઉંમરમાં માતા બની ગઇ હતી આ અભિનેત્રીઓ, કોઈએ 20 તો કોઈએ 22 વર્ષની ઉંમરમાં જ આપ્યો બાળકને જન્મ"
ટિપ્પણી પોસ્ટ કરો