જાણો બોલિવૂડની આ ટોચની અભિનેત્રીઓ વિશે, જે જેલના સળિયા પાછળ રહી ચુકી છે, જોઇ લો તસવીરોમાં
રિયા ચક્રવર્તી જ નહીં, આ સાત જાણીતી અભિનેત્રીઓ પણ ખાઈ ચુકી છે જેલની હવા.
હાલ સુશાંત સિંહ રાજપૂત કેસમાં NCB દ્વારા ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. પણ રિયા કઈ એવી પહેલી અભિનેત્રી નથી જેને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હોય. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ જેલની હવા ખાઈ ચુકી છે. તો ચાલો આજે જાણી લઈએ એમના વિશે.
મોનીકા બેદી.

મોનીકા બેદી આ લિસ્ટમાં સૌથી ઉપર છે. બધાને ખબર છે એમ મોનિકાના સંબંધ ગેંગસ્ટર અબુ સલેમ સાથે હતા. મોનીકા અને અબુ સલેમને વર્ષ 2002માં પોર્ટુગલની પકડીને ભારત લાવવામાં આવ્યા હતા. મોનિકાને નકલી દસ્તાવેજોની દોષી માનવામાં આવી હતી અને એમને ચાર વર્ષની સજા થઈ હતી.
સોનાલી બેન્દ્રે.

સોનાલી બેન્દ્રેને વર્ષ 1998માં આપત્તિજનક ફોટાના આરોપના કારણે જેલમાં જવું પડ્યું હતું. એક મેગેઝીન કવર પર છપાયેલા ફોટા માટે સોનાલીએ ફોટોશૂટ કરાવ્યું હતું અને એ ફોટામાં સોનાલીએ યલો કલરનો નાનો કુરતો પહેર્યો હતો જેના પર ૐ અને ૐ નમઃ સિવાય લખેલું હતું. સોનાલી પર ધાર્મિક ભાવનાઓને ઇજા પહોંચાડવાનો આરોપ હતો.
પાયલ રોહતગી.

પાયલ રોહતગી હંમેશા પોતાના બેબાક મંતવ્યો સોશિયલ મીડિયા પર રજૂ કરે છે પણ એમનો આ બિન્દાસ અંદાજ જ એમનો દુશ્મન બની ગયો. નહેરુ- ગાંધી પરીવાર વિરુદ્ધ અપમાનજનક શબ્દો અને અભદ્ર ટિપ્પણી માટે એમને અમદાવાદમાં ધરપકડ કરવામાં આવી હતી અને પછી થોડા સમય બાદ એ જમાનત પર બહાર આવી ગઈ.
મમતા કુલકર્ણી.

મમતા કુલકર્ણી એક સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર છવાયેલી હતી. સેક્સી ગર્લ મમતાને અમદાવાદના વિકી સાથે પ્રેમ થઈ ગયો હતો. મમતા ખબરોમાં ત્યારે આવી જ્યારે એમને અને એમના પતિને ડ્રગ્સ રેકેટમાં પકડવામાં આવ્યા. મમતાએ વિકી ગોસ્વામી સાથે લગ્ન કર્યા જે દુબઈમાં ડ્રગ્સ રેકેટના કારણે 1997થી જ ઉમરકેદની સજા ભોગવી રહ્યા હતા. વિકીએ જેલમાં જ મમતા સાથે લગ્ન કર્યા અને ઇસ્લામ પણ કબૂલ્યો જેના કારણે એમને સજામાં માફી મળી ગઈ કારણ કે ત્યાં એવી માન્યતા છે કે જો વ્યક્તિ પોતાના ગુના પર પસ્તાય છે અને ઇસ્લામ કબૂલ કરે છે તો એ સુધારાના રસ્તા પર છે. એટલે વિકીને ફક્ત 5 વર્ષમાં જ છોડી મુકવામાં આવ્યો હતો. એ પછી વર્ષ 2016માં મમતા અને વિકીનું ડ્રગ્સ રેકેટમાં નામ આવ્યું હતું. પોલીસે બંનેને ભાગેડુ ઘોષિત કરી દીધા હતા. બંનેને કેનિયામાં ડિટેન કરવામાં આવ્યા હતા. વચ્ચે એવા સમાચાર આવ્યા હતા કે મમતા સાધ્વી બની ગઈ છે પણ ડ્રગ્સ રેકેટમાં ફરી નામ આવવાના કારણે મમતા ક્યાંક ખોવાઈ જ ગઈ.
શ્વેતા બાસુ પ્રસાદ

શ્વેતા બાસુ પ્રસાદ પહેલી વાર ત્યારે લાઈમ લાઈટમાં આવી જ્યારે તેમને બાળ કલાકાર તરીકે મકડી ફિલ્મમાં ગજબનું કામ કર્યું હતું અને એમને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. એ પછી એ ગુમનામ જ થઈ ગયો અને પછી વર્ષ 2014માં ખબર આવી કે કામ ન મળવાના કારણે એ વેશ્યાવૃત્તિમાં જતી રહી હતી અને સેક્સ રેકેટમાં પકડાઈ હતી. શ્વેતાને સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવી હતી અને હવે એ સામાન્ય જિંદગી જીવી રહી છે.
પ્રેરણા અરોડા.

પ્રેરણા અરોરા જાણીતી પ્રોડ્યુસર છે અને એમને પેડમેન, ટોયલેટ એક પ્રેમ કથા અને રુસ્તમ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે પણ એ કરોડો રૂપિયાની છેતરપીંડીમાં આઠ મહિના જેલની હવા ખાઈ ચુકી છે.
અલકા કૌશલ

ટીવીની ખૂબ જ જાણીતી અભિનેત્રી અલકા કૌશલ જે સલમાન ખાન સાથે કામ કરી ચુકી છે, બજરંગી ભાઈજાન ફિલ્મમાં એ કરીના કપૂરની માતાની ભૂમિકા ભજવી ચુકી છે. એમને પણ 50 લાખનો ચેક બાઉન્સ થયા બાબતે જેલની હવા ખાવી પડી છે. અલકા ફિલ્મ કવિનમાં પણ કંગનાની માતાનું પાત્ર ભજવી ચુકી છે. અલકા અને એમની માતાને આ બાબતે 2 વર્ષની સજા મળી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જાણો બોલિવૂડની આ ટોચની અભિનેત્રીઓ વિશે, જે જેલના સળિયા પાછળ રહી ચુકી છે, જોઇ લો તસવીરોમાં"
ટિપ્પણી પોસ્ટ કરો