નાકના આકારથી જાણી શકાય છે વ્યક્તિનો સ્વભાવ, જાણો તમારા વિશે ખાસ વાત
જ્યોતિષમાં ગ્રહો અને નક્ષત્રો જોઈને માણસને તેના ભવિષ્ય વિશે જે રીતે કહેવામાં આવે છે, તેની ભવિષ્યવાણી કરવામાં આવે છે. સમુદ્ર્શાસ્ત્ર માં મનુષ્યના શરીરના અંગ, તેનું કદ, વ્યક્તિનો દેખાવ, તે વ્યક્તિના ભવિષ્ય વિશે કહેવામાં આવે છે. શરીરની આકૃતિમાં નાકને વ્યક્તિના સ્વભાવનું સંવાહક માનવામાં આવે છે. એટલા માટે જ નાકનો આકાર જોઈ માણસની પ્રકૃતિ વિશે જાણી શકાય છે. સમુદ્રશાસ્ત્રમાં, તે માનવ શરીરના દરેક ભાગ વિશે ઉલ્લેખિત છે, જેના કદ, પ્રકારનો તેના જીવન પર પ્રભાવ પડે છે. આજે અમે તમને માનવ નાક સાથે સંકળાયેલ સમુદ્રશાસ્ત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
image source
પોપટ જેવું નાક
સમુદ્રશાસ્ત્ર મુજબ, જો કોઈનું નાક પોપટ જેવું હોય, તો તે વ્યક્તિનું ભવિષ્ય ખૂબ જ તેજસ્વી હોય છે, નસીબ તેની સાથે રહે છે. પોપટની ચાંચ જેવું નાક હોય તે વ્યક્તિ સુયોગ્ય, જવાબદાર અને દ્રઢ પ્રતિજ્ઞ હોય છે. આ સિવાય તે જે ક્ષેત્રમાં કામ કરે છે તે ઉચ્ચ પદ પર કબજો કરે છે.
image source
મોટું નાક
મોટું તથા વચ્ચેથી ઉભાર પામેલું નાક ધરાવતી વ્યક્તિ ધનવાન, ગુણવાન, બહાદૂર, સેનાપતિ અને અધિકારી બનવાના ગુણોથી યુક્ત હોય છે. મોટાભાગના લોકો જેમનું નાક મોટું હોય છે, તે જીવન વૈભવી જીવનમાં વિતાવે છે અથવા તો કહીએ કે આ લોકો આનંદી હોય છે, આવા મોટાભાગના લોકો અન્યની કાળજી લેતા નથી.
સીધી નાક
જેનું સીધું હોય તે વ્યક્તિ કલાકાર અને સંપન્ન વ્યક્તિત્વના માનવામાં આવે છે. ચપટું નાક તેની પર ઝુકેલી નેણ હોય તો તે વ્યક્તિ હજ્જારોમાં આગળ નિકળનારી, નસીબદાર અને દુરદર્શી હોય છે. તે રિસર્ચમાં પણ સારા આગળ આવી શકે છે.
image source
નીચેની બાજુ ઝુકેલું નાક
સમુદ્ર્શાસ્ત્ર મુજબ જે વ્યક્તિનું નાક નીચેની બાજુ ઝુકેલું હોય તે આચરણહીન, પરનિંદક તથા ઉદાસીન સ્વભાવના માનવામાં આવે છે. જો નાક થોડું ઉપર તરફનું હોય, નાક ચપટું હોય તે વ્યક્તિ આનંદિત સ્વભાવના સ્વતંત્રતાપ્રિય અને ચતુર તેમજ વ્યવહાર કુશળ હોવાનું માનવામાં આવે છે.
નાનું નાક અને ચહેરો મોટો
ચહેરો મોટો હોય અને નાક નાનું હોય અને ચહેરો નાનો હોય અને નાક મોટું હોય તેવા વ્યક્તિનું ચારિત્ર્ય સારું હોતું નથી. એવા વ્યક્તિ જીવનમાં નિષ્ફળ નિવડે છે. જો આપણે વાત કરીએ સીધા અને પાતળા નાકની, જે નાક સીધુ, પાતળુ, લાંબું અને સમાન આકારનું હોય તે વ્યક્તિનું ચારિત્ર્ય સારું હોય છે. તે મર્યાદામાં રહીનારા તેમજ ઉત્સાહી હોય છે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "નાકના આકારથી જાણી શકાય છે વ્યક્તિનો સ્વભાવ, જાણો તમારા વિશે ખાસ વાત"
ટિપ્પણી પોસ્ટ કરો