આ જિલ્લામાં બની કમકમાટી ઉપડનારી ઘટના, બોટ પાણીમાં પલટી મારી જતાં સીધા આટલા લોકોના મોત, હજુ 8 ગુમ

કુદરતી ઘટનાઓ લોકોના જીવ લેતી હોય છે. પરંતુ ક્યારેક લોકોની ભૂલ જ લોકોના મોતનું કારણ બનતી હોય છે. કઈક એવી જ ઘટના કોટા જિલ્લામાં આજે બની હતી. કે જેમાં થયેલી દુર્ઘટના વિશે જાણીને જિલ્લાના સાંસદે પણ તબડતોડ કાર્યવાહી કરવી પડી હતી. લોકોના મોત પણ થયા છે. વરસાદી માહોલ વચ્ચે પાણીમાં તણાઈ જવાથી થયેલા મોતના કારણે હાલમાં ચારેકોર આફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

11 લોકોના મોત, 8 લોકો હજુ ગુમ

image source

આજે બુધવારે રાજસ્થાનના કોટા જિલ્લાના ઈટાવા પાસે સવારે 9 વાગ્યે ચંબલ નદીમાં નાવ પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં 11 લોકોનાં દુઃખદ મોત થયાં છે, જ્યારે 8 લોકો હજુ પણ ગુમ છે. પ્રાથમિક કારણમાં એવું માનવામાં આવે છે કે હોડીમાં ક્ષમતા કરતાં વધારે લોકો બેઠા હોવાથી અને સામાન પણ વધારે હોવાથી હોડી પલટી ગઈ છે. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા પ્રમાણે, હોડીમાં 30 લોકો હતા. 7 લાશો નદીમાંથી મળી આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, હોડીમાં 14 બાઈક પણ મૂકવામાં આવી હતી. જેના કારણે લોડ વધી ગયો હતો. જો કે ગ્રામીણોએ ડૂબતા લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઘણા લોકો પાણીના વહેણમાં તણાઈ ગયા હતા.

ઓમ બિરલાએ પણ ઘટનાની માહિતી લીધી

image source

કોટાના સાંસદ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશાસન પાસેથી માહિતી લીધી છે. બીજી બાજુ, કોટાથી CDRFની ટીમને ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી છે.

image source

હોડી પેહલાથી જ ખરાબ હતી છતાં ક્ષમતા કરતા વધારે લોકો અને સામાન ભરવામાં આવ્યો

image source

ઘટના ચાણદા અને ગોઠડા ગામની વચ્ચે બની છે. સારી વાત એ છે કે ઘટનાસ્થળે ઘણા લોકો હાજર હોવાથી તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઘણા લોકોના જીવ બચી ગયા. લોકોએ જણાવ્યું હતું કે લાકડાંની હોડીની સ્થિતિ પહેલેથી જ થોડી ખરાબ હતી. તેમ છતાં ક્ષમતા કરતાં વધારે લોકોને બેસાડવામાં આવ્યા હતા. એ સાથે જ નદી પાર કરાવવા માટે હોડીમાં બાઈકો પણ બાંધવામાં આવી હતી. પરિણામે, હોડી વજન સહન ન કરી શકી અને પલટી ગઈ.

ગામ લોકોએ ડૂબતા લોકોને બચાવવાનો પૂરો પ્રયત્ન કર્યો

image source

ઘટના ઈટાવા વિસ્તારના ખતોલી ગામ પાસે બની છે, હોડીમાં મોટા ભાગના લોકો કમલેશ્વર ધામ જવા માટે બેઠા હતા. ઘટના પછી તરત જ હાજર ગ્રામીણ લોકોએ ડૂબતા લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાથી અમુક લોકો તણાઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે મોટા ભાગના લોકો કમલેશ્વર ધામ જઈ રહ્યા હતા. મૃત્યુ પામેલા મોટા ભાગના લોકો ગોઠડા કલામાં રહેતા હતા. સમાચાર સાંભળી તેમના પરીજનોમાં પણ દુઃખનો માહોલ જોવા મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આ જિલ્લામાં બની કમકમાટી ઉપડનારી ઘટના, બોટ પાણીમાં પલટી મારી જતાં સીધા આટલા લોકોના મોત, હજુ 8 ગુમ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel