મુંબઈની ભિવંડીમાં મોટી તારાજી, મોડી રાત્રે 3 માળની બિલ્ડીંગ કકડભૂસ કરતાં પડી, ત્યાં જ આટલા લોકોનું નિધન અને આટલા દટાયા

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ નજીક મોટા અકસ્માત થયાના સમાચાર છે. મુંબઇને અડીને આવેલા ભિવંડીમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થયાના કમકામાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. આ અકસ્માત સોમવારે સવારે થયો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

20 લોકો દટાયા હોવાની આશંકા

image source

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત નિપજ્યા છે. સ્થાનિક લોકોની મદદથી ઓછામાં ઓછા 20 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ 20 લોકો દટાયાની પુરી આશંકા છે. કાટમાળ નીચે દટાયેલા 20 લોકો માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

10 લોકોના મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા

image source

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પીઆરઓએ જણાવ્યું હતું કે, અકસ્માત ભિવંડીના પટેલ કમ્પાઉન્ડ ખાતે સવારે 3.20 વાગ્યે થયો હતો. તે દરમિયાન મકાનના લોકો ઉંઘમાં હતા. હજી સુધી 10 લોકોના મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મરનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે. બાકીના લોકોની શોધખોળ હાલમાં ચાલુ જ છે.

આ બિલ્ડિંગ ડેન્જર લિસ્ટમાં હતી

image source

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પીઆરઓ અનુસાર, 1984માં બનેલ જીલાની એપાર્ટમેન્ટ મકાન નંબર 69 નામની બિલ્ડિંગનો અડધો ભાગ મોડી રાત્રે તૂટી પડ્યો હતો. આ બિલ્ડિંગ ડેન્જર લિસ્ટમાં હતી. તેને ખાલી કરવાની નોટિસ પણ બહાર પાડવામાં આવી હતી. નોટિસ મળ્યા પછી કેટલાક લોકો અહીંથી ચાલ્યા ગયા, પરંતુ કેટલાક લોકો અહીં રોકાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કમનસીબે 10 લોકોના મોત થયા છે.

એક બાળકને પણ બચાવી લેવામાં આવ્યો

image source

એવું કહેવામાં આવે છે કે મુંબઇમાં ભારે વરસાદને કારણે બિલ્ડિંગ નબળી પડી ગઈ હતી. આ બિલ્ડિંગમાં 21 પરિવારો રહેતા હતા. એનડીઆરએફ ટીમે સોમવારે સવારે કાટમાળમાંથી એક બાળકને બચાવી લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગત મહિને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં એક પાંચ માળની બિલ્ડિંગ પડી હતી. આ દુર્ઘટનામાં 50 લોકો ઘાયલ થયા છે, જ્યારે 5 લોકોનાં મોત નીપજ્યાં છે. આ બિલ્ડિંગ માત્ર દસ વર્ષ જ જૂની હતી.

તારિક ગાર્ડન નામની એક 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી

image source

રાયગઢ જિલ્લાના મહાડ શહેરમાં તારિક ગાર્ડન નામની એક 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે લગભગ 50થી વધુ લોકો ફસાયા હશે. મીડિયા રિપોર્ટ મુજબ ઘટનાને લઈ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અદિતિ તટકરે કહ્યું હતું કે, બિલ્ડિંગમાં 200થી વધુ લોકો ફસાયેલા છે અને ઘટના સ્થળે 5 સ્થાનિક બચાવદળ કાર્ય કરી રહ્યા છે. અત્યાર સુધી 15 લોકોને જીવિત બહાર કાઢવામાં આવ્યા છે. બીજી તરફ એવી માહિતી છે કે તારિક ગાર્ડન નામની બિલ્ડિંગ ધરાશાયી થતા તેની નીચે 50 લોકો દટાયા હોવાની શંકા હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "મુંબઈની ભિવંડીમાં મોટી તારાજી, મોડી રાત્રે 3 માળની બિલ્ડીંગ કકડભૂસ કરતાં પડી, ત્યાં જ આટલા લોકોનું નિધન અને આટલા દટાયા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel