જાણો આ 5 એક્ટર વિશે, જે હિન્દી બોલવામાં છે સુપર એક્સપર્ટ, જેમની આગળ નથી કોઇનો ક્લાસ

હિન્દી ભાષા પરના પ્રભુત્વના કારણે જાણીતા છે આ પાંચ અભિનેતાઓ, દર્શકોના દિલમાં બનાવી છે ખાસ જગ્યા.

પાછલા અમુક વર્ષોમાં હિન્દી ભાષા ફક્ત દેશમાં જ નહિ પણ આખી દુનિયામાં સમૃદ્ધ થઈ છે. દુનિયા એ વાત સારી રીતે જાણે છે કે ભારત દેશ વેપારની દ્રષ્ટિએ મોટું નામ બનતું જાય છે. એટલે જો અહીંયા વેપાર કરવો હોય તો હિન્દી ભાષા પર પકડ મજબૂત બનાવવી જ પડશે. એ કારણે હવે વિદેશી કંપનીઓ પણ હિન્દી ભાષા પર કામ કરી રહી છે. બૉલીવુડ પહેલેથી જ હિન્દી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરતું આવ્યું છે. અમુક અભિનેતાઓ ફિલ્મોમાં હિન્દી ભાષાનો ઉમદા ઉપયોગ કરે છે. આમ તો બૉલીવુડ ફિલ્મોમાં બધા જ અભિનેતાઓ હિન્દીમાં જ વાત કરે છે પણ અમુક ગણતરીના કલાકાર એવા પણ છે જેમની હિન્દી દર્શકોને ખૂબ જ ગમે ચેમ આજે અમે તમને આવા જ અભિનેતાઓ વિશે જણાવીશું.

અમિતાભ બચ્ચન

image source

અમિતાભ બચ્ચનનો હિન્દી ભાષા માટેનો પ્રેમ કોણ નથી જાણતું. એમના મોઢે હિન્દી સાંભળવું સૌને ગમે છે. હિન્દી ભાષાનો પ્રસાર અને પ્રચારનું કામ અમિતાભ વર્ષોથી કરતા આવ્યા છે. એકબાજુ જ્યાં નવી પેઢીના અભિનેતાઓ હિન્દીમાં કમજોર છે તો બીજી બાજુ અમિતાભ બચ્ચનની હિન્દી પરની પકડ દિવસેને દિવસે વધતી જાય છે. એટલે સુધી કે એ સોશિયલ મીડિયા પર પણ વધુમાં વધુ હિન્દીમાં જ વાતો કરે છે.

આશુતોષ રાણા.

image source

એક ખૂબ જ ઉમદા અભિનેતા અને એવા જ ઉમદા વ્યક્તિત્વ ધરાવતા આશુતોષ રાણાના મોઢે ઘણી વાર હિંદીની કવિતાઓ સાંભળવા મળે છે. વીર રસ પર એમની સારી ઓકડ છે. ફિલ્મોમાં તો એ હંમેશા હિન્દી ભાષાનો જ ઉપયોગ કરતા આવ્યા છે એ સાથે સાથે એ પણ સોશિયલ મીડિયા દ્વારા હિન્દી ભાષાનો પ્રચાર કરતા રહ્યા છે.

જિમી શેરગિલ.

image source

બોલીવુડમાં જિમી સેરગિલે પોતાની એક અલગ જ જગ્યા બનાવી છે. ઘણી ફિલ્મોમાં એમને પોતાના અભિનયનું હુનર બતાવ્યું છે.હાસિલ અને શોરગુલ જેવી ફિલ્મોમાં એમને ઉમદા કામ કર્યું છે.ખાસ કરીને એમનો લખનવી અંદાજ બધાને ખૂબ જ ગમેં છે. હિન્દી ભાષા પર એમની સારી પકડ છે જે એમના ડાયલોગ પરથી ખબર પડે છે.

અનુપમ ખેર.

image source

હિન્દી ભાષા પર અનુપમ ખેરની પકડ પણ મજબૂત છે. એમને ઘણી ફિલ્મોમાં યાદગાર ભૂમિકા ભજવી છે. કામ પ્રત્યે એમનું ઝુનુંન એ વાતથી સમજી શકાય છે કે 65 વર્ષની ઉંમરમાં ઉં બોલિવુડથી લઈને હોલીવુડ સુધી કામ કરી એહ્યા છે. હિન્દી ભાષા પ્રત્યે એમને પહેલેથી જ લગાવ રહ્યો છે. કવિતાઓ માધ્યમથી ઘણીવાર એ પોતાની ભાવનાઓ વ્યક્ત કરે છે. સોશિયલ મીડિયા પર પણ પોતાની વાત કહેવા માટે અનુપમ ખેર હિન્દી ભાષાનો જ પ્રયોગ કરે છે.

નસરૂદિન શાહ.

image source

હિન્દી અને ઉર્દુ ભાષાના જાણકાર નસરૂદિન શાહ હંમેશા પોતાના અભિનયથી લોકોના દિલોમાં રાજ કરતા આવ્યા છે. એમના દરેક પાત્રમાં નવીનતા દેખાય છે.સ્પર્શ, આક્રોશ, ચક્ર, માસૂમ, પાર અને મોહરા જેવી ફિલ્મોમાં એમને યાદગાર પાત્રો ભજવ્યા છે. હિન્દી ભાષા પ્રત્યે એમનું હંમેશા સમર્પણ રહ્યું છે. એ ફિલ્મો દ્વારા હિન્દી ભાષાનો પ્રચાર કરતા આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "જાણો આ 5 એક્ટર વિશે, જે હિન્દી બોલવામાં છે સુપર એક્સપર્ટ, જેમની આગળ નથી કોઇનો ક્લાસ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel