કપલ હોય કે ફેમિલી, ગુજરાતની આ જગ્યા પર દરેક લોકો માણી શકે છે ફરવાની મજા, શું તમે ક્યારે ગયા છો આ જગ્યા પર?

દમણ અને દિવ મુંબઇ નજીક અરબ સાગરમાં સ્થિત દ્વીપ સમૂહ છે. લોકેશન જ એવું છે કે અહીંની ખૂબસૂરતી સૌ કોઈ માટે મનમોહક બની જાય છે. દોડાદોડ અને ટેંશનથી ભરેલા જીવનમાં નિરાંતનો થોડો સમય વિતાવવો હોય તો દમણ અને દિવ એક એવી જગ્યા છે જ્યાં તમને પ્રાકૃતિક સુંદરતાની સાથે માનસિક શાંતિનો પણ અનુભવ થાય છે. ભારતના આ બન્ને પર્યટન સ્થળો આમ તો વિશ્વપ્રસિદ્ધ છે જ અને અહીંની ખૂબસૂરતી તેને વધુ બળ આપે છે. ખાસ કરીને રજાઓ ગાળવા કે વેકેશન માણવા માટે આ સ્થાન એક યાદગાર અનુભવ કરાવશે.

image source

અહીંનો નગોઆ બીચ અહીં આવતા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીંનું પાણી એકદમ સ્વચ્છ અને જોવામાં વાદળી રંગનું છે. જેનો નજારો આંખોને એક અલગ જ અનુભવ આપે છે. અહીં આવતા મોટાભાગના પ્રવાસીઓ આ બીચ પર અચૂક આવે છે. વળી, સાંજના સમયે નિરાંતની પળો માણવા આ સ્થાન બેસ્ટ છે. જો કે આ બીચમાં પથરાળ જમીન હોવાથી અહીં સ્વિમિંગ કરવું જોખમ ભરેલું છે.

image source

પરંતુ જો તમે ખર્ચ કરીને અહીં આવ્યા હોય અને સ્વિમિંગની મોજ પણ લેવી હોય તો દમણનો જંપોર બીચ તમારા માટે સારો વિકલ્પ છે. સ્વિમિંગ કરવા માટે આવતા પર્યટકો માટે જંપોર બીચ પસંદગીનું સ્થળ છે. આ બીચ પર સાંજના સમયે ડૂબતા સુરજનો નજારો પણ જોવાલાયક હોય છે અને અહીંનું વાતાવરણ પણ શાંત અને આહલાદક હોવાથી પર્યટકોને મોજ પડી જાય છે. એ સિવાય અહીં તમે લાઈટ હાઉસ જોવા પણ જઇ શકો છો અને મીરાસોલ ગાર્ડન પણ જઈ શકો છો. મીરાસોલ ગાર્ડનમાં વોટર રાઈડનો પણ આનંદ માણી શકાય છે.

image source

ફોર્ટ જીરોમ, આ કિલ્લાનું નામ સેંટ જીરોમની યાદગીરીમાં રાખવામાં આવ્યું હતું. અહીંના ચર્ચ (our lady of the sea) માં તમને પોર્ટુગલ સમયના આર્કિટેક્ચર જોવાનો લ્હાવો મળશે. આ ચર્ચ ઉત્તરી દમણગંગાના કિનારે આવેલું છે. એ સિવાય પણ અહીં હાથી પાર્ક, બ્રિજ સાઈડ ગાર્ડન અને બોમ જીજસ જેવા ફરવાના સ્થળો પણ આવેલા છે. જો તમે અહીં ક્યારેય ગયા જ ન હોય તો આ સ્થાન લાંબો સમય વિતાવવાનું બેસ્ટ પ્લેસ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "કપલ હોય કે ફેમિલી, ગુજરાતની આ જગ્યા પર દરેક લોકો માણી શકે છે ફરવાની મજા, શું તમે ક્યારે ગયા છો આ જગ્યા પર?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel